ફર્સ્ટ ઇન ગુજરાત : ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીએ Data scienceનો નવો કોર્ષ શરૂ કર્યો


Updated: October 22, 2020, 11:35 AM IST
ફર્સ્ટ ઇન ગુજરાત : ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીએ Data scienceનો નવો કોર્ષ શરૂ કર્યો
જીટીયુ, અમદાવાદ

નવા શરૂ કરાયેલા આ કોર્ષમાં માત્ર 30 બેઠકો માટે 400 વિદ્યાર્થીઓની અરજી GTU ને મળી છે.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : આગામી સમય હવે ડિજીટલ  યુગ રહેવાનો છે અને કારકિર્દીની ઉજળી તકો પણ ડિજીટલ તરફ જોવાઇ રહી છે. માર્કેટની આ ડિમાન્ડને જોતા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (Gujarat Technology University) દ્વારા ડેટા સાયન્સનો (Data science) કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેટા સાયન્સના કોર્ષમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓની કતાર લાગી છે.

નવા શરૂ કરાયેલા આ કોર્ષમાં માત્ર 30 બેઠકો માટે 400 વિદ્યાર્થીઓની અરજી GTU ને મળી છે. એટલુ જ નહીં, આ પ્રકારનો કોર્ષ શરૂ કરવામાં GTU રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. વધતા જતા ડિજીટલ યુગમાં ડેટાનું ખુબજ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડીઝીટલ ઇન્ડિયાને પ્રાધાન્ય આપે છે. હાલમાં મેસેજની આપ લેથી માંડીને ખરીદી ઓનલાઇન થઈ ગઈ છે અને હવે તો અભ્યાસ પણ ઓનલાઇન થયો છે ત્યારે ડેટા સાયન્સનો અભ્યાસક્રમ GTU દ્વારા શરૂ કરાયો છે.

વિસાવદરમાં મકાન ધરાશાયી થતા માતા અને પુત્રનું કરૂણ મોત, પિતા અને અન્ય પુત્ર ઇજાગ્રસ્ત

GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું કે, એક સમયે વાયબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગ પતિ મુકેશ અંબાણીએ પણ હાલના સમયમાં ડેટા સોનાની ખાણ છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો. અને ડેટાએ હાલ માંર્કેટની ડિમાન્ડ છે. તેને ધ્યાને લઈને  GTU દ્વારા ડેટા સાયન્સનો કોર્ષ શરૂ કર્યો છે.  આ કોર્ષ શરૂ કરનાર GTU રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. આ કોર્ષ માં એડમીશન માટે GTUને 400 અરજીઓ મળી છે. જેમાંથી મેરિટ પ્રમાણે 30 બેઠકો ભરવામાં આવશે. વિદ્યાર્થીઓને ડેટા માઇનિંગ અને ડેટા એનાલીસીસનો અભ્યાસ કરવામાં આવશે.

SOU પર બન્યો દેશનો પહેલો 'ગ્લો ગાર્ડન', વીડિયો જોઇને થઇ જશો અવાક

બીજું કે ડિજીટલનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સાયબર ક્રાઇમના બનાવો પણ પુષ્કળ વધી રહયા છે. હાલના સમયમાં સાયબર ક્રાઈમ રેટ 44 ટકા વધી ગયો છે જેને જોતા સાયબર સિક્યુરિટીના કોર્ષ પણ શરૂ કરવામાં આવ્યા છે.



આ અગાઉ સાયબર ક્રાઇમના ગુનાઓમાં GTU ના  સાયબર એકસપર્ટે પણ પોલીસ વિભાગને મદદ કરી છે અને પોલીસ જવાનોને સાયબર ગુનાઓ ઉકેલવા પોલીસની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. તેવી જ રીતે ફાર્મસી માં વિજિલન્સ નો કોર્ષ અને મેનેજમેન્ટ સ્કૂલમાં ડીજીટલ માર્કેટિંગ કોર્ષ પણ શરૂ કર્યો છે. આ કોર્ષ પણ GTU દ્વારા પ્રથમવાર શરૂ કરવામાં આવ્યા છે.
Published by: Kaushal Pancholi
First published: October 22, 2020, 11:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading