પેટાચૂંટણી : કાલે છ બેઠકના 14,76,715 મતદારો 1781 મથકો પર મતદાન કરશે

News18 Gujarati
Updated: October 20, 2019, 6:04 PM IST
પેટાચૂંટણી : કાલે છ બેઠકના 14,76,715 મતદારો 1781 મથકો પર મતદાન કરશે
પ્રતિકાત્મક તસવીર

આવતીકાલે વિધાનસભાની છ બેઠકો માટે પેટાચૂંટણી, ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : ગુજરાતની (Gujarat) ખાલી પડેલી છ વિધાનસભા (assembly) બેઠક માટે આવતી કાલે મતદાન યોજાશે (Elections). છ બેઠકના 14,76,715 મતદારો (Voters) તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, કુલ 1781 મતદાન મથકો ખાતે મતદાન (Voting) યોજાશે. ચૂંટણીપંચ (Election Commission) દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આવતી કાલે મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરાઇ છે..

રાજયની 6 વિધાનસબા મત વિભાગ 20-ખેરાલુ( મહેસાણા જિલ્લો ), 8-થરાદ ( બનાસકાંઠા જિલ્લો ), 50 અમરાઇવાડી ( અમદાવાદ જિલ્લો ) , 122 લુણાવાડા( મહિસાગર જિલ્લો ) , 16 - રાધનપુર ( પાટણ) અને 32-બાયડ (અરવલ્લી જિલ્લો) ની પેટા ચૂંટણીના સંચાલન માટે ચૂંટણી પંચની સુચના મુજબ વિધાનસભા મતવિભાગના મતદાન મથકોની સંખ્યાના 200 ટકા લેખે ઇવી એમ અને વીવીપેટનું ફર્સ્ટ ચેકીંગ( FLC) હાથ ધરવામાં આવ્યુ હતું. ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શક સુચનાઓનો ચુસ્તપણે અમલ કરી BEL કંપનીના અધિકૃત એન્જીનિયરો દ્વારા FLCની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : AMCમાં જીમ મુદ્દે મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ, મેયરે જીમને તાળું માર્યુ

હાલ, 6 વિધાનસભા મત વિભાગના કુલ 1781 મતદાન મથકો સામે FLC OK 3532 બેલેટ યુનિટ ( 198 ટકા ), 3465 કંટ્રોલ યુનિટ (195 ટકા) અને વીવીપેટ ( 192 ટકા)મશીન ઉપલબ્ધ છે. જે મતદાન મથકની સંખ્યાને ધ્યાને લેતા ચૂંટણી સંચાલન માટે પુરતી સંખ્યામાં છે..

થરાદ બેઠક

મતદાન મથકો - 260મતદાન સ્થળો - 142
પુરુષ - 1,15,711
સ્રી - 1,02,138
ત્રીજી જાતિ - 0
કુલ - 2,17,849

ખેરાલુ બેઠક
મતદાન મથકો - 269
મતદાન સ્થળો - 168
પુરુષ - 1,08,930
સ્રી - 1,00,707
ત્રીજી જાતિ - 3
કુલ - 2,09,640

અમરાઇવાડી બેઠક

મતદાન મથકો - 253
મતદાન સ્થળો - 51
પુરુષ - 1,49,188
સ્રી - 1,29,891
ત્રીજી જાતિ - 3
કુલ - 2,79,082

લુણાવાડા બેઠક

મતદાન મથકો - 357
મતદાન સ્થળો - 278
પુરુષ - 1,38,023
સ્રી - 1,31,091
ત્રીજી જાતિ - 3
કુલ - 2,69,117

આ પણ વાંચો : ગૃહમંત્રીની સુચનાથી પોલીસ ભાજપને જીતાડવા દારૂની ખેપ મારે છે : ચાવડા

રાધનપુર બેઠક

મતદાન મથકો - 326
મતદાન સ્થળો - 221
પુરુષ - 1,40,291
સ્રી - 1,29,548
ત્રીજી જાતિ - 3
કુલ 2,69,842

બાયડ બેઠક

મતદાન મથકો - 316
મતદાન સ્થળો - 253
પુરુષ - 1,18,848
સ્રી - 1,12,337
કુલ 2,31,185
First published: October 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading