ગુજરાત ATSના પાંચ જિલ્લામાં દરોડા, 54 વિદેશી હથિયારો સાથે 9 આરોપીને દબોચી લીધા

News18 Gujarati
Updated: June 20, 2020, 2:42 PM IST
ગુજરાત ATSના પાંચ જિલ્લામાં દરોડા, 54 વિદેશી હથિયારો સાથે 9 આરોપીને દબોચી લીધા
ગુજરાત એટીએસ ઑફિસની તસવીર

ગુજરાત ATSનું સૌથી મોટું આપરેશન "વેપન", કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલી, અમદાવાદ જિલ્લામાં સપાટો બોલાવ્યો

  • Share this:
અતુલ જોશી, મોરબી : ગુજરાતના એન્ટી ટેરેરીસ્ટ સ્કોવર્ડ દ્વારા રાજયના અમદાવાદ સહિત,કચ્છ, મોરબી, અને ભાવનગર અને અમરેલી જિલ્લામાં દરોડા પાડી 54 ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટના હથિયારો ઝડપી પાડયા છે. આ મામલે હમણાં સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લાં નવ દિવસથી એટીએસ દ્વારા શરૂ કરવામાં આવેલી ગુપ્ત ઓપરેશનને શુક્રવારની રાતે અંજામ આપવામાં આવ્યો હતો સમગ્ર ઓપરેશન સ્થાનિક પોલીસની જાણ બહાર થયુ હતુ.

ગુજરાત એટીએસના ડીઆઈજી હિંમાંશુ શુકલાને જાણકારી મળી હતી કે થોડા દિવસ પહેલા કચ્છ પોલીસે પકડેલી ગેંગને હથિયાર આપવાનું કામ અમદાવાદના એક નામાંકિત હથિયાર ડીલર ગુપ્તા ગન હાઉસમાંથી હથિયારો આપવામાં આવ્યા છે, આ માહિતીને આધારે તેમણે ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ ભાવેશ રોજીયાને આ ટીપ ઉપર કામ કરવાની સુચના આપતા ડીવાયએપી રોજીયાએ અલગ અલગ ટીમ્સ તૈયાર કરી કોની પાસે કેટલા ગેરકાયદે હથિયારો છે અને કયાં છે તેની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી, શુક્રવારની સાંજે તમામ માહિતી આવી જતા એટીએસના ટીમોએ મોડી રાતે ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યુ હતું.


જો કે આ ઘટના ક્રમ કચ્છના મોરના શિકાર માટે આવેલા લોકો આધુનિક હથિયાર સાથે પકડાયા હતા જેમાં કચ્છ ભુજ પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો અને જીવતા કારટીસ જપ્ત કર્યા હતા જેમાં ATS ના વડા હિમાંશુ શુકલા ને આ બાબતની માહિતી મળતા તેઓએ આ માં મોટા કૌભાંડની શંકા દર્શાવી હતી બાદમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી.

જોકે, આ ઓપરેશનમાં એટીએસ ઉપર વળતો હુમલો થવાની પણ આશંકા હતી, કારણ કેટલાંક ગેંગસ્ટરો પાસે પણ આધુનિક હથિયારો હતા, જેના કારણ પુરતી તૈયારી સાથે ટીમો અલગ અલગ જિલ્લામાં રવાના થઈ હતી.

આ પણ વાંચો :   સુરત : નોકરીની શોધમાં નીકળેલા યુવાનનું કારસ્તાન, લાઇસન્સ માંગતા બાઇક સળગાવાનો પ્રયાસગુજરાત એટીએસની ટીમોએ અમદાવાદ, ભાવનગર, મોરબી જિલ્લાના વાંકાનેર, કચ્છ અને અમરેલીમાં દરોડા પાડી એક પછી એક હથિયારો અને આરોપી પકડવાની શરૂઆત કરી હતી, શનિવારની વહેલી સવાર સુધી ચાલેલા ઓપરેશનમાં ભારતીય અને વિદેશી બનાવટના 54 હથિયારો મળી આવ્યા હતા.

આ પણ વાંચો :  રાજકોટ : 'વિજય રૂપાણી CM બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી'

ભગવાન જગન્નાથ યાત્રા પૂર્વે ખુલેલા હથિયારો ના કૌભાંડમાં પકડાયેલા આરોપીઓમાં કેટલાંક ખુંખાર ગેંગસ્ટર પણ છે. જેમની ઉપર અનેક હત્યાનો આરોપ છે. જયારે કેટલાંક નામાંકિત લોકો પણ છે જેમની પાસે હથિયારનો પરવાનો તો હતો પરંતુ તેમની પાસેના હથિયાર ગેરકાયદે હતા. વાંકાનેરમાંથી એક કુખ્યાત શખ્સ મુસ્તાક બ્લોચ નામના ઈસમની હથિયારો સાથે ધરપકડ કરાઈ હોવાના સમાચારો મળી રહ્યા છે. જોકે આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા બપોર બાદ મીડિયાને સત્તાવાર વિગતો આપવામાં આવે તેવી શક્યતા છે.
First published: June 20, 2020, 2:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading