Home /News /madhya-gujarat /

'લોકોને સરકાર પર ભરોસો નથી રહ્યો, લોકોમાં વિશ્વાસ જગાડો,' સુઓમોટો અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના થશે

'લોકોને સરકાર પર ભરોસો નથી રહ્યો, લોકોમાં વિશ્વાસ જગાડો,' સુઓમોટો અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના થશે

ગુજરાત હાઇકોર્ટ

નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત કરી કે, ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે.

  નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી છે. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા હતા. સુનાવણીમાં સરકાર અને હાઇકોર્ટે  અનેક મુદ્દે પોતપોતાનો પક્ષ મૂક્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, સુઓમોટો અંગે વધુ સુનવણી 15 એપ્રિલના રોજ હાથ ધરાશે

  'હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે'

  નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, રેમેડસિવીર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી. હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે. ગુજરાતની સરખામનીમાં મહારાષ્ટ્રમાં માત્ર 2 જ કંપનીઓ ઇન્જેકશન બનાવે છે છતાં ત્યાં લાંબી લાઈનો નથી.

  'ગુજરાતમાં પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ થાય છે'

  નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત કરી કે, ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં 30 હજાર વાયલ મેળવે છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીગની ક્ષમતા પણ વધારી દીધી છે. ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે. જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. મોબાઈલ વાનથી સારવાર કરી છે. 141 પ્રાઇવેટ હોસ્પિટલને કોવિડ હૉસ્પિટલ તરીકે મંજૂરી આપી છે. નર્સિંગ હોમને પણ કોવિડ કેર સેન્ટરમાં તબદિલ કર્યા છે. એક દિવસમાં 1087 બેડના કોવિડ સેન્ટર ઉભા કર્યા છે.હોસ્ટેલ ને પણ કોવિડ સેન્ટર બનાવ્યા છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં 70 ટકા ઓક્સિજન એ હેલ્થ સેકટર માટે રિઝર્વ રાખ્યા છે. 50 ટકા સરકારી કર્મચારીઓને કોવિડ થઈ ગયો છે. જ્યારે 17 હજારથી વધુ બેડ સમગ્ર ગુજરાતમાં અત્યારે ખાલી છે.

  કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો

  નામદાર હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે ઘરે ટેસ્ટીગ અને ટ્રેકીગ યોગ્ય રીતે કરે છે. 141 ખાનગી હૉસ્પિટલોને કોવિડ ડૈઝિગ્શેટેડ તરીકે જાહેર કરાઈ છે.

  જૂનાગઢના આયુર્વેદિક તબીબને કોરોનાના દર્દીઓમાં રોગપ્રતિકારકતા વધારી 21 દિવસમાં એન્ટિબોડી બનાવવામાં મળી સફળતા

  'વીઆઇપીની જેમ સામાન્ય માણસને ટેસ્ટનો રિપોર્ટ કેમ જલ્દી નથી મળતો'

  હાઇકોર્ટે જવાબ આપતા જણાવ્યું કે, કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી. ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે. સામાન્ય માણસને ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ ત્રણ દિવસે કેમ મળે છે. VIP લોકોને રિઝલ્ટ જલ્દી મળી જાય છે સામાન્ય લોકોને કેમ જલ્દી મળતા નથી.

  'ઓફિસ સ્ટાફમાં 50 ટકા લોકોને જ બોલાવો'

  સુનાવણીમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે, ઓફિસમાં 50 સ્ટાફને જ બોલાવવામાં આવે. કરફ્યૂના સમયમાં રિલેક્શેસન આપવામાં આવી રહ્યું છે. નાઇટ કરફ્યૂની અમલવારી થઇ નથી રહી. આ સાથે તેમણે સૂચનકરતા જણાવ્યું કે, લગ્ન અને સમ્શાન વિધિ સિવાયના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવો જોઇએ. લગ્ન પ્રસંગમાં 100 માણસોની મંજૂરી આપી છે તેમાં ઘટાડો કરો. કોર્પોરેટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ સ્ટાફનો ઘટાડો કરો.

  'ચૂંટણીની જેમ બૂથવાઇઝ મેનેજમેન્ટ કોરોનામાં કેમ નથી થતું '

  ગુજરાત હાઇકોર્ટે પોતાના અવલોકનોમાં કહ્યૂં કે, ચૂંટણી સમયે બૂથ પ્રમાણે મેનેજમેન્ટ કરો છો તો કોરોનામાં બૂથવાઇઝ મેનેજમેન્ટ નથી થઇ શકતું? આ ઉપરાંત તેમણે કહ્યું કે, જે કોઇપણ કોવિડ 19ની એસઓપીનું પાલન નથી કરતું તેમને કોવિડ સેન્ટરમાં મોકલી દો.

  'લોકોમાં વિશ્વાસ જગાડો કે સરકાર અમારા માટે કામ કરી રહી છે '

  હાઇકોર્ટે જણાવ્યું કે, લોકોમાં વિશ્વાસ જગાડો કે સરકાર અમારા માટે કામ કરી રહી છે અત્યારે લોકોને સરકાર ઉપર ભરોસો નથી રહ્યો. આ હાલાકી સાથે આપણે જીવવું પડશે એટલે ટેસ્ટિંગ સેન્ટર વધારો. સરકાર સારું કામ કરે છે પરંતુ સાચી દિશામાં કામ કરે. લોકોને વિશ્વાસ અપાવો અને અમને સારું ના લગાડશો લોકો એટલેકે જનતાને સારું કામ કરીને આપો.

  નોંધનીય છે કે, આ અંગે હાઈકોર્ટે નોંધ્યું હતું કે, છેલ્લા પાંચ-છ દિવસથી અખબારોમાં રાજ્યની વણસેલી આરોગ્યની સ્થિતિ વિશે પાનેપાનાં ભરીને સમાચારો આવે છે. આ સમાચારો રાજ્યની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે જેને અવગણી ન શકાય અને હવે કોર્ટે હસ્તક્ષેપ કરવાનો સમય પાકી ગયો છે. ગુજરાત રાજ્ય હવે મેડિકલ કટોકટીના આરે ઊભું છે અને જલ્દી કોઈ અસરકારક પગલાં નહીં લેવાય તો સ્થિતિ કાબૂ બહાર જતી રહેશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Coronavirus, Health emergency, અમદાવાદ, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन