અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી નેતૃત્તવ પરિવર્તનની અફવાએ જોર પકડ્યું છે. એકબાજુ મુખ્યમંત્રી વિજય (CM Vijay Rupani) રૂપાણી અને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Dy.CM Nitin Patel) સરકારની 5 વર્ષના ઉજવણી કરી રહ્યા હતા તો બીજી બાજુ નેતૃત્વ પરિવર્તની (Gujarat CM Reshuffle) અફવા ઉડતી રહી હતી. જોકે, આ સાથે સાથે રાજ્યમાં વહેલી ચૂંટણીઓ આવશે એવી ચર્ચાઓ પણ થવા લાગી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના એક કાર્યક્રમમાં વહેલી ચૂંટણીઓની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો. તો આજે 15મી ઑગસ્ટના (15th August Independence Day) દિવસે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થશે એવી અટકળો પર પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલે (BJP President CR Patil) વિરામ મૂકી દીધો છે.
આજે સ્વાતંત્રદિનના અવસરે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલે જણાવ્યું હતું કે રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની કોઈ વાત નથી.આગામી વિધાનસભાની ચૂંટણીઓ 2022માં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં જ લડાશે. પાટિલે અગાઉ રાજકોટ પ્રવાસ દરમિયાન પણ આ નિવેદન આપ્યું હતું કે બંને સારું કામ કરી રહ્યા છે આગામી વર્ષોમાં પણ નેતૃત્વ પરિવર્તનની કોઈ શક્યતા નથી.'
ઉલ્લેખનીય છે કે સરકાર જ્યારે પાંચ વર્ષના સાશનની ઉજવણી કરી રહી હતી ત્યારે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આ વિદાયસમારંભ છે. તેઓ છેલ્લી ઉજવણી કરી રહ્યા છે. આ નિવેદનાના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું, 'વિદાય એમની થવાની છે એટલે આવા ઉતરતી કક્ષાના નિવેદનો આપે છે.' 'વિજય રૂપાણી 15 વર્ષ સુધી નેતૃત્વ આપી શકે તેમ છે'
તાજેતરમાં જ રાજ્યમાં કર્ણાટકના ગર્વનર તરીકેનો કાર્યકાળ સમાપ્ત કરીને પરત આવેલા દિગ્ગદ નેતા વજુભાઈ વાળાએ વિજય રૂપાણીનું ભાવિ ભાખ્યું હતું. વજુ વાળાએ જણાવ્યું હતું કે વિજય રૂપાણી 15 વર્ષ સુધી નેતૃત્ત્વ આપી શકે તેમ છે. રાજ્યમાં 2022માં ફરીથી ભાજપની સરકાર બનશે.' આ નિવેદનના થોડા દિવસો બાદ જ સીએમ રૂપાણી અને વાળા વચ્ચે મુલાકાત થઈ હતી. સીએમ રૂપાણી પોતાના જન્મદિને વાળાના નિવાસસ્થાને ગયા હતા અને તેમના આશિર્વાદ મેળવ્યા હતા.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને એક વર્ષ અને 3 મહિના જેટલો ઓછામાં ઓછો સમય બાકી છે. રાજ્યમાં હાલમાં ભારતીય જનતા પાર્ટીનુ સાશન છે. જિલ્લા પંચાયતની તમામ 31 બોડી અને મહાનગરપાલિકાઓમાં ભાજપે ફેબ્રુઆરી-માર્ચમાં જ્વલંત વિજય મેળવ્યો છે. આ સ્થિતિમાં સીધી રીતે નેતૃત્ત્વ પરિવર્ત ક્યા આધારે કરવું પડે તે પણ સમજી શકાય તેવી વાત નથી. જોકે, રાજકારણમાં કઈ પણ સંભવ છે ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં રાજકીય પારો ગરમ રહે તેવી શક્યતાઓ છે.