વિધાનસભામાં મારામારીઃ ડેર અને દૂધાત 3, બળદેવજી 1 વર્ષ માટે સસ્પેન્ડ

News18 Gujarati
Updated: March 15, 2018, 10:08 AM IST
વિધાનસભામાં મારામારીઃ  ડેર અને દૂધાત 3, બળદેવજી 1 વર્ષ માટે સસ્પેન્ડ

  • Share this:
ગુજરાત વિધાનસભામાં આજે લોકશાહીને લાંછનરૂપ ઘટના સર્જાઈ, વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન સાશક પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચેની માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને છૂટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાયા. આ ઘટના બાદ વિધાનસભા અદ્યક્ષે આકરા પગલાની માંગણી બાદ પોતાનો નિર્ણય જાહેર કર્યો છે, જેમાં મારામારી કરનાર વિપક્ષના ત્રમ સભ્યોને દંડ સ્વરૂપે સસ્પેન્ડ કરવાનો નિર્ણય સંભળાવ્યો છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્ય અંબરિશ ડેર અને પ્રતાપ દૂધાતને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

અધ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિર્ણય સંભળાવતા કહ્યું કે, મે પહેલા જ દિવસે કહ્યું હતું કે, તમામ સભ્યો શબ્દની તાકાતથી લડજો, લોકશાહીની ગરીમા ના લજવાય તેવું તમામ સભ્યોએ વર્તન કરવું જોઈએ. ટ્રેઝરી બેંચ તો ઉદાર છે. કોંગ્રેસના ધારાસભ્યો તેમના નેતાઓનું પણ સાંભળતા નથી, અંબરીશ ડેરે કોઈના વકીલ થવાની જરૂર ન હતી. કાગળ ફેંકવો અને માઈક ફેંકવું એ બંન્નેમાં ઘણો ફર્ક છે.

ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતા સમયે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે ગૃહમાં રજૂઆત કરતા કહ્યું કે, વિધાનસભાના ઈતિહાસની આ સૌધથી કલંકરૂપ ઘટના છે. નવા સભ્યોને ખબર નથી કે આની વિપરીત અસર થશે. વિરોધ પક્ષ સૂત્રોચ્ચાર અને વિરોધ કરે. દેખાવ અને સૂત્રોચ્ચાર થાય પરંતુ ગૃહ ફરીથી ઓર્ડરમાં આવી જવી જોઈએ. વિધાનસભાએ લોકશાહીનું મંદિર છે.

ઉલ્લેખનીય છે કે, આજે પ્રશ્નોત્તરી પુરી થયા બાદ ઝીરો અવર્સમાં કોંગ્રેસના બે ધારાસભ્યો અમરીશ ડેર અને વિક્રમ માડમને અધ્યક્ષે બોલવાની તક ના આપતા તેઓ અકળાઈ ઉઠ્યા હતા. તો બીજી બાજુ ભાજપના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસના આ ધારાસભ્યો સામે કોમેન્ટ કરતા અકળાયેલા વિક્રમ માડમે પોતાની બેઠકનું માઈક તોડી ભાજપના ધારાસભ્ય પર હુમલો કર્યો હતો.

આ દરમિયાન અધ્યક્ષે બન્ને ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કરી ગૃહ 15 મિનિટ મુલતવી રાખ્યું હતું. જ્યારે કોંગી એમએલએ પ્રતાપ દુધાતને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જગદીશ પંચાલે અપશબ્દો કહેતા પ્રતાપ દુધાતે બેલ્ટથી કર્યો હુમલો.ઘટનાની વિસ્તાર પૂર્વક વાત કરીએ તો ગૃહમાં જગદીશ પંચાલે અપશબ્દો બોલતા પ્રતાપ દુધાત અકળાઈ ઉઠ્યા હતા અને ત્યાર બાદ તેમણે માઈક તોડી હસમુખ પટેલ તથા જગદીશ પંચાલ પર હુમલો કર્યો હતો. પ્રતાપ દુધાતે જગદીશ પંચાલ પર બેલ્ટથી હુમલો કર્યો હતો.

આ ઘટનાને પગલે વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી રહ્યા બાદ ધારાસભ્યો ગૃહ બહાર આવી રહ્યા હતા ત્યારે, ભાજપના ધારાસભ્યોએ લોબીમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ઘેરીને માર માર્યો હતો.

અમરીશ ડેરને 7 થી 8 ભાજપના સભ્યોએ માર માર્યો હતો. આ મારા મારીમાં હર્ષ સંઘવી, અરવિંદ રૈયાણી, ડીંડોલ, રમણ પટેલ સામેલ હતા. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, મને કોંગ્રેસના સભ્યોએ મારી નાખવાની ધમકી આપી.

મામલો ગંભીર થતા કોંગ્રેસના બીજા સભ્યો પણ અમરીશ ડેરને બચાવવા આવી જતા વિધાનસભાની લોબીમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે છુટાહાથની મારા મારી થઈ હતી. પરિણામે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો.
First published: March 14, 2018, 6:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading