ગુજરાત વિધાનસભા ની 8 બેઠકોની (Gujarat Bypoll) પેટા ચૂંટણી નો જંગ જામી ગયો છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ બન્ને પક્ષો એ તમામ બેઠકો જીતવા શામ, દામ,દંડ,ભેદની નીતિ સાથે પ્રચાર કરી રહ્યા છે.ત્યારે છેલ્લા બે દસકાથી રાજ્યમાં સતા ભોગવતી ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણીમાં એ દરેક બેઠક પર ના પાર્ટીના આંતરિક વિખવાદ એ મહત્વનું હાર નું કારણ બને તેવા એંધાણ લાગી રહ્યા છે ત્યારે જાણકારોના મતે 8 (Tough Seats for BJP in Gujarat Bypoll) બેઠકોમાંથી 4 બેઠકો પર જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પરસેવો પાડવો પડે તેમ છે. આ બેઠકો પર ભાજપની જીત માટે કપરા ચઢાણ છે.
ગુજરાતમાં રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન 8 કોંગ્રેસી ધારાસભ્યોએ કોંગ્રેસમાં રાજીનામુ આપતા યોજાયેલ 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને અપક્ષના તમામ ઉમેદવારો ચૂંટણી જીવ છેલ્લી ઘડીનું પ્લાનિંગ કરી રહ્યા છે.રાજ્યમાં છેલ્લા બે દસકાથી સતા ધરાવતી ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણી ખૂબ મહત્વની છે.કારણે આ પેટા ચૂંટણીએ આગામી દિવસોમાં પ્રદેશની રાજનીતિમાં આવનાર મોટા બદલાવો નું પણ કારણ બની શકે છે.જો ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો આ આઠ બેઠકો પૈકી પાંચ બેઠકો પર કોંગ્રેસ માંથી આવેલા આયાતી ઉમેદવારોને ટિકી આપવામાં આવતાની સાથે જ પાર્ટીમાં આંતરિક વિરોધ એ ચરમ સીમા પર પહોંચ્યો છે.જો બેઠકો પ્રમાણે વાત કરવામાં આવે તો નીચે મુજબ છે.
આ પણ વાંચો : લખતર : રાજમહેલામાં ફરી ત્રાટક્યા ચોર, CCTVમાં કેદ થઈ તસવીરો, અગાઉ ચોરાઈ હતી લાખોની મતા
1.ધારી : આ વિધાનસભા બેઠક પર વર્ષે 2017 ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીના દિગજ નેતા દિલીપ સંઘાણી એ કોંગ્રેસના ઉમેદવાર જે વી કાકડીયા સામે ચૂંટણી હારી ગયા હતા.આ જ જેવી કાકડીયા રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ માંથી રાજીનામુ આપી હવે ભાજપમાં જોડાઈ ધારી વિધાનસભા બેઠકના ઉમેદવાર બન્યા છે.ત્યારે પાર્ટી સુત્રોનું જણાવ્યું છે કે ધારી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીને જીત મેળવી ખૂબ મુશ્કેલ છે.કારણ કે વર્ષે 2017 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જ આંતરિક રાજકારણ ને કારણે દિલીપ સંઘાણી ને હારનો સામનો કરવો પડ્યો હતો.હવે જ્યારે જે વી કાકડીયા ને ફરી ભાજપ માંથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે.ત્યારે ચોકસ અમરેલી જિલ્લા ભાજપના અનેક નેતાઓ એ નિષ્ક્રિય થયા છે.તો સામા પક્ષે કોંગ્રેસે પૂર્વે મંત્રી મનુભાઈ કોટડીયા ના પુત્ર સુરેશ કોટડીયા ને ટિકિટ આપી છે.તો સાથે જ આ બેઠક પર કોંગ્રેસના લીમડી બેઠકન ઉમેદવાર ચેતન ખાચર પણ અસર કરશે કારણ કે આ બેઠક પર 20 હજાર થી વધુ કાઠી દરવારો ના મત રહેલા છે.
2.મોરબી : આ બેઠક પર વર્ષે 2017 ની વિધાનસભા ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા એ કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરઝા સામે હારી ગયા હતા.હવે જ્યારે બ્રિજેશ મેરઝા એ ભાજપમાં સામીલ થયા છે ત્યારે પાર્ટી સુત્રોનું જણાવ્યું છે કે બ્રિજેશ મેરઝા ના ભાવિ નો નિર્ણય એ કાંતિ અમૃતિયા ના હાથમાં છે.જો બ્રિજેશ મેરઝા ને મોરબી શહેર માંથી લીડ ન મળી તો ભાજપે આ બેઠક ગુમાવી પડશે.હાલ નું વાતાવરણ જોતા આ બેઠક એ ભાજપના આંતરિક વિખવાદના કારણે હારી રહી હોય તેમ લાગી રહ્યું છે.
