ATSએ ઝડપી પાડ્યો ગાંધીનગરનો સિરિયલ કિલર, 11 મહિનાથી ફરાર હતો

News18 Gujarati
Updated: September 15, 2019, 10:01 AM IST
ATSએ ઝડપી પાડ્યો ગાંધીનગરનો સિરિયલ કિલર, 11 મહિનાથી ફરાર હતો
ગાંધીનગરનાં સિરીયલ કિલરને એટીએસએ ઝડપી પાડ્યો છે.

આ સિરિયલ કિલરને (Serial Killer) 3 હત્યાનાં કેસમાં પોલીસ (Gujarat Police) 11 મહિનાથી શોધી રહી હતી.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : રાજ્યમાં ચકચાર મચાવનાર અમદાવાદ ગાંધીનગરનાં સિરિયલ કિલરને એટીએસએ ઝડપી પાડ્યો છે. આ કિલરને 3 હત્યાનાં કેસમાં પોલીસ મહિનાઓથી શોધી રહી હતી. એટીએસએ સિરિયલ કિલર મોનિશ માલીને ગઇકાલે એટલે શનિવારે મોડીરાતે સરખેજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

3 હત્યામાં સરખી મોડસ ઓપરન્ડી

ગાંધીનગર જિલ્લામાં આતંક મચાવનાર સિરિયર કિલરે ગત ઓક્ટોબર મહિનામાં એક પછી એક એમ ત્રણ હત્યાઓ કરી હતી. આ ત્રણેય હત્યાઓ પણ એક સરખી મોડસ ઓપરન્ડીથી કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને જોતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ એક સીટની રચના કરી તપાસ આદરી હતી. પરંતુ કોઇ પગેરું મળ્યું નહોતું. પોલીસે ગાંધીનગરની હદમાં આવતા તમામ CCTV ફૂટેજ મેળવીને તપાસ કરી હતી તો પણ આમાં કોઇ જ કડી મળી નહોતી. પોલીસને હત્યા સ્થળેથી લોંગ કોટ અને ટોપી પહેરેલી એક વ્યક્તિની ઓળખ મળી હતી, જેના ફૂટેજ ઉપરથી એક સ્કેચ જાહેર કર્યો હતો.

પોલીસે જાહેર કરેલો સ્કેચ


 

જાણો શું હતો આખો મામલોનોંધનીય છે કે ગત ઓક્ટોબરથી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એક સરખી અને એક પિસ્તોલથી થઈ હોવાનું માલુમ પડતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ સીટની રચના કરી હતી. જેમાં વિવિધ દરજ્જાના અધિકારીઓ અને એજન્સીઓને સામેલ છે. દિવસો સુધી અજાણ્યા હત્યાને શોધવા માટે પોલીસે સંખ્યાબંધ સ્થળના CCTV ફુટેજ મેળવ્યા હતા. પણ કોઈ ચોક્કસ કડી મળી નહોતી. પરંતુ મોડે મોડે તમામ હત્યા સ્થળ પાસે લોંગ કોટ અને ટોપી પહેરેલી વ્યક્તિ હોવાની જાણકારી મળી હતી. ઉપરાંત આ વ્યકિતના CCTV ફૂટેજ પણ મળ્યા હતા. પોલીસ દ્વારા આ ફૂટેજ અને તેના આધારે તૈયાર કરાયેલા ફોટોગ્રાફ અને સ્કેચને અનેક લોકોને બતાડી તેની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં તેની ઓળખ કિન્નર રાની તરીકે થઇ હતી. પરંતુ બાદમાં આ વ્યઢળ સિરિયલ કિલર ન હતો તેવું સામે આવ્યું હતું.



 
First published: September 15, 2019, 7:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading