Home /News /madhya-gujarat /

કોરોના વકરતા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ: જરૂર પડે 450 બેડની વ્યવસ્થા કરાશે

કોરોના વકરતા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ: જરૂર પડે 450 બેડની વ્યવસ્થા કરાશે

હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો. પીના સોની

હાલમાં એડમિટ દર્દીઓમાંથી 60 ટકા દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાતવાળા છે. 

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં શહેરમાં ખાનગી હોસ્પિટલઓ પણ દર્દીઓની સંખ્યાથી ફૂલ થઈ રહી છે. ત્યારે શહેરની વધુ એક મોટી સરકારી હોસ્પિટલ સોલા સિવિલ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. અહીં દરરોજ દર્દીઓની સંખ્યામાં 15 ટકાનો વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધશે તો 450 બેડ વધારવાની તૈયારીઓ હોસ્પિટલના સંચાલકોની છે.

કોરોના વાયરસની ત્રીજી લહેરના કારણે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં વધારો થતાં પરિસ્થિતિ વધુ ખરાબ બની છે. વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાની તૈયારી કરી છે. ખાનગી હોસ્પિટલઓમાં પણ ફરી દર્દીઓ ઉભરાવાની સ્થિતિ બની રહી છે. કેસમાં વધારો થતા સોલા સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગયું છે. જે રીતે રોજેરોજ કેસ વધી રહ્યા છે તે જોતા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ બાદ હવે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ વ્યવસ્થા વધારવામાં આવી છે.

કોડીનાર: ખાનગી સિમેન્ટ કંપનીના પ્રદૂષણ અંગે ધારાસભ્ય મોહન વાળાએ કર્યા સવાલ, તંત્ર થયું દોડતું

આ અંગે હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો. પીના સોનીએ જણાવ્યું કે હાલ હોસ્પિટલમાં 80 બેડની સામે વધુ 100 બેડ વધારી 180 બેડ કરવામાં આવ્યા છે. જરૂર પડશે તો 450 વધારવાની તૈયારી છે. અને હાલ દરરોજ દર્દીઓની સંખ્યામાં 15 ટકા જેટલો વધારો થાય છે. હોસ્પિટલમાં છેલ્લા 3 દિવસમાં 132 દર્દીઓ એડમિટ થયા છે. હાલમાં એડમિટ દર્દીઓમાંથી 60 ટકા દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાતવાળા છે.

સુરત: પ્રથમ પત્નીની જાણ બહાર જ પતિએ કર્યા બીજા લગ્ન, પછી થઇ જોવા જેવી



મહત્વનું છે કે, કોરોનાની સાથે સાથે હોસ્પિટલમાં નોન કોવિડ સારવાર પણ ચાલી રહી છે. અને બીજીતરફ સરકાર દ્વારા વેકસીનેશન પ્રોગ્રામ પણ ચાલી રહ્યો છે. તેવામાં જો કેસમા વધારો થશે તો મેડિકલ સ્ટાફની ઘટ સર્જાશે.  હાલ વધતા કેસોને ધ્યાનમાં લઈ સોલા સિવિલ હોસ્પિટલમા સ્ટાફની જરૂરિયાત વર્તાઈ રહી છે એટલે જરૂર પડે હોસ્પિટલમાં મેન પાવર વધારવાની રજુઆત પણ સરકારમાં કરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus, COVID-19, Sola civil hospital, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन