LIVE NOW

બીજેપી-99, કોંગ્રેસ-80, અન્ય-3 બેઠક પર વિજેતા; બંને પક્ષના અનેક દિગ્ગજો હાર્યા

30 હજારથી વધારે કર્મચારીઓ આ માટે તહેનાત કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં 182 બેઠક પર 1828 ઉમેદવાર મેદાનમાં છે.

gujarati.news18.com | December 19, 2017, 9:14 AM IST
facebook Twitter Linkedin
Last Updated December 19, 2017
auto-refresh
Load More
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ભાજપનો 99, કોંગ્રેસનો 80 અને ત્રણ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. ભાજપે 150+ બેઠકનો વિજય સંકલ્પ કર્યો હતો પરંતુ તેનું પરિણામ ત્રણ
આંકડા સુધી પણ પહોંચ્યું ન હતું. જ્યારે કોંગ્રેસે ભાજપને આ વખતે બરાબરની ફાઈટ આપી હતી. દલિત નેતા જિજ્ઞેશ મેવાણીનો વડગામ બેઠક પરથી વિજય થયો હતો. જ્યારે એનસીપીને કુતિયાણાની બેઠક મળી હતી. આ બેઠક પર કાંધલ
જાડેજાનો વિજય થયો હતો. ઝઘડિયા અને દેડિયાપાડાની બેઠકો બીટીપીના ફાળે ગઈ હતી. તો વડગામ, મોરવાહડફ અને લુણાવાડા બેઠક અપક્ષના ફાળે ગઈ હતી.

ભાજપની 16 બેઠક ઘટી, કોંગ્રેસની 19 વધી

2012માં ભાજપને 115 બેઠક મળી હતી. જ્યારે આ વખતે 99 જ બેઠક મળતા ભાજપની 16 બેઠક ઘટી છે. જ્યારે સામા પક્ષે 2012માં કોંગ્રેસને 61 બેઠક મળી હતી, આ વખતે 80 બેઠક મળતા કોંગ્રેસની 19 બેઠક વધી છે.

2017નું ચૂંટણી પરિણામ

ભાજપ----99
કોંગ્રેસ----80
અપક્ષ----3

2012નું ચૂંટણી પરિણામ

ભાજપ----115
કોંગ્રેસ-----61
અન્ય------6

ભાજપના દિગ્ગજ નેતાઓ હાર્યા

વિધાનસભા અધ્યક્ષ રમણ વોરાની હાર
વાવથી શંકર ચૌધરીની હાર
જામજોધપરુથી ચિમન સાપરિયાની હાર
સોમનાથથી જશાબારડની હાર
ગઢડાથી આત્મારામ પરમારની હાર
રાજુલાથી હીરા સોલંકીની હાર
જૂનાગઢથી મહેન્દ્ર મશરૂની હાર
ખાડિયા-જમાલપુરથી ભૂષણ ભટ્ટની હાર
દિયોદરથી કેશાજી ચૌહાણની હાર
સિદ્ધપુરથી જયનારાયણની હાર
ધારીથી દિલિપ સંઘાણીની હાર

બળવાખોરો ન ફાવ્યા

વિરમગામથી તેજશ્રી પટેલની હાર
જામનગર ગ્રામ્યથી રાઘવજી પટેલની હાર
ઠાસરાથી રામસિંહ પરમારની હાર
માણસાથી અમિત ચૌધરીની હાર

કોંગ્રેસના કેટલાક દિગ્ગજ હાર્યા

માંડવીથી શક્તિસિંહ ગોહિલની હાર
ડભોઈથી સિદ્ધાર્થ પટેલની હાર
પોરબંદરથી અર્જૂન મોઢવાડિયાની હાર
મહુવા(સુરત) બેઠક પરથી તુષાર ચૌધરીની હાર
corona virus btn
corona virus btn
Loading