વિધાનસભા સત્રઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને આપવામાં આવી શ્રદ્ધાંજલિ

News18 Gujarati
Updated: September 18, 2018, 11:18 AM IST
વિધાનસભા સત્રઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને આપવામાં આવી શ્રદ્ધાંજલિ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ગાંધીનગર ખાતે આજથી વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળ્યું છે. આ પ્રસંગે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે ગૃહમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ બાદ ગૃહની કાર્યવાહી બુધવાર સુધી મુલતવી રહેશે.

રૂપાણીએ વાજપાયીને આપી શોકાંજલિ

વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે ગૃહમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે રૂપાણીએ કહ્યુ હતુ કે, "આપણે દિવ્ય ચેતના ધરાવતા નેતાને ગુમાવ્યા છે. અટલજી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેમની વિદાયથી ભારતીય રાજનીતિનો એક અધ્યાય પૂરો થયો છે."

બુધવારે પસાર થશે છ બિલ 

પ્રથમ દિવસની કાર્યવાહી મુલતવી રહ્યા બાદ બુધવારે ફરી ગૃહ મળશે. બુધવારે વિધાનસભામાં છ જેટલા પ્રસ્તાવ પસાર થઈ શકે છે. જેમાં 1) મંજૂરી વગર સ્કૂલ અને પ્રશ્નપત્ર લીક થવાના કેસમાં કડક સજા સાથેનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ 2) ચેન સ્નેચિંગના ગુનામાં સજા 10 વર્ષ કરવા અંગેનું બિલ 3) જીએસટી સુધારા વિધેયક બિલ 4) માલિકી અધિનિયમ બિલ ( ફ્લેટના 75 ટકા માલિકો સહમત હોય તો રિડેવલપમેન્ટ મંજૂરી) 5) નગરપાલિકા સુધારા બિલ 6) બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની રચના માટેનું બિલનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ નોટિસ પર નહીં થાય ચર્ચા બે દિવસના ચોમાસું સત્ર દરમિયાન કોંગ્રેસ તરફથી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ લાવવામાં આવી છે. જોકે, સત્ર બે જ દિવસનું હોવાથી આના પર કોઈ ચર્ચા નહીં થાય. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે નોટિસ માટે કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવી નથી એટલે તેના પર કોઈ ચર્ચા નહીં થાય.
First published: September 18, 2018, 7:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading