Home /News /madhya-gujarat /Gujarat Assembly elections 2022: અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાત પર, છોટુ વસાવા સાથે આદિવાસી સંમેલન કરશે

Gujarat Assembly elections 2022: અરવિંદ કેજરીવાલ મિશન ગુજરાત પર, છોટુ વસાવા સાથે આદિવાસી સંમેલન કરશે

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી અને BTP એક નવી રાજકીય પહેલ કરવા જઈ રહ્યા છે.

Election 2022: 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભરૂચ જિલ્લાના ચંદેરિયા ગામમાં વિશાળ આદિવાસી સંકલ્પ મહા સંમેલનને સંબોધશે. આ જ મંચ પરથી BTPના દિગ્ગજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવા આદિવાસીઓના મુળભુત હક અને અધીકારો માટેનો હુંકાર ભરશે.

વધુ જુઓ ...
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અને બિટીપી (BTP)એ ગઠબંધન કર્યું છે. આજે મહેશ વસાવા (Mahesh Vasava) આમ આદમી પાર્ટીની ઓફિસે પહોંચ્યા હતા. અને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીયા (Gopal Italia) અને ધારાસભ્ય મહેશ વસાવાએ સંયુક્ત પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ (Bharuch) જિલ્લાના ચંદેરિયા ગામમાં આદિવાસી સંકલ્પ મહા સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને આદિવાસી નેતા છોટુ વસાવા (Chotu vasava) અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એક જ મંચ પરથી સંબોધિત કરશે. અને સાથે રહી 2022 વિધાનસભાની ચૂંટણી લડશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી અને BTP એક નવી રાજકીય પહેલ કરવા જઈ રહ્યા છે. છોટુભાઈ વસાવા લાંબા સમયથી ગરીબ, મજૂર, આદિવાસી, વંચિત સમાજ માટે લડત ચલાવી રહ્યા છે. અગાઉની સરકાર આદિવાસી સમૂહના કોઈપણ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવી શકી નથી. હવે 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભરૂચ જિલ્લાના ચંદેરિયા ગામમાં વિશાળ આદિવાસી સંકલ્પ મહા સંમેલનને સંબોધશે. આ જ મંચ પરથી BTPના દિગ્ગજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવા આદિવાસીઓના મુળભુત હક અને અધીકારો માટેનો હુંકાર ભરશે.

આ પણ વાંચો- પાકિસ્તાની દુકાનમાં નોકરી, IPL રમવા માટે પણ આજીજી કરી, હવે થયો કરોડો રૂપિયાનો વરસાદ

ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તે પહેલા જ અમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સંપર્કમાં હતા. ગુજરાતના ગરીબ આદિવાસી જૂથની સમૃદ્ધિ માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ રાજકીય રીતે સાથે મળીને કામ કરવાની જરૂર છે.

આ પણ વાંચો- Ragging In school: અમદાવાદની કેન્દ્રીય વિદ્યાલયમાં રેગિંગ, વિદ્યાર્થીને બળજબરીથી યુરિન પીવડાવવા પ્રયત્ન કર્યો

આ વર્ષે માર્ચના છેલ્લા રવિવારે, ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાના નેતૃત્વમાં એક પ્રતિનિધિ દળે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. તેમજ દિલ્હીની સરકારી શાળાઓ, સરકાર દ્રારા બનાવાયેલ હોકી, ફુટબોલ, ક્રિકેટના મેદાનો અને મહોલ્લા ક્લિનીક અને સરકારી હોસ્પિટલોની મુલાકાત લીધી કરી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: AAP Gujarat, AAP news, AAP Party, Aarvind kejriwal, Assembly Election 2022, Election 2022, Gopal Italiya, Gujarati news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन