રાજ્યમાં મકાનોના પુન: વિકાસના મહત્વના સુધારા વિધેયકને મળી ગઈ મંજૂરી

News18 Gujarati
Updated: August 2, 2019, 10:02 PM IST
રાજ્યમાં મકાનોના પુન: વિકાસના મહત્વના સુધારા વિધેયકને મળી ગઈ મંજૂરી
પ્રતિકાત્મક તસવીર(એએનઆઈ)

આ મંજૂરી મળતા હવે જૂના મકાનોનો પુન: વિકાસ કરવાનો માર્ગ મોકળો બનશે. 

  • Share this:
રાજ્યમાં ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ, 1961ના સુધારા વિધેયકને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી મળતા હવે જૂના મકાનોનો પુન: વિકાસ કરવાનો માર્ગ મોકળો બનશે. રાજ્યમાં ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ, 1961ના સુધારા વિધેયકને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી મળતા હવે જૂના મકાનોનો પુન: વિકાસ કરવાનો માર્ગ મોકળો બનશે.

વૈધાનિક રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત ગૃહનિર્માણ બોર્ડ અધિનિયમ, ૧૯૬૧ને વધુ સુધારવા બાબતનું આ સુધારા વિધેયક તા. ૨૨.૦૨.૨૦૧૯ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યુ હતું અને રાજ્યપાલ દ્વારા તારીખ ૦૮.૦૩.૨૦૧૯ના રોજ રાષ્ટ્રપતિને અનુમતિ માટે મોકલવામાં આવ્યુ હતું જેના પર આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે.

જાડેજાએ ઉમેર્યું કે, આ અધિનિયમની જોગવાઇઓનો અમલ કરતી વખતે રાજ્ય સરકારને ધ્યાનમાં આવ્યું હતું કે, આ અધિનિયમ હેઠળ અમુક મકાનોના પુન:વિકાસની આવશ્યકતા હોવા છતાં, આવા મકાનોના માલિકો અથવા તેનો ભોગવટો કરનારા (ભોગવટેદારો) તમામ સભ્યોની સર્વસંમતિના અભાવે આવો પુન:વિકાસ કરવો શક્ય ન હતો. આવા મકાનોનો સમયસર પુન:વિકાસ કરવામાં ન આવે, તો તેમા રહેતા લોકોનું જીવન જોખમમાં મૂકાય તેવી સંભાવના હોવાથી, આ મુશ્કેલીઓનું નિવારણ લાવવાના હેતુથી આ અધિનિયમમાં યોગ્ય સુધારા કરવામાં આવ્યા છે.

આ સુધારા વિધેયકમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જે મકાનોને ૨૫ વર્ષથી વધુ સમય થયો હોય અને તેમાં વસવાટ કરનારા વ્યક્તિઓ પૈકી ૭૫% થી ઓછી ન હોય તેવી સંખ્યામાં સંમત્તિ આપવામાં  આવે તો આ પ્રકારના મકાનોનું પુન: નિર્માણ અને પુન: વિકાસ કરી શકાશે. આવા મકાનોના માલિકો અથવા તેનો ભોગવટો કરનારામાંથી ૭૫ ટકાથી ઓછા નહિ તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારાની સંમતિ મેળવ્યા પછી જ આવા જુના મકાનોના પુન:વિકાસ માટેની જોગવાઇ કરવાના હેતુથી આ અધિનિયમમાં સુધારા કરવામાં આવ્યા છે તેમ મંત્રી જાડેજાએ કહ્યું હતું.

આ ઉપરાંત જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ સભ્યોની સંમત્તિ મેળવીને ૨૫ વર્ષ કરતાં વધુ સમય થયો હોય તેવા મકાનોનો પુન: વિકાસ કે પુન: નિર્માણ  કરવાનો નિર્ણય કરે ત્યારે બોર્ડ અથવા બોર્ડે નિયુકત કરેલ કોઇ એજન્સીએ તે મકાનમાં વસવાટ કરનાર માલિકો અને ભોગવટાકાર વ્યક્તિઓને વૈકલ્પિક આવાસ અથવા વૈકલ્પિક આવાસને બદલે ભાડુ ચુકવવાનું રહેશે તેવી પણ જોગવાઇ કરવામાં આવી છે.

આમ, હવે ગુજરાતમાં આ પ્રકરના જુના મકાનોને સ્થાને નવા મકાનો પુન: નિર્માણ પામશે અને જ્યાં સુધી નવા મકાનો બને નહિ ત્યાં સુધી મૂળ માલિકો અને ભોગવટો કરનારાઓને વૈકલ્પિક આવાસ અથવા વૈકલ્પિક આવાસને બદલે ભાડુ ચુકવવાનું રહેશે તેમ પણ મંત્રીએ વધુ વિગત આપતા ઉમેર્યું હતું.
First published: August 2, 2019, 10:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading