વિધાનસભા પેટા ચૂંટણી: Congressના આ સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં


Updated: September 30, 2020, 4:53 PM IST
વિધાનસભા પેટા ચૂંટણી: Congressના આ સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં
પ્રતિકાત્મક તસવીર

રાજકિયપક્ષોએ ઉમેદવારો પસંદગી માટે મંથન શરૂ કરી દીધું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો

  • Share this:
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટે પેટા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. ભાજપ-કોંગ્રેસ રાજકિયપક્ષોએ ઉમેદવારો પસંદગી માટે મંથન શરૂ કરી દીધું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત આગેવાન વચ્ચે બેઠકો વન ટુ વન ચાલી હતી.

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યઓ રાજીનામા ધરી દેતા પેટા ચૂંટણી ગુજરાતમાં યોજાઇ રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તમામ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ તો ટ્વિટ કરી ભાજપ અને પાર્ટી છોડનાર નેતાઓની આકરા શબ્દોમાં જાટકણી કાઢી હતી. અને કહ્યું હતુ તે અમદાવાદ કમલમાં કકળાટ, પાયાના પત્થર સમાન વફાદારી ચૂંટણી લડશે કે પછી! પક્ષ છોડનાર નેતાઓ વટલાયેલા ગદ્દારો.ન્યુઝ૧૮ ગુજરાતી પાસે કોંગ્રેસ પક્ષ દ્વારા બેઠકમાં ચર્ચા કરાયેલા સંભવિત નામની યાદી આવી છે. કોંગ્રેસ યુનિટ નેતાઓ અને નિરીક્ષકોએ આપેલા નામ પ્રમાણે. ગઢડા બેઠક માટે સંભવિત પાંચ નામો પર ચર્ચા થઈ છે. જેમાં જગદીશ ચાવડા, પૂર્વ મંત્રી મોતીભાઈ ચાવડાના દીકરા, ડી. જે. સોસા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ, મોહનભાઇ સોલંકી, એસસી સેલ પ્રમુખ, નટુભાઇ ચાવડા પુર્વ સનદી અધિકારીના નામ પર થઇ ચર્ચા.

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાંચ નામો પર ચર્ચા પૂર્ણ છે. કિરીટ સિંહ જાડેજા પુર્વ પ્રદેશ મંત્રી, નિલાબેન ઉપાધ્યાય આરોગ્ય સમિતિ ચેરમેન વડોદરા જિલ્લા પંચાયત, ભાસ્કર ભટ્ટ જિલ્લા વડોદારા જિલ્લા મહામંત્રી, રીતેષ પટેલ વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી, ધર્મેશ પટેલ વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી.

આ પણ વાંચોવિધાનસભા પેટાચૂંટણી: કોણ છે ભાજપના સંભવિત ઉમેદવારો, ભાજપે 8 બેઠકો જીતવા કોને આપી જવાબદારી

ડાંગ વિધાનસભા માટે સંભવિત નામો પર થઇ ચર્ચા થઇ છે. સૂર્યકાન્ત ગાવીત આદિવાસી સમાજનો શિક્ષિત ચહેરો, મુકેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય, ચંદર ગામીત, જિલ્લા પંચાયત સભ્ય, મોહન ગોયા, વઘઇ ગામ સરપંચ પૂર્વ ધારાસભ્યના ભત્રીજા, ગમન ગોયા પૂર્વ ધારાસભ્યના પુત્ર.

અબડાસા બેઠક માટે કોંગ્રેસે 6 સંભવિતોના નામ પર કરી ચર્ચા. જેમાં ક્ષત્રિય સમાજમાં રામદેવસિંહ અને કિશોર સિંહના નામ પર ચર્ચા, પાટીદાર સમાજમાંથી ડોક્ટર શાંતિલાલ સાંઘાણી અને રમેશ ધોળુંના નામ પર ચર્ચા, ઓબીસી સમાજમાંથી રાજેશ આહીર અને પીસી ગઢવીના નામ પર ચર્ચા.

આ પણ વાંચોસુરત: પશુપાલકની દાદાગીરી, ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર કર્યો હુમલો - Video વાયરલ

મોરબી બેઠક પર કોંગ્રેસ સંભવિતોના નામ પર ચર્ચા તેમાં જયંતિ જયરામ પટેલ સ્થાનિક કોંગ્રેસ અગ્રણી અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, કિશોર ચીખલીયા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ.

લીંબડી બેઠક માટે કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રગીત અધ્યક્ષ લાલજી દેસાઇએ પણ કર્યો દાવો, અન્ય નામ ભગિરથસિંહ ઝાલા કોંગ્રેસ આગેવાન જિલ્લા પંચાયત સભ્ય, ચેતન ખાચર જિલ્લા પંચાયત પ્રમુખ, કલ્પના મકવાણા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ MLA ઋત્વિક મકવાણાના બહેન

ધારી બેઠક માટે કુલ ૨૩ નેતાઓએ ચુંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ચર્ચા બાદ બેઠકમાં કુલ પાંચ નામ રહ્યા જેમાં, ડૉ. કીર્તિ બોરીસાગર, બ્રાહ્મણ અને સેવાભાવી ડોકટર, સુરેશ કોટડીયા કોંગ્રેસ આગેવાન અને મનુ કોટડીયાના પુત્ર, જેની ઠુમ્મર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને MLA વિરજી ઠુમરના દીકરી, યુથ કોંગ્રેસમાં સક્રિય પ્રદિપ કોટડીયા સ્થાનિક કોંગ્રેસ આગેવાન, કેકે ચૌહાણ સ્થાનિક કોગ્રેસ આગેવાન.

કપરાડા બેઠક પર ત્રણ નામની પેનલ નિરીક્ષકો પ્રભારી સમક્ષ મુકી છે. જેમાં હરેશ પટેલ, વસંત પટેલ અને સોમા બાત્રી નામ પર મહોર લાગી છે. જીતુ ચૌધરીના રાજીનામા પછી બીજી કેડરના નેતા ન હોવાથી કોંગ્રેસ માટે બેઠક ટફ હોવાની સ્થિતિ, કોગ્રેસના નેતાએ આડકતરો સ્વિકાર કર્યો છે.

દિલ્હી હાઇ કમાન્ડ સમક્ષ પ્રભારી રાજીવ સાતવે ત્રણ સભ્યોની પેનલ તૈયાર કરી આપશે. ત્રણ સભ્યોમાંથી એક નામ પર હાઇ કમાન્ડ મ્હોર મારશે. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ જ કોંગ્રેસ પક્ષ ઉમેદવાર જાહેર કરશે.
Published by: kiran mehta
First published: September 30, 2020, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading