Home /News /madhya-gujarat /

ગુજરાત ATS અને DRIને મળી વધુ એક સફળતા, 90 કિલો હીરોઇન કબ્જે કરવામાં આવ્યું

ગુજરાત ATS અને DRIને મળી વધુ એક સફળતા, 90 કિલો હીરોઇન કબ્જે કરવામાં આવ્યું

પકડાયેલું ડ્રગ્સ

Gujarat Drugs Racket: ATS અને DRI દ્વારા સયુંકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જેમાં પહેલા તપાસ કરતા અધિકારીઓને 395 કિલો યાર્નની વચ્ચે લિકવિડ ફર્મના (Liquid firm heroin) હેરોઇન મળી આવ્યું.

ગુજરાત ATS અને DRIને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે.ગુજરાત ATSને માહિતી મળી હતી કે અમરેલીના (Amreli) પીપાવાવના પોર્ટ (Pipavav port) પર એક કન્ટેનર આવેલ છે. અને જે 5 મહિના પેહલા આવેલ છે અને જેમાં ડ્રગ છે. જેથી ATS અને DRI દ્વારા સયુંકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને જેમાં પહેલા તપાસ કરતા અધિકારીઓને 395 કિલો યાર્નની વચ્ચે લિકવિડ ફર્મના (Liquid firm heroin) હેરોઇન મળી આવ્યું.

મહત્વ નું છે જે જેની તપાસ કરતા જાણવા મળ્યું કે 90 કિલો હોવાનું સામે આવી રહ્યું છે અને જેની કિંમત આશરે 450 કરોડની કિંમત થાય છે. હાલ આ તપાસ DRI દ્વારા કરવામાં આવી રહી છે અને આ ડ્રગ કોણે અને ક્યાં થી મંગાવ્યું હતું અને આ રેકેટમાં કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહ્યું છે. હવે તપાસ બાદ મોટો ખુલાસાઓ સામે આવી શકે છે.

નોંધનીય વાત તો એ છે કે ATS દ્વારા છેલ્લા એક સપ્તાહમાં આ 3 મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને જેમાં સૌથી પહેલા કંડલા પોર્ટ પરથી 1439 કિલો હેરોઇન પકડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જખૌ બોર્ડર પરથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને સાથે રાખીને 280 કરોડનું હેરોઇન કબ્જે કરવામાં આવ્યું હતું. અને જેમાં 9 પાકિસ્તાનીને પકકડવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સોઃ સંતાકૂકડીની રમતમાં આઈસ્ક્રીમના બોક્સમાં સંતાયા બાળકો, શ્વાસ રૂંધાતા મોત

અને તેમની તપાસમાં દિલ્હી અને up કનેકશન સામે આવ્યું જેથી ATS અને ncb દ્વારા દેશભરમાં કાર્યવાહી કરવામાં આવી જેમાં દિલ્હી થી 4 લોકો ની ધરપકડ કરવામાં આવી અને જેમાં હૈદરના ફેકટરીમાંથી વધુ 35 કિલો હેરોઇન પણ મળી આવેલ.

આ પણ વાંચોઃ-Crime News: પૂર્વ DIGની BJP નેતાની પુત્રવધૂએ ઘરમાં કરી આત્મહત્યા, પતિ લાપતા

મહત્વનું છે કે દિલ્હી ncb દ્વારા વધુ કાર્યવાહી કરતા સાહિન બાગમાં વધુ કાર્યવાહી કરવામાં આવેલ અને જેમાં વધુ 50 કિલો ડ્રગ અને 30 લાખ રોકડ પણ મળી આવેલ.

અને તપાસ કરતા જાણવા મળ્યું કે આ ડ્રગ અફઘાનિસ્તાનથી મંગાવવામાં આવેલ અનવ રોકડ રૂપિયા હવાલા મારફતે આવ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય વાત તો યે પણ છે કે અટારી બોર્ડર પર થી ભારતીય કસ્ટમ દ્વારા 102 કિલો હેરોઇન કબ્જે કરવામાં આવેલ અને જેમાં હૈદરની ભૂમિકા પણ સામે આવી રહી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, DRI, Gujarat ATS

આગામી સમાચાર