Home /News /madhya-gujarat /

'લોકોને સરકાર પર ભરોસો નથી રહ્યો,' કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે ગુજરાત હાઇકોર્ટેની સરકારને ટકોર

'લોકોને સરકાર પર ભરોસો નથી રહ્યો,' કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે ગુજરાત હાઇકોર્ટેની સરકારને ટકોર

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોરોનાથી વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ સામે આવ્યું છે.

અમદાવાદ: રાજ્યમાં (Gujarat) કોરોનાના કેસમાં (coronavirus) ઝડપથી વધારો થઈ રહ્યો છે, તેવામાં રાજ્યમાં કોરોનાથી વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ સામે આવ્યું છે. રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હૉસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હિતની અરજી ગણી હતી. આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે આદેશ આપ્યો છે. રાજ્યમાં કોવિડ-19 મેનેજમેન્ટમાં સરકારની કામગીરી પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. આજે ચિફ જસ્ટીસના વડપણવાળી બેંચ સુનાવણી હાથ ધરી હતી.

ગુજરાત હાઈકોર્ટે કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં સુઓમોટો નોંધ લીધી છે. જેમાં સુઓમોટો લેતાં હાઈકોર્ટે કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી નોંધીને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે તેની આજે સુનાવણી હાથ ધરી હતી.

>> હાઈકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરતા જણાવ્યું કે, ભારતમાં પ્રતિદિન 1,75,000 રેમડેસિવીર વાયલની જરૂરિયાત છે. જ્યારે ગુજરાત સરકાર એક જ દિવસમાં 30 હજાર જ મેળવે છે. રેમેડેસિવીર ઈન્જેક્શનની આવશ્યક્તા સામાન્ય સંજોગોમાં હોતી નથી. આમ છતાં હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમેડેસિવીરનો આગ્રહ રાખે છે.
રાજ્ય સરકારના સતત પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમેડેસિવીર ઈન્જેક્શનના ભાવ ઘટાડ્યા છે, જેથી સામાન્ય માણસોને પણ ઈમરજન્સીમાં ઈન્જેક્શન મળી રહે છે.

જબરો ખુલાસો: પાંચ વર્ષમાં SBIએ ઝીરો બેલેન્સ એકાઉન્ટમાંથી રૂ. 300 કરોડ વસૂલી લીધા   

>> આ સિવાય ધનવંતરી અને સંજીવની એમ્બ્યુલન્સ દ્વારા ડોક્ટરો અને હેલ્થ વર્કરની ટીમો પણ ઘરે-ઘરે જઈને ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર યોગ્ય રીતે કામ કરી રહી છે. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. જેમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા છે.

>> હાઈકોર્ટે આજની સુનાવણીમાં ગુજરાત સરકારને વિવિધ મુદ્દે ખખડાવી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને ખખડાવીને કહ્યું કે, જાહેર કાર્યક્રમો બંધ કરાવો, લગ્ન-મરણ પ્રસંગને લઈને પણ સૂચનો કર્યાં કે, લગ્ન અને મરણ પ્રસંગમાં માત્ર 50 લોકોને પરવાનગી આપો. આ સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં કરફ્યૂનો અમલ નથી થતો. વહેલી સવારે લોકો રસ્તા પર જોવા મળે છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ક્યાંય નથી થતું. જે લોકો સ્વયભૂ બંધ પાળે છે તે લોકો બીજા બધા કરતા ઘણા હોશિયાર છે. આ સાથે સરકાર નાના વેપારીઓના ધંધા વ્યવસાયને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખે.

13મીથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અમદાવાદ નગરદેવી ભદ્રકાળીના દરવાજા ભક્તો માટે ખુલ્લા, પાળવા પડશે આ નિયમો

>>  કોર્ટે વધુમાં નોંધ્યું કે, ઓક્ટોબર સુધી સ્થિતિ કંટ્રોલમાં હતી. દિવાળી બાદ સતત કેસ વધ્યા. કેમ અજાણ રહ્યા કે રાજ્યમાં હવે બીજી લહેર આવી ગઈ છે. શા માટે સરકારે માની લીધું કે, કોરોના હવે જતો રહ્યો છે, શા માટે ખાનગી હૉસ્પિટલના બેડ સુપરત કરી દેવાયા. આરટીપીઆર ટેસ્ટને કેમ આટલું મોડું થઈ રહ્યું છે. આ સમયગાળામાં જો અન્ય લોકોને ચેપ લાગે તો કોણ જવાબદાર છે.

>> કોર્ટે વધુમાં સૂચવ્યું કે, ટેસ્ટીગ વધારવામાં અને તેવી ગતિ વધારવામાં આવે. કલેક્શન અને ટેસ્ટીગ વધારવામાં આવે. તાલુકા અને ગામડાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે કોઈ વ્યવસ્થા જ નથી. સામાન્ય લોકોના આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ આવતા વાર લાગે છે. જ્યારે કે, અધિકારિઓ અને નેતાઓને જલ્દી રિપોર્ટ કેવી રીતે મળે છે. સરકારને કોર્ટે સવાલ કર્યો કે, રિપોર્ટ આવતા સમય લાગે છે માટે તે વ્યક્તિ અન્યના સંપર્કમાં આવે છે અને આ રીતે કોરોની ચેન આગળ વધી રહી છે. દેખાઈ રહ્યુ છે કે, વેક્સિનેશન ખાસ અસર નથી કરી રહ્યું. વેકસિનેશન જરૂરી છે પણ તે અસર નથી કરી રહ્યું.

કચ્છમાં બની શકે છે ભારતનો પ્રથમ જીઓ પાર્ક, આવી છે વિશેષતા

>> ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી કે, આ લડાઈ સરકાર અને કોરોના વચ્ચેની લડાઈ નથી, પણ લોકો અને કોરોના વચ્ચેની લડાઈ બની ગઈ છે. રેમડેસિવિર ઈન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી, પરંતુ હોમ આઈસોલેટ થયેલા દર્દીઓ પણ રેમડિસિવીરનો આગ્રહ રાખે છે. લોકોને વિનંતી કરુ છું કે રેમડિસિવીર ઇન્જેકશન માટે ભીડ ન કરો.

મહત્વનું છે કે, ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી. તો ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેન્ચે સુનાવણી હાથ ધરી છે.  ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઑનલાઇન જોડાયા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus, Gujarat highcourt, Lockdown, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन