અમદાવાદ : 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો 'સુલતાન', ATSને જણાવ્યું ક્યાંથી લાવ્યો હતો માલ

અમદાવાદ : 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો 'સુલતાન', ATSને જણાવ્યું ક્યાંથી લાવ્યો હતો માલ
આરોપી સુલતાનની ફાઇલ તસવીર

અમદાવાદમાં ડ્રગ્સની રેલમછેલ કરતા નશાના સોદાગર પર એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ ત્રાટકી, જાણો ક્યાંથી આવે છે અમદાવાદમાં માલ, પેડલરે અજમેર શરીફના ખાદિમનું નામ લેતા ખળભળાટ

  • Share this:
શહેરમાથી વધુ એક વખત માદક પ્રદાર્થના જથ્થા (MD Drugs) સાથે એક આરોપીની ધરપકડ થઈ છે. આ આરોપી 1 કિલો એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહ્યો હતો પરંતુ સપ્લાયર સુધી ડ્રગ્સ પહોંચે તે પહેલા પેડલરની ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી છે.આ આરોપી પાસેથી 1 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામા આવ્યુ છે. ગુજરાત એટીએસની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ મોહમદ સુલતાન શેખ છે જે મૂળ મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો રહેવાસી છે.

ગત મોડી રાતે આરોપી મુંબઈથી 1 કિલો ડ્રગ્સ સાથે ખાનગી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવી રહ્યો હતો. જે બાતમી મળતા ગુજરાત એટીએસે શાહીબાગ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર સુલતાનને શાહીબાગ પાસે લાલ ટીશર્ટ પહેરેલા સપ્લાયરને ડ્રગ્સ સોંપવાનું હતુ પરંતુ ડ્રગ્સ સોંપાય તે પહેલા પેડલરને ઝડપી પાડ્યો છે.



આ પણ વાંચો : રાજકોટ : 'મહિને લાખ રૂપિયા કમાતી વહુ મળતી હતી, અમારા નસીબ ખરાબ કે તું ભટકાણી'

ડ્રગ્સ પેડલર સુલતાનની વધુ પુછપરછ કરતા સામે આવ્યુ કે અજમેર શરીફ દરગાહના ખાદિમ વસીમના કહેવાથી તે ડ્રગ્સ લઈને અમદાવાદ આવતો હતો અને મૂળા સુહાગ કબ્રસ્તાન પાસે ડિલિવરી કરવાની હતી 1 કરોડ ની કિંમતના મેથામ્ફેટામાઈન કબ્જે કરી એટીએસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  સુરત : શરમજનક ઘટના! નિષ્ઠુર માતા 2 મહિનાનું બાળક ત્યજી ફરાર, બ્રિજ પરથી મૃત હાલતમાં મળ્યું

જેમાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામા આવી છે. અગાઉ પણ ગુજરાત અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ કબ્જે કરવામા આવ્યું છે પરંતુ ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા મા પોલીસ સફળ નથી થઈ, ત્યારે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલ પેડલરની તપાસ બાદ શું નવા ખુલાસા થાય છે અને ડ્રગ્સ ના રેકેટમા શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.

આ મામલે ગુજરાત ATS તપાસ કરશે કે મુખ્ય સોદાગર કોણ છે અને તેનું કનેક્શન ક્યાં સુધી લંબાયેલું છે. જોકે, અગાઉ પણ પકડાયેલા ડ્રગ્સના મામલે કોઈ મોટા માથાના નામ હજુ સુધી ખુલ્યા નથી.
Published by:Jay Mishra
First published:January 20, 2021, 16:43 pm

ટૉપ ન્યૂઝ