અમદાવાદ : રાહત પેકેજ ન મળતા રિક્ષા ચાલકો નારાજ, કાનૂની જંગ લડી ધરપકડ વહોરવાની ચીમકી


Updated: June 5, 2020, 2:32 PM IST
અમદાવાદ : રાહત પેકેજ ન મળતા રિક્ષા ચાલકો નારાજ, કાનૂની જંગ લડી ધરપકડ વહોરવાની ચીમકી
અશોક પંજાબી.

રાજ્યના 10 લાખથી વધારે ઓટો ચાલકોની હાલત કફોડી, બે જ મુસાફર બેસાડવાની નિયમને કારણે લૉકડાઉન પછી પણ કમાણી શૂન્ય હોવાનો દાવો.

  • Share this:
અમદાવાદ : છેલ્લા અઢી મહિનાથી ચાલતા લૉકડાઉન (Lockdown)ને કારણે અમદાવાદ સહિત રાજ્યના 10 લાખથી વધુ રિક્ષા ચાલકો (Auto Rickshw Driver) કફોડી હાલતમાં મૂકાયા છે. બીજી તરફ રિક્ષા યુનિયન તરફથી રિક્ષા ચાલકો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સરકાર જો 15 દિવસમાં આર્થિક સહાય (Relief Package) જાહેર નહીં કરે તો ન છૂટકે રિક્ષા ચાલકો રાજ્ય વ્યાપી લડતમાં સવિનય કાનૂન ભંગ કરીને હજારોની સંખ્યામાં ધરપકડ વહોરશે અને વિરોધ પ્રગટ કરશે તેવી ચીમકી યુનિયનો તરફથી આપવામાં આવી છે.

રિક્ષાનાં વિવિધ યુનિયનોની તેમના આગેવાન અશોક પંજાબીની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા કલેક્ટર અને આર.ટી.ઓ. સમક્ષ રિક્ષા ચાલકોને તત્કાળ આર્થિક સહાય આપવા ઉગ્ર  રજૂઆતો કરી હતી. છેલ્લા અઢી મહિનાથી રિક્ષા ચાલકો ધંધો ન કરી શકતા હવે તેઓએ સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી છે.

આ પણ વાંચો :  બ્રિજેશ મેરજાનું રાજીનામું મચ્છુ ડેમ પરથી કૂદીને આપઘાત કરવા સમાન : લલિત કગથરા

રિક્ષા યુનિયનો વતી તેમના પ્રમુખ અશોક પંજાબી જણાવે છે કે, કોરોનાના બહાના હેઠળ રાજ્યમાં અઘોષિત ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે, જેના કારણે અમે પોતાના વ્યાજબી હકો માટે તેમજ અસહનીય દમન સામે શાંતિપૂર્ણ અને અહિંસક દેખાવ પણ યોજી શકતા નથી. ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર એકશન કમિટીના પ્રમુખ અને ઈન્ટુકના રાષ્ટ્રીય સચિવ અશોક પંજાબીએ રાજ્ય સરકારના વલણને વખોડી કાઢતા વધુમાં જણાવ્યું કે, પોતાના હિતોની રજુઆત કરવા રિક્ષા ચાલકોના યુનિયનો દ્વારા અમદાવાદની કલેકટર કચેરી પાસેથી શાંતિપૂર્ણ રીતે દેખાવા યોજવા માટે રેલીની મંજૂરી માંગી હતી. પણ તે અરજી કોરોનાના બહાના હેઠળ પોલીસે નામંજૂર કરી છે.

આ પણ વાંચો : સુરત : અનલૉક 1.0 બાદ કાપડ માર્કેટ ખુલ્યાં પરંતુ બંધ જેવી જ હાલત, અનેક ઉદ્યોગ પર માઠી અસર 

અંતે અમે ન છૂટકે રિક્ષા ચાલકો પોતાની રાજ્ય વ્યાપી લડતમાં સવિનય કાનૂન ભંગ કરીને હજારોની સંખ્યામાં ધરપકડ વહોરવા માટે તૈયાર થયા છીએ. સરકાર આગામી 15 દિવસમાં રિક્ષા ચાલકો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી રજુઆત કરવામાં આવી છે. જો આવું નહીં થાય તો સવિનય કાનૂન ભંગ કરી ધરપકડ વહોરવામાં આવશે.
રિક્ષા ચાલક.


આ પણ વાંચો : અમદાવાદ : પ્રસિદ્ધિની આટલી ભૂખ? મેયરે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જ જાહેર કાર્યક્રમ કર્યો

થલતેજના રિક્ષા ચાલક પુજાભાઈ ભરવાડ જણાવે છે કે, છેલ્લા અઢી મહિનાથી એક રૂપિયાનો ધંધો કર્યો નથી. અત્યારની સરકારની પોલીસી મુજબ ધંધો થઈ રહ્યો નથી. અમે બેથી વધારે પ્રવાસી બેસાડી શકતા નથી. શટલ રિક્ષામાં વર્ષોથી બેસતા ટેવાયેલા લોકોને ભાડું પણ પરવડતું નથી. આ જ કારણે હજુ પણ અમારી આવક શૂન્ય છે. સરકાર કોઈ રાહત આપે તેવું અમે ઇચ્છી રહ્યા છીએ.
First published: June 5, 2020, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading