અમદાવાદ: કોરોનાગ્રસ્ત યુવતીનાં ઘરે કામ કરતા યુવાનને લાગ્યો ચેપ, વિદેશ હિસ્ટ્રી ન હોય તેવો પ્રથમ દર્દી

News18 Gujarati
Updated: March 24, 2020, 8:20 AM IST
અમદાવાદ: કોરોનાગ્રસ્ત યુવતીનાં ઘરે કામ કરતા યુવાનને લાગ્યો ચેપ, વિદેશ હિસ્ટ્રી ન હોય તેવો પ્રથમ દર્દી
પ્રતિકાત્મક તસવીર

હાલ તેને એસવીપી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કોરોના ગ્રસ્ત યુવતીની હાલત સ્થિર છે.

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસની (cornavirus) ગંભીરતાને ધ્યાનમાં રાખીને લૉકડાઉન કરવામાં આવ્યું છે. કોરોનાનાં ગુજરાતમાં (Gujarat) સૌથી વધુ કેસ અમદાવાદમાં (Ahmedabad) નોંધાયા છે. ત્યારે વિદેશ હિસ્ટ્રી ન હોય તેવા વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યાનો પ્રથમ કેસ શહેરમાં સામે આવ્યો છે. આનંગનગરમાં રહેતી અને ન્યૂ યોર્કથી આવેલી યુવતીનાં ઘરે કામ કરવા આવતા યુવકને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ તેને એસવીપી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કોરોના ગ્રસ્ત યુવતીની હાલત સ્થિર છે.

અમદાવાદનાં સાતેય કોરોનાગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઇનમાં મૂકી દેવામાં આવ્યાં છે. આ સાથે સોમવારે પૂર્વ વિસ્તારમાં પણ પ્રથમ કેસ નોંધાયો છે. જેમાં 61 વર્ષનાં વ્યક્તિ યુકેથી આવ્યા હતા તેઓ હોમ આઈસોલેશનમાં જ હતા. ત્યારે તેમને તાવ આવતા સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સાથે જમાલપુરમાં રહેતા દંપતી કે જેઓ મક્કા મદીનાથી હજ કરીને આવ્યાં હતાં તેઓ પણ કોરોના ગ્રસ્ત બન્યા છે.

 આ પણ વાંચો : અમદાવાદ : કોરોના વાયરસના કહેર વચ્ચે પોલીસ સિનિયર સિટીઝનોની વ્હારે આવી

નોંધનીય છે કે, નોવેલ કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે રાજ્ય બનતા પ્રયત્નો કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લા પંચાયતે જિલ્લાના તમામ તાલુકાઓમાં 50 હજારથી વધારે હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો જથ્થો રવાના કર્યો છે.જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ વકર્સ દ્વારા આ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.કોરોના વાઇરસ સામે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના 13 હજાર સેવાકર્મીઓ ગ્રામ્ય અને ઔડા વિસ્તારમાં ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે. ખાસ કરીને, 0થી 5 વર્ષના બાળકો અને 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકોનો સંપર્ક કરીને કોરોનાના લક્ષણો છે કે નહિ તે પૂછવામાં આવે છે. કારણ કે આ વયજૂથના લોકો વધુ વલ્નરેબલ(વધુ જોખમ ધરાવતા) હોય છે.

વીડિયો જુઓ 
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर