રાજ્યમાંથી વધુ 50 વિદેશી હથિયાર જપ્ત, ગુજરાત ATSએ વધુ 10 લોકોની ધરપકડ કરી


Updated: June 30, 2020, 12:15 PM IST
રાજ્યમાંથી વધુ 50 વિદેશી હથિયાર જપ્ત, ગુજરાત ATSએ વધુ 10 લોકોની ધરપકડ કરી
ATS તરફથી જપ્ત કરવામાં આવેલા હથિયાર (પ્રથમ દરોડાંની તસવીર)

ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયાર સ્મગલિંગથી ગુજરાત લાવવામાં આવતા હતા, આ માટે નેપાળ બોર્ડરનો ઉપયોગ થતો હતો.

  • Share this:
અમદાવાદ : ગુજરાત ATS દ્વારા થોડા દિવસો પહેલા 54 વિદેશી અને દેશી હથિયારો સાથે નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ગુપ્તા ગન હાઉસ (Gupta Gun House)ના મલિકની તપાસમાં વધુ માહિતી સામે આવી હતી. પોલીસે તપાસ દરમિયાન વધુ 50 વિદેશી હથિયારો (Firearms) કબ્જે કર્યાં છે. આ સાથે પોલીસે 10થી વધુ લોકોની ધરપકડ (Gujarat ATS arrests 10 People) પણ કરી લીધી છે.

ATS દ્વારા સોમવારે રાતે રાજ્યમાં અલગ અલગ નવ જગ્યાએ દરોડા (Gujarat ATS Raid) પાડવામાં આવ્યા હતા. દરોડાં દરમિયાન વધારે મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ATS પાસેથી મળતી માહિતી પ્રમાણે આ તમામ હથિયાર ખૂબ જ મોંઘા છે.

ગુપ્તા ગન હાઉસનો માલિક.


આ પહેલા પણ ATS તરફથી જે 54 હથિયાર કબજે લેવામાં આવ્યા હતા તેમાં પણ મોટાભાગના હથિયાર વિદેશી હતા. ATSની તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયાર સ્મગલિંગથી લાવવામાં આવતા હતા. જેમાં નેપાળ બોર્ડરનો ઉપયોગ થતો હતો. (આ પણ વાંચો : લગ્નના 15 દિવસમાં પત્ની 8 અઠવાડિયાની પ્રેગ્નેન્ટ હોવાનું જાણી પતિ પણ ચોંક્યો)

ફાઇલ તસવીર


આ હથિયારો મામલે ગુપ્તા ગન હાઉસની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. ગુપ્તા ગન હાઉસનો માલિક આ હથિયારો મંગાવી પોતાના ગન હાઉસમાં ચોપડે ખોટી રીતે બતાવી તેને અન્ય ગન હાઉસને આપી દીધા છે તેવું બતાવી અન્ય લોકોને વેચી દેતો હતો. નોંધનીય છે કે આ હથિયારો કેટલા નામચીન વ્યક્તિઓ પણ ખરીદ્યા હતા. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ATS કાર્યવાહી કરી રહી છે.
First published: June 30, 2020, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading