પૈસા આપી દેજે નહિ તો ગોળી મારી દઈશ, ખોટા કેસમાં ફસાવી દઇશ, 'વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફિનાઇલ પી લીધુ'


Updated: September 21, 2020, 10:20 AM IST
પૈસા આપી દેજે નહિ તો ગોળી મારી દઈશ, ખોટા કેસમાં ફસાવી દઇશ, 'વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફિનાઇલ પી લીધુ'
વ્યાજખોરોએ ગોળી મારી દેવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવાને ફિનાઇલ પી લીધું છે. 

વ્યાજખોરોએ ગોળી મારી દેવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવાને ફિનાઇલ પી લીધું છે. 

  • Share this:
અમદાવાદ : શહેરના પૂર્વમાં વધુ કેટલાક વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે. રિક્ષા ચાલક ફરિયાદી રૂપિયા પરત ન કરી શકતા વ્યાજખોરોએ ગોળી મારી દેવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવાને ફિનાઇલ પી લીધું છે.

સૈજપુર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા રાજાભાઈએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે,   તેમને અજિત સિંધી પાસેથી દર મહિને 5000 વ્યાજે રૂપિયા 25 હજાર લીધા હતા. પીન્ટુ પાસેથી રૂપિયા 10 હજાર લીધા હતા અને નિખિલ સિંધી પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા. જેમાં નિખિલે 5 હજાર રૂપિયા પહેલા કાપી લીધા હતા અને બીજા રૂપિયાના રોજના 500 લેખે સો દિવસ સુધી ચૂકવવાના હતા.

જોકે, લૉકડાઉન આવી જવાથી ફરિયાદી આર્થિક ભીંસમાં મુકાઈ ગયા હતા. જેથી તે વ્યાજખોરોને રૂપિયા ચૂકવી  ન શકતા અજિત, નિખિલ અને તેના પિતા તેને વારંવાર રૂપિયા માટે દબાણ કરતા હતા અને ધમકી ઓ પણ આપતા હતા. એટલું જ નહિ, નિખિલ અને તેના પિતાએ ફરિયાદીને મેઘાણીનગર પોલીસ સ્ટેશનની બહાર બોલાવીને ધમકી આપી હતી કે, તું મારી મૂડી અને વ્યાજના રૂપિયા આપી દે નહીં તો તારી સામે પોલીસ ફરિયાદ કરીશું. અને જો પૈસા નહિ આપે તો ગોળી મારી દઈશું.

આ પણ વાંચો - આજથી 5 દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ થશે

આ પણ જુઓ - 
આ પણ વાંચો - સુરતવાસીઓ સાવધાન : એક જ પેટ્રોલ પંપનાં 12 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા પંપ કરાયો બંધ 

બાદમાં 20મી સપ્ટેમ્બરની  મોડી સાંજે નિખિલના કાકા કમલેશ સિંધીએ ફરિયાદીને ફોન કરી નિખિલના પૈસા આપી દે નહિ તો ખોટા કેસમાં ફસાવી દઈશ, જાન થી મારી નાખીશ. એવી ધમકી આપી હતી. જેથી કંટાળી ને ફરિયાદી એ ફિનાઇલ પી લીધું હતું. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: September 21, 2020, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading