Home /News /madhya-gujarat /

Exit Poll પર ધાનાણીનો કટાક્ષ : શું મુર્ખાઓએ મોદીને મત આપ્યાં?

Exit Poll પર ધાનાણીનો કટાક્ષ : શું મુર્ખાઓએ મોદીને મત આપ્યાં?

પરેશ ધાનાણી (ફાઇલ તસવીર)

ટ્વિટને કારણે થયેલા વિવાદ અંગે કોંગ્રેસે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, ટ્વિટનો મતલબ લોકોને મુર્ખ ગણવાનો નહીં પરંતુ લોકોને મુર્ખ બનાવવામાં આવ્યા છે એવો છે.

    પ્રણવ પટેલ, અમદાવાદ  : રવિવારે સાંજે એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા હતા, જે પ્રમાણે દેશમાં ફરીથી NDA સરકાર બનાવી રહી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલના અંદાજ પર ટ્વિટ કરતા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટને લઈને વિવાદ થયો છે. બીજેપીએ આ મુદ્દે ધાનાણી માફી માંગે તેવી માંગણી કરી છે. ટ્વિટમાં પરેશ ધાનાણીએ કટાક્ષ કરતા સવાલ પૂછ્યો છે કે શું મુર્ખાઓએ મોદીને મત આપ્યાં? પરેશ ધાનાણીના ટ્વિટને કારણે થયેલા વિવાદ અંગે કોંગ્રેસે ખુલાસો આપતા જણાવ્યું હતું કે, ટ્વિટનો મતલબ લોકોને મુર્ખ ગણવાનો નહીં પરંતુ લોકોને મુર્ખ બનાવવામાં આવ્યા છે એવો છે.

    ધોરણ-10નું પરિણામ અહીં જાણો : 



    ધાનાણીએ શું ટ્વિટ કર્યું?

    "આંધળુકિયો દાવો" હેડિંગ સાથે ધાનાણીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, "શું સમસ્યાઓને કોરાણે મૂકીને મૂર્ખાઓએ જ "મોદીજી"ને મત આપ્યા હશે કે પછી "દંભી રાષ્ટ્રવાદ"ના ઝેરી વલણમાં દેશની ભોળી પ્રજા દોરવાઈ ગઈ હશે? નહીંતર પછી, "સટ્ટા બજાર"ના શરૂઆતી વલણોને સરભર કરવાના સરકારી કાવતરાંનો શું હજુયે સામાન્ય માણસ ભોગ બનશે? @આગોતરું પરીણામ."



    મતદાતાઓને મુર્ખ બનાવાયા : મનિષ દોષી

    પરેશ ધાનાણીના ટ્વિટ અંગે ખુલાસો આપતા કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું કે, "અમે લોકતંત્રની અંદર મતદાતાઓનું સન્માન કરી રહ્યા છે. પરેશ ધાનાણીએ પોતાના ટ્વિટમાં મતદાતાઓને મુર્ખ નથી કહ્યાં પરંતુ પીએમ મોદીની ઝૂમલાની રાજનીતિ પર આ ટ્વિટ કર્યું છે. મતદાતાઓ સાથે કરેલી છેતરપિંડી અને વિશ્વાસઘાત પર આ ટ્વિટ થયું છે. ટ્વિટ કરીને તેમનું કહેવું છે કે મતદાતાઓને મુર્ખ બનાવવામાં આવ્યા છે."

    અમરેલી બેઠક પર ધાનાણી Vs કાછડિયા

    વિપક્ષના નેતા પરેશ ધાનાણી આ વખતે અમરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં છે. તેમનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ નારણ કાછડિયા સાથે છે. 2014ની ચૂંટણીમાં નારણ કાછડિયાએ કોંગ્રેસના વિરજી ઠુંમરને હાર આપી હતી. નારણ કાછડિયાને કુલ 4,36,712 વોટ મળ્યા હતાં, જ્યારે વિરજી ઠુંમરને 2,80,483 વોટ મળ્યા હતા. 2009ની ચૂંટણીમાં આ બેઠક પર નારણ કાછડિયાએ કોંગ્રેસના ઉમેદવાર નીલાબેન ઠુંમરને હાર આપી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Exit polls, Lok sabha election 2019, Paresh dhanani, Tweet

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन