અમદાવાદ: ગુજરાત એટીએસએ (Gujarat ATS) હથિયારની તસ્કરીનું મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATS એ 24 આરોપીઓની 54 જેટલા હથિયારો સાથે ધરપકડ કરી લીધી છે. તમામ હથિયારો ભારતીય બનાવટના હોવાનું સામે આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના (Saurashtra) અલગ અલગ ગામડાંઓમા આ હથિયારના સોદા કરવામાં આવતા હતા.
ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, અમદાવાદમાં હથિયારની હેરાફેરી કરવા હત્યાના પ્રયત્નોના આરોપી કે જે પેરોલ જમ્પ ફરાર છે તે આવવાનો છે અને પછી તો બસ હથિયારોનું મોટું રેકેટ માત્ર 24 કલાકમાં ગુજરાત એટીએસે ઝડપી પાડ્યું. આરોપીઓ મોતના સમાનની તસ્કરી કરતા હતા. જેમા એક બે નહિ પરંતુ 100 જેટલા હથિયારોની તસ્કરી કરી ચૂક્યા છે. આ આરોપીઓ વધુમાં ગુજરાત એટીએસ દ્વારા હાલ 24 આરોપીઓની ધપરકડ કરીને 54 ઇન્ડિયન મેઇડ પિસ્તોલ કબ્જે કરી લેવામાં આવી છે.
આરોપીઓએ કાર્ટિઝ ગુપ્ત જગ્યાએ દાટેલી હોવાની માહિતીના આધારે શોધખોળ શરૂ કરી દીધી છે. ગુજરાત એટીએસની ગિરફતમાં આવેલા તમામ આરોપીઓ સૌરાષ્ટ્ર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. એટીએસની પ્રાથમિક તપાસમાં આ હથિયારો આ આરોપીઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિ આચરવા માટેના ફિરાકમાં હતા.
ગુજરાતમાં મોટી માત્રામાં ડ્રગઝ મળી આવતું હતું અને હવે મોટી સંખ્યામાં હથિયારો પણ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસે આ કેસમાં સૌ પ્રથમ દેવેન્દ્ર બોરીચા અને ચાંપરાજ ખાંચરની અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસેથી બે બે હથિયાર એમ કુલ 04 હાથ બનાવટની પિસ્તોલ કબ્જે કરી હતી. આ બંને આરોપીઓની સઘન પૂછપરછમાં તેમની પાસેથી મળી આવેલા આ ચારેય હથિયાર મધ્યપ્રદેશના કુક્ષી જિલ્લાના બાગ ગામમાંથી ખરીદી કરી હતી અને વડોદરા ખાતેના વનરાજ નામના શખશને સપ્લાય કરવા માટે જવાના હતા.
અત્યાર સુધીમાં આ તમામ આરોપીઓએ મધ્યપ્રદેશના ધાર ખાતેથી 100 જેટલી બનાવટી પિસ્તોલ લાવી સૌરાષ્ટ્રના જુદા જુદા જીલાઓ જેમકે, સુરેન્દ્ર નગર, બોટાદ અને રાજકોટના કેટલાક શખશોની વેચી દીધેલા હોવાની કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે. જે પૈકી એટીએસે 54 હથિયાર કબ્જે કરી વેચેલા વધુ હથિયાર કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર