અંબાલાલ પટેલની મોટી આગાહી! ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત કડકડતી ઠંડી અને કમોસમી વરસાદથી થશે

અંબાલાલ પટેલની મોટી આગાહી! ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત કડકડતી ઠંડી અને કમોસમી વરસાદથી થશે
અંબાલાલ પટેલની ફાઇલ તસવલીર

આગાહી કરતા જણાવ્યું છે કે, નવા વર્ષની શરૂઆતથી ઉત્તરાયણ સુધીમાં કડકડતી ઠંડી પડશે અને કમોસમી વરસાદ પણ વરસશે.

 • Share this:
  ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારાનો પ્રભાવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમ પ્રપાત વધતા ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં મંગળવારે સાત શહેરો ગાંધીનગર, પોરબંદર, કેશોદ, ડીસા, નલિયા, ગિરનાર અને કંડલા એરપોર્ટમાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી કરતાં નીચું નોંધાયું હતુ. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે, નવા વર્ષની શરૂઆતથી ઉત્તરાયણ સુધીમાં કડકડતી ઠંડી પડશે અને કમોસમી વરસાદ પણ વરસશે.

  ઉત્તરાયણનો દિવસ ગુજરાતીઓ માટે ઠંડોગાર રહેશે  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, વર્ષ 2021ની શરૂઆત ઠંડી અને કમોસમી વરસાદ સાથે થશે. રાજ્યમાં ઉત્તરાયણ સુધીમાં ઠંડીનો સમકારો અને કમોસમી વરસાદ થવાની શકયતા છે. ઉત્તરાયણનો દિવસ ગુજરાતીઓ માટે ઠંડોગાર રહેશે. આ સાથે નવા વર્ષની શરૂઆતમાં ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે અને નલિયામાં કોલ્ડવેવ યથાવત રહેશે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારો ઠંડાગાર બની રહેશે.

  કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, ખાવડાથી 26 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ

  હવામાન ખાતાએ શું આગાહી કરી?

  બીજી તરફ હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, તારીખ 30 અને 31 ડિસેમ્બર બે દિવસ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. જેમાં સૌથી વધુ ઠંડી કચ્છ અને સૌરષ્ટ્રના પોરબંદરમાં પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.

  નવા વર્ષ 2021નું સ્વાગત ઉલ્કાવર્ષાથી થશે, જાણો ક્યારે અને કેવી રીતે જોઇ શકશો

  અમદાવાદમાં ઠંડીનો ચમકારો

  રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મંગળવારે તાપમાન ગગડીને માઇનસ 6 ડિગ્રી પહોંચી ગયું હતું. આબુ સિટીમાં તાપમાન માઇનસ પાંચ ડિગ્રી અને ગુરુશિખર પર માઇનસ છ ડિગ્રી ઠંડી નોંધાયુ હતુ. જ્યારે વડોદરામાં પણ લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે અમદાવાદમાં મંગળવારે લઘુતમ તાપમાનનો પારો 2 ડિગ્રી જેટલો ઊંચકાયો હતો પરંતુ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો હતો. મંગળવારે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 10.1 ડિગ્રી નોંધાયું હતું જે નોર્મલ તાપમાન કરતાં 2.1 ડિગ્રી નીચું હતું જ્યારે મહત્તમ તાપમાન 24.2 ડિગ્રી નોંધાયું હતું જે પણ નોર્મલ તાપમાન કરતાં 3.8 ડિગ્રી નીચું નોંધાયું હતું.
  Published by:Kaushal Pancholi
  First published:December 30, 2020, 11:36 am

  ટૉપ ન્યૂઝ