દસ્તાવેજોની નોંધણી અને રેકર્ડની ચકાસણીની ફીમાં વધારો થશે, સુધારા વિધેયક પસાર

News18 Gujarati
Updated: July 3, 2019, 4:47 PM IST
દસ્તાવેજોની નોંધણી અને રેકર્ડની ચકાસણીની ફીમાં વધારો થશે, સુધારા વિધેયક પસાર
નીતિન પટેલ (ફાઇલ તસવીર)

ભાગીદારી પેઢીના વિવિધ દસ્તાવેજો, નોંધણી તથા અન્ય રેકર્ડની તપાસણી-ચકાસણી માટે એપ્રિલ-૧૯૯૧થી અત્યાર સુધી જે ફી લેવાતી હતી તેમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  બુધવારે ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભારતનો ભાગીદારી સુધારે વિધેયક રજૂ કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ભારતનો ભાગીદારી કાયદો ૧૯૩૨થી અમલમાં છે. આ કાયદાના કેટલાક ભાગમાં રાજ્યો પોતાની રીતે સુધારો કરી શકે છે ત્યારે ભાગીદારી પેઢીના વિવિધ દસ્તાવેજો, નોંધણી તથા અન્ય રેકર્ડની તપાસણી-ચકાસણી માટે એપ્રિલ-૧૯૯૧થી અત્યાર સુધી જે ફી લેવાતી હતી તેમાં રાજ્ય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. ભાગીદારી કાયદાની વિવિધ કલમ હેઠળ મહત્તમ ફી રૂા.૩૦૦થી લઇને રૂા.પ૦ લેવામાં આવશે.

બુધવારે ગુજરાત વિધાનસભા ખાતે ભારતનો ભાગીદારી સુધારા વિધેયક રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, દેશભરમાં આ કાયદો અમલી છે ત્યારે ગુજરાતને લાગુ પડતા હોય તેટલા પૂરતો ભારતનો ભાગીદારી અધિનિયમ ૧૯૩૨ની કલમ ૭૧ની પેટા કલમ (૧) થી પેઢીઓના રજીસ્ટારને મોકલેલા દસ્તાવેજો સાથે સામેલ કરવાની ફી અથવા પેઢીઓના રજીસ્ટારની કસ્ટડીમાં દસ્તાવેજની તપાસણી માટે ચૂકવવા પાત્ર રહેશે જેથી ફી અથવા પેઢીઓના રજીસ્ટાર પાસેથી નકલો મેળવવા માટેની ફી, નિયમોથી રાજ્ય સરકારને સત્તા મળે છે એટલે આ સુધારો લવાયો છે.

૧૯૯૧માં જે દરો હતા તેમાં ૨૮ વર્ષ બાદ આ સુધારો કરાયો છે. વહીવટી ખર્ચ અને લેખન સામગ્રીની કિંમતમાં ઉત્તરોત્તર વધારો થયો છે તેથી આવા વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે આ વધારો જરૂરી હોઇ કરાયો છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારો બદલાય, સરનામુ બદલાય, ભાગીદારીની રકમમાં વધારો-ઘટાડો થાય, ભાગીદારીની ટકાવારીમાં વધ-ઘટ થાય, પેઢી વિસર્જિત થાય એવા વિવિધ દસ્તાવેજોની કામગીરી વાણિજ્ય વેરા કચેરી દ્વારા થતી હોય છે ત્યારે આ કર્મીઓના ભારણ તથા સાહિત્ય ખર્ચમાં પણ વધારાને ધ્યાને લઇ વધારો કરાયો છે.

પટેલે કહ્યું કે ભારતનો ભાગીદારી વિધેયકમાં જે માં સુધારો કરાયો છે તેમાં ફી પાત્ર દસ્તાવેજ અથવા કૃત્યમાં કલમ ૫૮ હેઠળ જે ફી રૂ.૫૦/- લેવાતી હતી તે હવે રૂપિયા ૩૦૦/- લેવાશે. એ જ રીતે કલમ ૬૦, કલમ ૬૧ કલમ ૬૨ કલમ ૬૩ કલમ ૬૪ હેઠળ ફી રૂપિયા ૨૫/- લેવાતી હતી તે હવે રૂ ૧૦૦/- લેવાશે. જ્યારે કલમ ૬૬ની પેટા કલમ-૧ હેઠળ પેઢીઓના રજીસ્ટરની તપાસ હેઠળ રજીસ્ટરનું એક પુસ્તક તપાસવા માટે રૂપિયા ૧૦/- લેવાતા હતા તે રૂપિયા ૫૦/- લેવાશે. કલમ ૬૬ની પેટા કલમ હેઠળ પેઢીને લગતા દસ્તાવેજોની તપાસણીમાં એક પેઢીને લગતા તમામ દસ્તાવેજો તપાસવા માટે રૂપિયા ૧૦ લેવાના હતા તે હવે રૂ ૫૦ લેવાશે અને પેઢીઓના રજિસ્ટરમાંથી નકલો મેળવવા દર ૧૦૦ શબ્દો અથવા તેના ભાગ માટે રૂપિયા ૫૦/- લેવાતા હતા તેમાં કોઇ વધારો કરાયો નથી.
First published: July 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading