ગુજરાત પેટાચૂંટણી : ચાર ધારાસભ્યો મંગળવારે લેશે શપથ

News18 Gujarati
Updated: May 27, 2019, 9:49 PM IST
ગુજરાત પેટાચૂંટણી : ચાર ધારાસભ્યો મંગળવારે લેશે શપથ
પરસોતમ સાબરિયા, રાઘવજી પટેલ, જવાહર ચાવડા

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદે ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2019ની સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠક પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી. પેટાચૂંટણીમાં ચૂંટાઈને આવેલા ભાજપના ચાર નવા ધારાસભ્યો મંગળવારે સવારે 11 કલાકે શપથ લેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદે ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે.

ગુજરાતમાં લોકસભાની બેઠકની સાથે સાથે ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચારેય બેઠક પર ક્રમશ: પરસોતમ સાબરિયા, આશાબેન પટેલ, જવાહર ચાવડા અને રાઘવજી પટેલ બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડીને જીત્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ચારેય બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. જે બાદમાં ધ્રાંગધ્રા, માણાવદર અને ઊંઝા બેઠક પર ભાજપે પક્ષપલટું ઉમેદવારને જ ટિકિટ આપી હતી. જેમાં તમામ ત્રણેય ઉમેદવારોની જીત થઈ હતી. જ્યારે જામનગર ગ્રામ્યની બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું હતું. આ બેઠક પર ભાજપે રાઘવજી પટેલને ટિકિટ આપી હતી, તેઓ પણ ચૂંટણી જીત્યા છે.

1) જામનગર ગ્રામ્ય : આ બેઠક પર ભાજપ તરફથી રાઘવજી પટેલ અને કોંગ્રેસ તરફથી જયંતિ સભાયા વચ્ચે સીધી ટક્કર હતી.

2) ધ્રાંગધ્રા : આ બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી દિનેશ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા.

3) માણાવદર : કોંગ્રેસે આ બેઠક પર જવાહર ચાવડા સામે અરવિંદ લાડાણીને ઉતાર્યાં હતા. 

4) ઊંઝા : આ બેઠક પર ભાજપે આશાબેન પટેલને મેદાને ઉતાર્યાં હતા, જ્યારે તેમની સામે કોંગ્રેસે કાંતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં.
First published: May 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading