અમદાવાદઃ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ (Election Commission of India) દેશમાં 56 જગ્યાઓ ઉપર પેટા ઇલેક્શન આગામી છ માસમાં પૂર્ણ કરવા એક પ્રેસનોટ જાહેર કરેલી છે. જેને ટાંકીને ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat high court) એક જાહેર હિતની અરજી (PIL) કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં પણ આઠ જગ્યા ઉપર by-election થવાના છે તેને કોવિડ-19નાં (covid-19) સંક્રમણ વચ્ચે ન યોજાય તેવી રજૂઆત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી.
હાઈકોર્ટે અરજીને માન્ય રાખી છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું આ બાબતે શું કહેવું છે તે માટે નોટિસ ઇશ્યૂ (Notice Issue) કરી તેનો જવાબ માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ કોરાનાનું (coronavirus) સંક્રમણ વિશેષ જોવા મળી રહ્યું છે તેથી જો આ ચૂંટણી યોજાય તો મોટી સંખ્યામાં લોકોને કોરોનાની અસર થાય તેવું હોવાથી આ ચૂંટણીઓ ન યોજવા હાઇકોર્ટ સમક્ષ દાદ માગવામાં આવી હતી.
અરજદાર નાં વકીલ રુચિર પટેલે જણાવ્યું કે હાલની કોરોનાની સ્થતિ માં પેટા ચૂંટણી યોજવી યોગ્ય નથી. ચૂંટણી યોજાશે તો મહામારીના સમયમાં સંક્રમણ વધશે. અને તમામ 8 વિધાનસભા by-election પર 20 લાખ જેટલા મતદારો છે. જે કોરોના સંક્રમણ નો ભોગ બની શકે છે.
હાલમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક પ્રેસ રિલીઝ કરવામાં આવી છે જેમાં દેશભરમાં 56 વિધાનસભા ઉપર પેટા ચૂંટણી આગામી છ મહિનામાં યોજવામાં આવે તેવી બાબત તેમને કન્ફર્મ કરી છે તેને ટાંકીને અમે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે અને પેટા ઇલેક્શન ન યોજાય તેવી દાદ માગવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટે ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ ઇસ્યુ કરી જવાબ માંગ્યો છે. આ કેસ માં આગામી 19 ઓગસ્ટ ના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર