Home /News /madhya-gujarat /

અમદાવાદ : અર્થતંત્રને નુકસાન પહોંચાડવા કરતો ષડયંત્ર, ગુજરાત ATSએ ગોવાથી આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : અર્થતંત્રને નુકસાન પહોંચાડવા કરતો ષડયંત્ર, ગુજરાત ATSએ ગોવાથી આરોપીની ધરપકડ કરી

પકડાયેલ આરોપી સોહેલ સૈયદ મૂળ ગોવાના મડગાંવનો રહેવાસી છે

Gujarat ATS - આ કેસમાં અગાઉ પણ 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં બદલી ભારતીય અર્થતંત્રને (Indian economy)નુકસાન પહોંચાડવાના ઈરાદે કામ કરતી ટોળકીને ગુજરાત ATS (Gujarat ATS)એ પકડી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આ કેસમાં વધુ એક આરોપીને ATS દ્વારા ગોવામાંથી (Goa)પકડી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી સોહેલ સૈયદ મૂળ ગોવાના મડગાંવનો રહેવાસી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં ઓક્ટોબરમાં ગેરકાયદેસર Volp Exchange માં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાંથી મો. શાહીદ સૈયદ નામના શખ્સની ધરપકડ કરી હતી. જે સીમબોક્સ આધારીત ગેરકાયદેસર Volp Exchange ચલાવતો હતો અને સીમબોક્સના ઉપયોગ કરી ગેરકાયદેસર ટેલિફોન એક્ષચેન્જનો ધંધો કરતો હતો. આ કેસમાં અત્યાર સુધી તપાસ કરતા 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા હતા. જ્યારે 2 આરોપીઓ વોન્ટેડ હતા. જેને પગલે ચોક્કસ હકીકતના આધારે ગુજરાત ATS બી ટીમે મોહમદ સોહેલ સૈયદને ગોવા ખાતેથી પકડી લીધો હતો.

મહત્વનું છે કે પકડાયેલ આરોપી 2018થી આ ગુનાના મુખ્ય આરોપી નજીબના સંપર્કમાં હતો. માર્ચ-2020થી અમદાવાદથી પકડાયેલ આરોપી શાહીદ લિયાકત અલી સૈયદ સાથે મળી સીમબોક્સના ઉપયોગ કરી ગેરકાયદેસર ટેલિફોન એક્ષચેન્જનો ધંધો કરતો હતો. જોકે આ કેસમાં હજુ પણ એક આરોપી નજીબ ફરાર છે જેને પકડવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - અમદાવાદ : વીઆઇપી ચોર ઝડપાયા, પ્લેનમાં ચોરી કરવા આવતા, 5 સ્ટાર હોટલમાં રોકાતા, ટેક્સી કેબમાં ફરાર થઇ જતા

આ મામલે ATS ની કાર્યવાહી બાદ ક્રાઈમ બ્રાન્ચે પણ એક કેસ કર્યો હતો અને જેમાં પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પણ આજ પ્રકારની મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ લોકો દેશને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા હતા. સાથે સાથે દેશના સુરક્ષા સાથે પણ ચેડાં કરી રહ્યા હતા. આ લોકો માત્ર રૂપિયા માટે કરતા હતા કે તેની પાછળ બીજો કોઈ હેતુ હતો તે પણ મોટો સવાલ છે.

ભાઈ-બહેને 3 કરોડ રૂપિયાનો ચુનો શહેરીજનોને લગાવ્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad crime branch) એક કા ડબલ અને સારું વળતર આપવાની લાલચ આપનાર ભાઈ-બહેનની ધરપકડ કરી છે. આ આરોપીઓએ અત્યાર સુધીમાં 3 કરોડ રૂપિયાનો ચુનો શહેરીજનોને લગાવ્યો છે. આરોપીઓએ ચિરાગ મિત્ર મંડળ નામની પોન્જી સ્કીમ (Ponzi scheme) ઉભી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.

દર મહિને લકી ડ્રોમાં જે રોકાણકારનું નામ આવે તેને 1.50 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ રોકાણ કર્યા બાદ આરોપીઓએ આવા કોઈ ડ્રો કર્યા ન હતા જેને કારણે રોકાણકારોના નાણાં ડૂબી ગયા હતા. જેને કારણે રોકાણકારોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. જેને આધારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે આરોપી ભાઈ-બહેનની ધરપકડ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Gujarat ATS, ગુજરાત

આગામી સમાચાર