Home /News /madhya-gujarat /ફીના કારણે લિંક ન મોકલનાર શહેરની આ શાળાની માન્યતા રદ કરવા DEOને છૂટ: ગુજરાત હાઇકોર્ટ

ફીના કારણે લિંક ન મોકલનાર શહેરની આ શાળાની માન્યતા રદ કરવા DEOને છૂટ: ગુજરાત હાઇકોર્ટ

પ્રતીકાત્મક તસવીર

હાઇકોર્ટે શાળાને નોટિસ પાઠવી વધુ સુનાવણી 19મી એપ્રિલના કરશે.

    અમદાવાદમાં (Ahmedabad) કોરોના મહામારીને (Corona Pendamic) કારણે રાજ્ય સરકારે (Gujarat Government) શાળાઓને (School) પુરેપુરી ફી (fees) ન લેવાનું જણાવ્યું છે. કોરોનાના કારણે 75 ટકા જ ટયુશન ફી (Tuition fees) લેવાનો નિર્ણય સરકારે કર્યો છે. ત્યારે શહેરના હેબતપુરમાં આવેલી યુરો સ્કૂલની બે વિદ્યાર્થિનીઓની ફી અંગે વાલીઓ અને શાળા અંગે વિવાદ ચાલી રહ્યો છે. જે બાદ શાળાએ વિદ્યાર્થિનીઓને ઓનલાઇન ક્લાસની લિંક મોકલવાનું બંધ કર્યુ છે. વિદ્યાર્થિનીઓને ફરી લિંક મોકલવાના આદેશનું પાલન ન થયા તો શાળાની માન્યતા રદ કરવાની છૂટ ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) જિલ્લા શિક્ષણાધિકારીને આપી છે. હાઇકોર્ટે શાળાને નોટિસ પાઠવી વધુ વધુ સુનાવણી 19મી એપ્રિલના કરશે.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, વસ્ત્રાપુરમાં રહેતા પરિવારની 13 અને 16 વર્ષી પુત્રીઓ હેબતપુરની યુરો સ્કૂલમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીઓના પિતાની રજૂઆત છે કે, સ્કૂલો માટે એફ.આર.સી.એ નક્કી કરેલી ફી કરતા વધુ ફી તેમણે ગયા વર્ષે ભરી દીધી હતી.

    ગીર-તલાલાની કેસર કેરીઓને લાગ્યું ગ્રહણ! 70% જેટલો પાક નાશ પામ્યો, ખેડૂતોએ કરી વળતરની માંગ

    આ વર્ષે પણ કોરોનાના કારણે 75 ટકા જ ટયુશન ફી લેવાનો નિર્ણય સરકારે કર્યો હોવાથી અરજદારે શાળાને કહ્યું હતું કે, ગત વર્ષની ભરેલી વધુ ફીને ચાલુ વર્ષમાં સરભર કરી દેવામાં આવે. જોકે, આ શાળાએ પિતાની આ વાત માન્ય ન રાખી અને એક છોકરીની માર્કશીટ અટકાવી દીધી. જ્યારે અન્ય છોકરીને ઓનલાઇન ક્લાસની લીંક મોકલવાની બંધ કરી દીધી છે.

    Holi Maha Sale: સ્માર્ટફોન,ગેજેટ્સ, મીઠાઈ સહિત 15,000થી વધુ બ્રાંડ પર 80%નું ડિસ્કાઉન્ટ

    પિતાએ આ અંગે ડીઇઓમાં રજૂઆત કરી હતી. જે બાદ ડીઈઓએ શાળાને આદેશ કર્યો હતો કે ઓનલાઇન ક્લાસની લિંક મોકલો અને માર્કશીટ ન અટકાવો. પરંતુ આ આદેશનું પાલન પણ શાળાએ કર્યું ન હતું.
    " isDesktop="true" id="1082231" >

    જેથી પરિવારે આ અંગેની પિટિશન હાઇકોર્ટમાં કરી હતી. જેમાં હાઇકોર્ટે શાળાને નોટિસ પાઠવી આ અંગેનો જવાબ માગ્યો છે. આ સાથે જો શાળા લિંક ન મોકલે તો તેની માન્યતા રદ કરવાની છૂટ ડીઇઓને આપી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus, COVID-19, Highcourt, Online Education, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन