Home /News /madhya-gujarat /

કોણ બનશે વિપક્ષ નેતા? પરેશ ધાનાણીને મળશે અમરેલીમાં જીતનું ઈનામ?

કોણ બનશે વિપક્ષ નેતા? પરેશ ધાનાણીને મળશે અમરેલીમાં જીતનું ઈનામ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 27 વર્ષ બાદ 70નો આંક પાર કર્યો છે, આ વખતે કોંગ્રેસે 80 બેઠક જીતી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 27 વર્ષ બાદ 70નો આંક પાર કર્યો છે, આ વખતે કોંગ્રેસે 80 બેઠક જીતી છે.

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 27 વર્ષ બાદ 70નો આંક પાર કર્યો છે, આ વખતે કોંગ્રેસે 80 બેઠક જીતી છે. ભાજપને આ ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી હોવાથી કોંગ્રેસ વિપક્ષમાં બેસશે.

કોંગ્રેસના ચાર દિગ્ગજો હાર્યા

આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના ચાર દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો છે. હવે વિધાનસભામાં કોંગ્રેસમાંથી વિપક્ષ નેતા કોણ બનશે તેના પર મંથન ચાલી રહ્યું છે. વિપક્ષની રેસમાં સૌથી આગળ યુવા નેતા પરેશ ધાનાણીનું નામ સૌથી ચાલી રહ્યું છે. પોતાની આક્રમકતા અને રાહુલ ગાંધીના નજીકના હોવાના કારણે પરેશ ધાનાણીની શક્યતાઓ વધુ છે.

બીજુ નામ હાલના વિપક્ષ નેતા મોહનસિંહ રાઠવાને આ પદ માટે યથાવત રાખી શકાય છે. કારણે કે આદિવાસી ફેક્ટરથી કોંગ્રેસને થયેલા ફાયદાનું ઇનામ રાઠવાને મળી શકે છે. આંદોલનકારીમાંથી નેતા બનેલા અલ્પેશ ઠાકોરનું નામ પણ નેતા વિપક્ષની રેસમાં આગળ ચાલી રહ્યું છે. અલ્પેશના કારણે કોંગ્રેસના ઉત્તર ગુજરાતમાં સારો ફાયદો મળ્યો છે, સાથે જ યુવા નેતા અને રાહુલના નજીકના હોવાના કારણે પણ તેમની વિધાનસભામાં નેતા વિપક્ષનું પદ મળી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસના જૂના જોગી શૈલેષ પરમારનું નામ પણ આ રેસમાં ચાલી રહ્યું છે.

પરેશ ધાનાણી

- પાટીદાર અને યુવા ચહેરો
- રાહુલ ગાંધીની નજીકના ગણાય છે
- અમરેલીમાં કોંગ્રેસને મળેલી સફળતાનું મળી શકે છે ઇનામ
- ચૂંટણીઓમાં મહત્વની ભૂમિકા રહી હતી

મોહનસિંહ રાઠવા

- મોહનસિંહ રાઠવા કોંગ્રેસના દિગ્ગજ નેતા
- કોંગ્રેસને આદિવાસીઓનું મળ્યું સમર્થન
- આદિવાસીઓને ખુશ કરવા રાઠવાને મળી શકે છે પદ

અલ્પેશ ઠાકોર

- રાહુલ ગાંધી સાથે સારા સંબંધ
- ઓબીસી ચહેરો, ઠાકોર મતદારો પર પ્રભૃત્વ
- ઉત્તર ગુજરાતમાં મળેલી સફળતાનું મળી શકે છે ઇનામ
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, Mohansinh Rathva, Paresh dhanani, Shailesh parmar, અલ્પેશ ઠાકોર, વિપક્ષી નેતા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन