સ્ટેડિયમ બંદોબસ્ત સમયે પોલીસને આવ્યો ફોન, 'હું પંકજ પટેલ બોલું છું, જો મેચ રમાશે તો હું આત્મવિલોપન કરીશ'

સ્ટેડિયમ બંદોબસ્ત સમયે પોલીસને આવ્યો ફોન, 'હું પંકજ પટેલ બોલું છું, જો મેચ રમાશે તો હું આત્મવિલોપન કરીશ'
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

ગાંધીનગરના પંકજ પટેલ સામે ચાંદખેડા પીઆઇએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 

  • Share this:
અમદાવાદ: જો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઇ તો હું આત્મવિલોપન કરી દઈશ. તેવી ગર્ભિત ધમકીઓ આપી સરકાર વિરુદ્ધ  શબ્દોનો પ્રયોગ કરી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. જે અંગે ગાંધીનગરના પંકજ પટેલ સામે ચાંદખેડા પીઆઇએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

ચાંદખેડા પીઆઇ કે.વી. પટેલે ફરિયાદ દાખલ કરાવી છે કે, ભારત-ઇંગ્લેન્ડ T20 મેચ માટે તેઓ સ્ટેડિયમ પર બંદોબસ્ત વહેંચણીની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, પોતે ગાંધીનગરથી પંકજ પટેલ બોલી રહ્યો છે અને 12મી માર્ચે મેચ રમાવાની છે. જો મેચ રમાશે તો તે આત્મવિલોપન કરશે તેવી ગર્ભિત ધમકી આપી સરકાર વિરુદ્ધ અપશબ્દો બોલી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.અમદાવાદ વૃદ્ધ દંપતીની હત્યામાં ઘટસ્ફોટ: આરોપીએ વીડિયો બનાવીને કહ્યું, 'મેને મર્ડર કિયા હે, મોબાઈલ ભી લૂંટ રહા હુ'

જેથી તે કોઇ અઘટિત પગલું ભરે નહીં તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક ગાંધીનગર પોલીસ કંટ્રોલરૂમ તથા દહેગામ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી જરૂરી કાર્યવાહી કરવા જાણ કરી હતી.જોકે ત્યારબાદ પંકજ પટેલ અને પી આઇ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.  જે અંગે ચાંદખેડામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:March 14, 2021, 11:58 am