ગુજરાત ATS અને SOGને મળી મોટી સફળતા: પાકિસ્તાની બોટમાં 150 કરોડના ડ્રગ્સ સાથે 8 શખ્સોની ધરપકડ 

ગુજરાત ATS અને SOGને મળી મોટી સફળતા: પાકિસ્તાની બોટમાં 150 કરોડના ડ્રગ્સ સાથે 8 શખ્સોની ધરપકડ 
ગુરૂવારે  મોડીરાત્રે બાતમીવાળી જગ્યાએ એટલે કે, જખૌથી ૪૦ નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ ‘‘નુહ’’ જોવામાં આવી હતી.

ગુરૂવારે  મોડીરાત્રે બાતમીવાળી જગ્યાએ એટલે કે, જખૌથી ૪૦ નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ ‘‘નુહ’’ જોવામાં આવી હતી.

  • Share this:
ગુજરાત એટીએસ અને એસઓજીને મોટી સફળતા મળી છે. રૂપિયા ૧૫૦ કરોડના હેરોઇનના (heroin drug) જથ્થા તથા પાકિસ્તાની બોટ (Pakistani Boat) તથા આઠ ઇસમોને મધદરીયેથી પકડી પાડવામાં આવ્યાં છે.  ગુજરાત એ.ટી.એસ (Gujarat ATS) . SOG દ્વારકા (SOG Dwarka) તથા કોસ્ટગાર્ડ.એ.ટી.એસ.ના (coast gaurd ATS) અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયા  નાઓને બાતમી મળી હતી કે, પાકિસ્તાનથી દરીયાઇ માર્ગે પ્રતિબંધિત હેરોઇનનો જથ્થો ભારત પાકિસ્તાન IMBL પરથી જખૌથી આશરે ૪૦ નોટીકલ માઇલ પાકિસ્તાનની બોટ ‘‘નુહ’’ માં આવવાનો છે.  જે બાદ આ જથ્થો પંજાબ જવાનો છે. જે બાતમીના આધારે એ.ટી.એસ.ની ટીમ તથા દ્રારકા એસ.ઓ.જી. જખૌ ખાતે આવી જખૌ કોસ્ટગાર્ડના ઉચ્ચઅધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની ઇન્ટરસેપ્ટર બોટમાં બેસી રવાના થઇ ઉપરોકત બાતમીવાળી જગ્યાએ પેટ્રોલિંગ કરતા આ સફળતા મળી છે.

ગુરૂવારે  મોડીરાત્રે બાતમીવાળી જગ્યાએ એટલે કે, જખૌથી ૪૦ નોટીકલ માઇલ ભારતીય જળસીમામાં બાતમી પ્રમાણેની શંકાસ્પદ બોટ ‘‘નુહ’’ જોવામાં આવી હતી.

જેથી આ બોટને આંતરી આ બોટમાં રહેલા આઠ પકિસ્તાની ઇસમો તથા તેમના કબ્જામાં રહેલા ૩૦-કિ.ગ્રા. જેટલો હેરોઇનનો જથ્થો જેની અંદાજીત કિંમત આશરે ૧૫૦-કરોડનો તથા આ પાકિસ્તાની ‘‘નુહ’’ બોટ પકડી લઇ જખૌ કોસ્ટગાર્ડ સ્ટેશને આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આપણે ગુજરાતમાં લૉકડાઉન નથી કરવાના, અત્યારે કોઇ જરૂર નથી: CM વિજય રૂપાણી

મળતી માહિતી પ્રમાણે,  ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસ છેલ્લા ઘણા સમયથી ડ્રગ માફિયા સામે કાર્યવાહી કરી રહી છે. તે અંતર્ગત ફરીવાર પાકિસ્તાનની એક વધુ નાપાક ચાલનો પર્દાફાશ થયો છે. હાલતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ડ્રગ પંજાબમાં જઈ રહ્યું હતું અને હવે એટીએસ અને એસઓજી એ તપાસ કરી રહી છે કે, પંજાબમાં કોની પાસે આ ડ્રગ જવાનું હતું. પંજાબથી અન્ય રાજયમાં આ ડ્રગનું સપ્લાય થવાનું હતું કે કેમ.વાપી: કોરોના દર્દીનાં મોત બાદ બાકી બિલ વસૂલવા હૉસ્પિટલે પરિવારની કાર કબજે કરી લીધાનો આક્ષેપ

હાલ તો, તમામ લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કર્યાવહી હાથ ધરવામાં આવશે અને પાકિસ્તાનથી કોના ઈશારે આ મોકલવામાં આવ્યું હતું તેની તપાસ કરવા માં આવશે.
Published by:Kaushal Pancholi
First published:April 15, 2021, 13:53 pm

ટૉપ ન્યૂઝ