સમગ્ર રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, ઠેરઠેર તોડફોડ અને ચક્કાજામ

News18 Gujarati
Updated: April 2, 2018, 3:44 PM IST
સમગ્ર રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, ઠેરઠેર તોડફોડ અને ચક્કાજામ

  • Share this:
સમગ્ર ગુજરાતમાં બંધના એલાનના પગલે દલિત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ તોડફોડ કરવામાં આવી રહી છે. તો વળી કેટલીક જગ્યાઓ પર બસને આગચાંપીની ઘટનાઓ સામે આવી છે. તો વળી કેટલીક જગ્યાઓ પર ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હોવાની પણ ઘટના સામે આવી છે. તો કેટલીક જગ્યા પર ટ્રેન  રોકી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લઈને મુસાફરોને હાલાંકી પહોંચી હતી.

તો વળી કેટલીક જગ્યાએ પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની નોબત આવી હતી. અમદાવાદમાં પોલીસે 4થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ટોળાઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.

તો બીજી તરફ અલગ અલગ જગ્યા પર એસ.ટી બસમાં તોડફોડ કરવામાં આવી રહી છે. બંધના પગલે ST બસ પર બંધની અસર જોવા મળી રહી છે.  બંધથી પ્રભાવિત વિસ્તારોમાં ST બસની સેવા બંધ કરવામાં આવી છે. ઘોળકા-અમદાવાદ રૂટ પર ST બસ બંધ કરવામાં આવી છે. તો  પોરબંદર-રાણાવાવ, થરાદ-ધાનેરા રૂટ પણ બંધ કરવામાં આવી છે. જ્યારે આ તરફ કડી-ચાણસ્મા રૂટ પર પણ કરાઈ ST બસ બંધ કરવામાં આવી છે.

આજે સમગ્ર ભારતમાં બંધનું એલાન આપવામા આવ્યું છે. અને ઠેર-ઠેર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. SC-ST સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે એટ્રોસિટી એક્ટમાં ફેરફાર કરવાના નિર્ણયના વિરોધમાં દલીતો રસ્તા પર ઉતરી આવ્યા છે. અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે દલિત સમાજની નારાજગી જોવા મળી રહી છે.

ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું કે ધરપકડ પહેલા પ્રાથમિક તપાસ થવી જોઈએ અને પ્રાથમિક તપાસ માટે SCએ આપી છે 7 દિવસની સમયસીમા. જેને લઈને દલિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બંધને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યુ છે. અને કોંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન કરશે અને જિલ્લા લેવલે કલેક્ટરને આવેદન પત્ર પણ આપશે

ત્યારે એક નજર કરીએ કે ગુજરાતમાં બંધનો કેવો વિરોધ થઈ રહ્યો છે અને ગુજરાતમાં હાલ શું માહોલ છે.અમદાવાદ:
અમદાવાદમાં મોડી રાત્રે AMTS બસમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બની હતી વેજલપુરના બૂટભવાની મંદિર પાસે કે જ્યાં અજાણ્યા બાઈક સવારો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.અમદાવાદના અનુપમમાં દલિતોના ટોળાંએ દુકાનો બંધ કરાવી હતી અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

તો ભારત બંધના એલાનના પગલે અને લોકો દ્વારા કરવામાં આવી રહેલી તોડફોડના કારણે ST નિગમે નિર્ણય લીધો છે કે પ્રભાવિત વિસ્તારોમાંથી બસ ડાયવર્ટ કરવામાં આવે. જે માટે તમામ ડેપો મેનેજરોને સૂચના આપવામા આવી છે. આ સાથે જ પરિસ્થિતિ જોઈ નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.

તો આ તરફ વાડજમાં અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દલિત યુવાનોએ ગુલાબનું ફુલ આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આસપાસની દુકાનોમાં જઈને દલિત યુવાનો ગુલાબના ફુલો આપી રહ્યાં છે.

સુરત:
દલિત સમાજ દ્વારા બારડોલીના રાજમાર્ગ ખાતે દુકાનો બંધ કરવામાં આવી હતી. અને વિવિધ દલિત અને આદિવાસી સંગઠનઓએ દુકાનો બંધ કરાવી હતી.

રાજકોટઃ
તો બીજી તરફ રાજકોટ 80 ફુટના રોડ પર મોડી રાત્રે એસટી બસમાં તોડફોડ કરવામાં આવી હતી. તો ભક્તિનગર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો રાજકોટમાં બંધના એલાનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભારત બંધના એલાનને પગલે કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આી રહ્યાં છે આ ધરણા સિવિલ હોસ્પિટલ ચોક ખાતે કરવામાં આવ્યા છે.તો કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ બંધ કરવવામાં આવ્યો હતો. SC/STના યુવાનો દ્વારા મોલ બંધ કરાવવામાં આવ્યો હતો. અને મોલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જામનગરઃ
તો જામનગરમાં બંધના પગલે દલિત યુવાનો દ્વારા સમર્પણ સર્કલ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથએ જ દિગજામ ફાટક પર પણ સુત્રોચ્ચાર કર્યા હતા. તો વળી દલિત યુવાનોનું ટોળું ઠેર ઠેર દુકાનો બંધ કરાવી રહ્યું છે.નવસારી:
ભારત બંધ મામલે આદિવાસી દલિત સમાજ રસ્તા પણ ઉતરી આવ્યો છે. નવસારી રેલવે સ્ટેશનથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. તો વળી રેલવે સ્ટેશને પેટ્રોલ પમ્પ બંધ કરાવવા જતા લોકોને પોલીસે અટકાવ્યા હતા. અને બોટલમાં પેટ્રોલ લેવા જતા લોકોને પણ અટકાવવામાં આવ્યા હતા.બોટાદ:
દલિત સમાજ દ્વારા અપાયેલ બંધના મામલે બોટાદના કારિયાની ગામે દલિત સમાજે ટાયર સળગાવી વિરોધ કરી રહ્યાં છે. દલિત સમાજના લોકો રોડ પર ટાયર સળગાવીને વિરોધ કરી રહ્યા છે જેને લઈને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.અરવલ્લી:
અરવલ્લી જિલ્લામાં આજે બંધનાં એલાનને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જેથઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે ધરણાં કરવામાં આવી રહ્યાં છે. આ સાથએ જ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવશે.

બનાસકાંઠા:
બનાસકાંઠા માં SC/ST એક્ટ મામલે બંધનુ એલાન આપવામાં આવ્યું છે. થરાદમાં દલિત સમાજે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને થરાદમાં વિરોધ દર્શાવ્યો હતો. તો વિરોધ પ્રદર્શનના પગલે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.તો દલિતો દ્વારા જબરજસ્તી દુકાનો બંધ કરાવતા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. અને અટકાયતના પગલે દલિત કાર્યકરો પોલીસ મથકે પહોંચી ગયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.અંબાજી:
સમગ્ર ગુજરાતમાં બંધની અસર જોવા મળી રહી છે. ત્યારે બંધનાં એલાનની અંબાજી, દાંતા, હડાદ પંથકમાં કોઇ અસર જોવા મળી નથી. અને બજારો સહીત વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ જોવા મળી રહ્યોં છે.

 
First published: April 2, 2018
વધુ વાંચો
अगली ख़बर