Home /News /madhya-gujarat /ગુજરાત ATSને મળી મોટી સફળતા, અજમેર દરગાહ બ્લાસ્ટ કેસનો આરોપી ઝડપાયો

ગુજરાત ATSને મળી મોટી સફળતા, અજમેર દરગાહ બ્લાસ્ટ કેસનો આરોપી ઝડપાયો

અજમેર દરગાહ બ્લાસ્ટ કેસ આરોપી સુરેશ નાયર

એ.ટી.એસ ગુજરાતના અધિકારીઓને અગત્યની માહિતી મળી હતી કે, સુરેશ નાયર આગામી દિવસોમાં ભરુચ પાસેના શુક્લતીર્થની મુલાકાત લેવાનો છે

    હર્મેશ સુખડીયા - અમદાવાદ

    ગુજરાત આતંકવાદી વિરોધી દળને મોટી સફળતા મળી છે. ગુજરાત આતંકવાદ વીરોધી દળે છેલ્લા કેટલાએ સમયથી નાસતા-ફરતા અજમેર દરગાહ બ્લાસ્ટ કેસના આરોપી સુરેશ દામોદરદાસ નાયરને ઝડપી પાડ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, અજમેર દરગાહ બ્લાસ્ટ કે જેની તપાસ એન.આઇ.એ. દ્વારા ચાલી રહી છે, તેના વોન્ટેડ આરોપી ખેડા જીલ્લાના ઠાસરાનો રહેવાસી સુરેશ દામોદર નાયરની ધરપકડ આતંકવાદ વિરોધી દળ ગુજરાતનાઓએ કરી છે.

    એ.ટી.એસ ગુજરાતના અધિકારીઓને અગત્યની માહિતી મળી હતી કે, સુરેશ નાયર આગામી દિવસોમાં ભરુચ પાસેના શુક્લતીર્થની મુલાકાત લેવાનો છે અને તેથી તે જગ્યાની લાંબા ગાળાની વોચ ગોઠવવામાં આવી હતી. એ.ટી.એસની એક ટીમ દ્વારા સુરેશ નાયરને તેના આગમન સમયે જ આજ રોજ ઓળખી કાઢી તેની અટક કરી છે. તેને હાલ અમદાવાદ ખાતે આગળની પુછપરછ માટે લાવવામાં આવ્યો છે. તથા આગામી દિવસોમાં તેને એન.આઇ.એ.ને સોપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ આરોપીની ધરપકડ પર એન.આઇ.એ. દ્વારા રૂ. ૨ લાખનું ઇનામ ઘોષિત કરવામાં આવ્યું હતું.

    એન.આઇ.એ. દ્વારા કરવામાં આવેલી તપાસ દરમ્યાન એવું જાણવા મળ્યું હતું કે, સુરેશ નાયરે કથિતરુપે બોમ્બનો સામાન બીજા ષડ્યંત્રકારીઓને સપ્લાય કર્યો હતો, અને તે પોતે પણ ગુનાની જગ્યા ઉપર કથિત રુપે હાજર હતો. નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા આ કેસના કેટલાક આરોપીઓને જન્મટીપની સજા આપી છે.

    ઉલ્લેખનીય છે કે, તા.૧૧- ૧૦ - ૨૦૦૭ના રોજ અજમેર દરગાહ ખાતે એક બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, આ વિસ્ફોટમાં 3 વ્યક્તિઓના ગટના સ્તળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ૧૭ લોકોને ઇજા થઈ હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Arrested, Big success, Gujarat ATS, આરોપી`

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन