13860 કરોડના કાળા કુબેર મહેશ શાહના સીએ શું કહી રહ્યા છે? જાણો

Haresh Suthar | Pradesh18
Updated: December 2, 2016, 3:00 PM IST
13860 કરોડના કાળા કુબેર મહેશ શાહના સીએ શું કહી રહ્યા છે? જાણો
અધધ...ધ...કહી શકાય એટલી 13860 કરોડ રૂપિયાનું કાળું નાણું જાહેર કરવાની ઇન્કમટેક્ષ સમક્ષ તૈયારી બતાવનાર મહેશ શાહનો હાલમાં કોઇ અતો પતો નથી, ટેક્ષનો પ્રથમ હપ્તો પણ નથી ભરી શકાયો અને પાર્ટી ખુદ લાપત્તા છે ત્યાં બહુચર્ચિત આ કિસ્સામાં કાળા કુબેરની વધુ વિગતો જાણવા ઇટીવી પ્રદેશ18એ સીએ સાથે વાત કરી.

અધધ...ધ...કહી શકાય એટલી 13860 કરોડ રૂપિયાનું કાળું નાણું જાહેર કરવાની ઇન્કમટેક્ષ સમક્ષ તૈયારી બતાવનાર મહેશ શાહનો હાલમાં કોઇ અતો પતો નથી, ટેક્ષનો પ્રથમ હપ્તો પણ નથી ભરી શકાયો અને પાર્ટી ખુદ લાપત્તા છે ત્યાં બહુચર્ચિત આ કિસ્સામાં કાળા કુબેરની વધુ વિગતો જાણવા ઇટીવી પ્રદેશ18એ સીએ સાથે વાત કરી.

  • Pradesh18
  • Last Updated: December 2, 2016, 3:00 PM IST
  • Share this:
અમદાવાદ #અધધ...ધ...કહી શકાય એટલી 13860 કરોડ રૂપિયાનું કાળું નાણું જાહેર કરવાની ઇન્કમટેક્ષ સમક્ષ તૈયારી બતાવનાર મહેશ શાહનો હાલમાં કોઇ અતો પતો નથી, ટેક્ષનો પ્રથમ હપ્તો પણ નથી ભરી શકાયો અને પાર્ટી ખુદ લાપત્તા છે ત્યાં બહુચર્ચિત આ કિસ્સામાં કાળા કુબેરની વધુ વિગતો જાણવા ઇટીવી પ્રદેશ18એ સીએ સાથે વાત કરી.

વાંચો : 13860 કરોડના કાળા કુબેરનો પર્દાફાશ

કરોડોના બ્લેક મની જાહેર કરવા તૈયારી બતાવનાર મહેશ શાહએ શહેરની જાણીતી અપ્પાજી એન્ડ કંપની સીએ ફર્મ દ્વારા ઇન્કમટેક્ષ કચેરીમાં બ્લેક મની જાહેર કરવા માટે ડિકલેરેશન કર્યું હતું. ઇટીવી પ્રદેશ18 સાથે વાત કરતાં સીએ તહેમુલ શેખનાએ જણાવ્યું કે, મહેશ શાહ મારા રેગ્યુલર કસ્ટમર નથી. તેઓ એકવાર મારા ત્યાં આવ્યા હતા અને આઇડીએસ સ્કિમ અંગે પુછ્યું હતું. તો મેં એમને સ્કિમ સમજાવી હતી. ત્યાર બાદ એમણે પોતાની સંપત્તિ ડિકલેર કરવા ઇચ્છા વ્યક્ત કરી હતી.

ટેક્ષ પેટે 1560 કરોડ ભરવાના હતા

સીએ તહેમુલ શેખનાએ જણાવ્યું કે, ત્યાર બાદ ઇન્કમટેક્ષ કચેરીએ 30મી સપ્ટેમ્બરે આ અંગે ડિકલેરેશન કર્યું હતું. ઇન્કમટેક્ષે આ અંગે 14 ઓક્ટોબરે અમને નંબર આપ્યો હતો અને આ અંગે ઇન્કમટેક્ષ 1560 કરોડ ભરવાના હતા.

ફોર્મ કેન્સલ, સર્ચ કર્યું...કરોડોની બ્લેક મની જાહેર કરવા આવેલા મહેશ શાહે ટેક્ષ પેટેનો પ્રથમ હપ્તો ભરપાઇ ન કરતાં ઇન્કમટેક્ષે આપેલ નંબર કેન્સલ થયો હતો. અને ઇન્કમટેક્ષ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 29મીએ સર્ચ કરાયું હતું. જેમાં મહેશ શાહ, મિત્રો અને સીએ પેઢીમાં સર્ચ થયું હતું.

શું કાર્યવાહી થઇ શકે?

મહેશ શાહ દ્વારા કરોડોની બ્લેક મનીની જાહેરાત કરવાનું ડિકલેરેશન કર્યા બાદ પ્રથમ હપ્તો ના ભરતાં હવે શું કાર્યવાહી થઇ શકે એ અંગે વિગતો આપતાં સીએ તહેમુલ શેખનાનું માનવું છે કે, જો રૂપિયા પકડાય તો જ કાર્યવાહી થઇ શકે અને ટેક્ષની રકમ કેમ ભરપાઇ ન થઇ એ તો મહેશ શાહ બહાર આવે અને પોતે જ કહે તો ખબર પડે કે એમણે ટેક્ષની રકમ કેમ ભરી ન હતી,
First published: December 2, 2016
વધુ વાંચો
अगली ख़बर