3.કરજણ : આ વિધાનસભા ની વાત કરવામાં આવે તો વર્ષે 2017 માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર સતીષ પટેલ સામે કોંગ્રેસ ના ઉમેદવાર અક્ષ્ય પટેલ એ જીત મેળવી હતી હવે જ્યારે અક્ષય પટેલ ભાજપના ઉમેદવાર બન્યા છે ત્યારે સ્થાનિક કક્ષાએ પાર્ટીમાં આંતરિક વિરોધ ખૂબ ચરમસીમા પર પોહચ્યો છે.પાર્ટીનો સ્થાનિક કાર્યકર એ સ્પષ્ટ જણાવે છે કે તે પાર્ટી માટે કામ કરી રહ્યો છે ના કે અક્ષય પટેલ માટે .આ જ કારણો સર ભાજપે આ બેઠક પણ ગુમાવાનો વારો આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : કચ્છમાં પ્રચાર દરમિયાન શંકરસિંહનું વિવાદિત નિવેદન, 'ભાજપને મુસ્લિમ જમાઈ બનાવવામાં શરમ નથી આવતી, ઉમેદવાર બનાવવામાં આવે છે'
4.અબડાસા : આ બેઠક પર આ પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ છોડી ભાજપમા સામીલ થયેલા પ્રદ્યુમનસિંહ જાડેજા ને ટિકી આપી છે.વર્ષે 2017 માં આ બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા એ કોંગ્રેસ માંથી જીત મેળવી હતી.પરંતુ બેઠકનું જ્ઞાતિગત સમીકરણ એ ભાજપ માટે હાર નું કારણ બની રહશે તેવું પાર્ટી સૂત્રો જણાવી રહ્યા છે.આ બેઠક પર ક્ષત્રિય, પટેલ,મુસ્લિમ અને દલિતો એ નિર્ણયાક ભૂમિકા ભજવે છે.ભાજપે ક્ષત્રી ઉમેદવાર ને ટિકિટ આપી છે તો સામે પક્ષે કોંગ્રેસે પાટીદાર સમાજ માંથી આવતા ડોકટર શાંતિલાલ સેંઘાણી ને ટિકિટ આપી છે.ત્યારે હવે જોવાનું એ રહશે કે દલિત અને મુસ્લિમ મતદારોનો જોક ક્યાં પક્ષ તરફ રહે છે.આમતો આ વોર્ટ બેંક એ કોંગ્રેસ ની રહી છે.પરંતુ આ ચૂંટણીમાં આ બન્ને જ્ઞાતિઓ માંથી મજબૂત અપક્ષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે.
5.લીમડી : આ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો વચ્ચે કાટેકી ટકર જોવા મળે છે.કોંગ્રેસે ચેતન ખાચર જેવા યુવા ઉમેદવાર ને મેદાને ઉતાર્યો છે.તો ભાજપે કિરીટ સિંહ રાણા ને ટિકિટ આપી છે.પાર્ટી સૂત્રોના જણાય પ્રમાણે કિરીટ સિંહ રાણા ને ટિકી મળતા સ્થાનિક કક્ષાએ ભાજપનો મોટો વર્ગ નારાજ થયો છે.પાર્ટીન નીચેના કાર્યકરો માની રહ્યા છે કે જો 40 વર્ષે થી એક જ પરિવાર ને ટિકિટ મળતી હોય તો મહેનત કરવી એ નકામી છે.
6.ગઢડા : આ બેઠક ની વાત કરવામાં આવે તો વર્ષે 2017 માં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર એ કોંગ્રેસ ના ઉમેદવાર પ્રવીણ મારું સામે ચૂંટણી હાજરી ગયા હતા.પ્રવીણ મારુએ રાજીનામું આપતા ભાજપે ફરી આત્મારામ પરમાર ને ટિકિટ આપી છે.પરંતુ પ્રદેશ ભાજપના દલિત નેતાઓનો આંતરિક જૂથવાદ એ આ બેઠક પર ભાજપને મુશ્કેલી કરાવશે. તો સાથે જ આત્મારામ પરમાર ની આસપાસના સ્થાનિક નેતાઓ ને પાર્ટીના નિચેના કાર્યકરો એ પસંદ નથી કરી રહ્યા જે ભાજપ માટે મુસીબત ના સમાચાર છે.
7.કપરાડા અને
ડાંગ આ બન્ને બેઠકો એ ભાજપ તરફી પાર્ટી સૂત્રો જણાવી રહ્યા છે.પાર્ટી સૂત્રો નું કહેવું છે કે કપરાડા અને ડાંગ બન્ને બેઠકો હાલ ભાજપ જીતી રહ્યું છે.
આ પણ વાંચો : 'ગુજ્જુ લવગુરુ'ની આપઘાત કરી લેવાની ચીમકી, 'હું આજે રાતે સુસાઇડ કરીશ, મારા ઘરનું દેવું હવે તમે ભરજો'
ગુજરાત વિધાનસભા ની આ પેટા ચૂંટણી એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના પ્રચાર વિના લડવામાં આવી રહી છે.વર્ષે 2019 માં જ્યારે સૌરાષ્ટ્માં પેટા ચૂંટણીઓ આવી હતી ત્યારે નરેન્દ્ર મોદી એ લોકસભા ના પ્રચાર માટે આવ્યા હતા જેનો ફાયદો એ ઉમેદવારોને મળ્યો હતો.ત્યાર બાદ ભાજપ એ રાધનપુર,બાયડ અને થરાદ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે.ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભાજપ એ છેલ્લી ઘડીનું પ્લાનિંગ કેવા પ્રકારનું કરે છે.