BJPમાં જૂથવાદને કારણે બોર્ડ-નિગમોની વરણી છેલ્લા એક વર્ષેથી ટલ્લે ચડી?

BJPમાં જૂથવાદને કારણે બોર્ડ-નિગમોની વરણી છેલ્લા એક વર્ષેથી ટલ્લે ચડી?
કમલમ (ફાઇલ તસવીર)

આ કારણે લોકોના કામો ટલ્લે ચડવાની સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓમાં પણ અસંતોષ વ્યાપી રહ્યો છે.

 • Share this:
  મયુર માંકડિયા, અમદાવાદ : ભાજપના આંતરિક જૂથવાદને કારણે રાજ્યના બોર્ડ-નિગમો ભગવાન ભરોષે ચાલી રહ્યા છે. આ કારણે લોકોના કામો ટલ્લે ચડવાની સાથે સાથે ભાજપના કાર્યકર્તાઓમાં પણ અસંતોષ વ્યાપી રહ્યો છે. માનીતાઓના અને ગરજ પૂરતા પોસ્ટિંગ આપવામાં આવી રહ્યા છે, બાકીના નિગમો ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે. ત્રણ વર્ષથી વધારે સમયથી કાર્યકર્તાઓને માત્ર વાયદા આપવામાં આવી રહ્યા છે, પરંતુ નિમણૂક થતી નથી. રાજ્યભરમાં અનેક બોર્ડ-નિગમમાં ચેરમેન પદ પણ ખાલી છે.

  ગુજરાત પ્રદેશ ભાજપના આંતરિક જૂથવાદને પરિણામે છેલ્લા ઘણા સમયથી નેતાઓ કાર્યકર્તાઓને બોર્ડ નિગમનું ગાજર બતાવી રહ્યા છે, પરંતુ નિમણૂક કરવામાં આવી રહી નથી. આ પાછળનું એક માત્ર કારણ ભાજપમાં


  આંતરિક જૂથવાદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ બીજેપી મધ્યસ્થ કાર્યાલય કમલમના આંટાફેરા મારી રહ્યા છે, પરંતુ નિમણૂકો મળતી નથી. બાકી રહેલી નિમણૂક પૈકીના 15 જેટલા નિગમ તો એવા છે જે કેબિનેટ કક્ષાના માનવામાં આવે છે.

  આ પણ વાંચો : હવેથી RTOની આ નવી 7 સેવા અરજદારો ઘેરબેઠાં મેળવી શકશે

  પ્રદેશ ભાજપમાં ઘણા એવા નેતા છે, જેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે પરંતુ હજી સુધી તેમને ન તો સંગઠનમાં કે ન તો બોર્ડ-નિગમમાં જગ્યા મળી છે. છેલ્લા ઘણા સમયથી બોર્ડ-નિગમો ભગવાન ભરોસે ચાલી રહ્યા છે. આ મામલે નેતાઓ નામ નહીં જાહેર કરવાની શરતે કહી રહ્યા છે કે બોર્ડ-નિગમનું ગાજર બતાવીને ચૂંટણી સમયે કામ કરાવી લેવામાં આવે છે. ચૂંટણી પૂરી થતાં જ બધુ ભૂલી જવામાં આવે છે.

  આ પણ વાંચો :  RTOના કામકાજ અંગે ગુજરાત સરકારે ત્રણ મોટા ઐતિહાસિક નિર્ણય લીધા

  ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે બોર્ડ-નિગમમાં નિમણૂક નહીં થવા પાછળ ભાજપના આંતરિક ઝઘડા જવાબદાર છે. થોડા સમય પહેલા 20 જેટલા નામોની યાદી તૈયાર કરવામાં આવી હતી પરંતુ તેમાં ચોક્કસ જૂથના નેતાના
  નજીકના માણસોના નામ હતા. આથી વિખવાદ થતાં હાઈકમાન્ડે આ યાદી અભેરાઈએ ચડાવી દીધી હતી. આ વાતને અંદાજે 1 વર્ષથી વધારે સમય વીતી ગયો છતાં નવી યાદી તૈયાર કરવામાં આવી નથી.

  આ પણ વાંચો : 20 નવેમ્બરથી રાજ્યની તમામ 16 ચેકપોસ્ટ નાબૂદ થશે, દંડની ઓનલાઇન વસૂલાત કરાશે
  Published by:Vinod Zankhaliya
  First published:November 14, 2019, 15:33 pm

  ટૉપ ન્યૂઝ