અમદાવાદ : રાજ્યમાંથી વધુ 1.2 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 17 કિલો માલ સાથે 2 શખ્સો સાણસામાં

અમદાવાદ : રાજ્યમાંથી વધુ 1.2 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 17 કિલો માલ સાથે 2 શખ્સો સાણસામાં
પંજાબથી આવી રહેલો જથ્થો ઇમરાન નામના શખ્સ સુધી લઈ જવાની ખેપ હતી

ગુજરાત ATS અને બનાસકાંઠા SGOના સંયુક્ત ઑપરેશનમાં પંજાબથી આવી રહેલો માલ ઝડપાયો, પોલીસને શંકા ન પડે તે માટે સફરજનની આડમાં સંતાડ્યું હતું ચરસ

  • Share this:
ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે જ્યારથી આશિષ ભાટિયા ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગુજરાતમાં એનડીપીએસ વધુમાં વધુ કેશો કરી માદક પદાર્થો ગુજરાતમાં આવતા અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગાંજો ચરસ અને એમડી ડ્રગ્સ હેરાફેરી કરતા શખ્સો સામે લાલ આંખ કરી અમદાવાદ પોલીસે પણ કરોડોનો જથ્થો કબજે કર્યો છે ત્યારે ફરી એક વખત ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીના સંયુકત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પાલનપુરમાંથી પકડવામાં આવ્યો છે.

એટીએસના પી.આઈ સી આર જાદવ ને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે પાલનપુર ની હોટલ માં ચરસના જથ્થા સાથે બે વ્યક્તિઓ આવવાના છે જે અંગે વોચ ગોઠવી સફરજન બોક્સમાંથી 17 કિલો જેટલો ચરસ જથ્થો પકડી પાડયો હતો પકડાયેલા ચરસની અંદાજિત બજાર કિંમત 1 કરોડ 2 લાખ જેટલી થાય છે.ચરસના જથ્થા સાથે ઝડપાયેલ બંને શખ્સો ફહીમ  બેગ અને સમીર શેખ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે જેમને આ ચરસનો જથ્થો લુધિયાણાથી લાવી આપવાનું કામ હતું.આ પણ વાંચો :  અમદાવાદ : યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો આધેડ, રણચંડીએ લાકડીએથી કરી ધોલાઈ

જેથી લુધિયાણા સબ્જીમંડીમાં એક ટ્રક તેમને ચરસનો જથ્થો આપી ગઈ હોવાની કબૂલાત કરી છે અને ઇમરાન નામના શખ્સને ચરસનો જથ્થો પહોંચાડતા 50,000 રૂપિયા પણ મળવાના હતા પરંતુ તે પહેલાં જ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આરોપી ઇમરાન કોણ છે અને તે કંઈ રીતે અમદાવાદમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો.

હાલ તો ATSએ પકડાયેલ આરોપીઓને બનાસકાંઠા SOGને સોંપી ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરશે અને તેની તપાસમાં અમદાવાદથી મહારાષ્ટ્ર નું કનેકશન સામે આવી શકે છે. મહત્વ ની વાત તો એ છે કે જે રીતે ડ્રગની સપ્લાય કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે તે દેખાઈ આવે છે.

આ પણ વાંચો :  જૂનાગઢ : મીની બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવાન તબીબનું ઘટના સ્થળે મોત

છેલ્લા એક મહિના માં જ 27 થી વધુ આરોપીઓને કરોડો રૂપિયાનાં ડ્રગ સાથે ગુજરાત પોલીસે પકડી પાડ્યાં છે અને જેમાં ખાસ કરીનેને તમામ ડ્રગ સામેલ છે.ગાંજો,ચરસ,એમડી,કોકિન સહિત અલગ અલગ ડ્રગ સાથે આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે અને મુંબઈ કનેકશન પણ સામે આવ્યું છે.
Published by:Jay Mishra
First published:October 13, 2020, 22:07 pm

ટૉપ ન્યૂઝ