ગુજરાત કૉંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ! એક નેતાએ અમિત ચાવડાને લખ્યો વેદનાભર્યો પત્ર, 'જાહેર સભામાં મારું અપમાન થયું છે'

ગુજરાત કૉંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ! એક નેતાએ અમિત ચાવડાને લખ્યો વેદનાભર્યો પત્ર, 'જાહેર સભામાં મારું અપમાન થયું છે'
'જેથી મે આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી હિમંતસિહ પટેલ વિરૂદ્દ કાર્યવાહી કરવાની માંગ કરી છે.'

'જેથી મે આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી હિમંતસિહ પટેલ વિરૂદ્દ કાર્યવાહી કરવાની માંગ કરી છે.'

  • Share this:
કૉંગ્રેસ (congress) પાર્ટીમાં એક સાથે અને તેર તુટે તેવો ઘાટ હાલ સર્જાયો છે. ગુજરાત કોંગ્રસ (Gujarat congress) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (local body Election) ટિકિટ જાહેરાત બાદ કકળાટ બહાર આવ્યો છે. એક પછી એક રાજીનામા કોંગ્રસ કાર્યકર્તા અને નેતાઓ આપી રહ્યા છે. ત્યાં અમદાવાદ શહેરના નેતા ડૉ. અમિત નાયરે વેદના ભર્યો પત્ર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને (AMit Chavda) લખ્યો છે. પત્રમાં અમિત નાયક કહે છે કે, ધારાસભ્ય હિમંતસિહ પટેલ દ્વારા જાહેર સભામાં મારુ અપમાન કર્યું છે . જેના પગલે પક્ષ એક દાખલો બેસાડવા માટે ધારાસભ્ય હિમંતસિહ પટેલ વિરૂદ્ધ પગલા લેવા માંગ કરી છે.

ન્યુઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કૉંગ્રેસ નેતા ડૉ. અમિત નાયકે જણાવ્યું હતુ કે, વ્યથિત થઇ અને દિલ પર ભાર મુકી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સંબોધન કરતો પત્ર લખ્યો છે. પત્રમાં ધારાસભ્ય હિંમતસિહ પટેલ વિરૂદ્ધ પગલા લેવા માંગ કરી છે. ગોમતીપુર વોર્ડના ઉમેદવાર પ્રચાર કરવા જાહેર સભાનું આયોજન કરાયું હતુ. ત્યાં જાહેર સભામાં મને સ્ટેજ પરથી દુર કરવા ઉમેદવાર પર દબાણ કરવામાં આવ્યું હતુ. જાહેર સભામાં કોઇ અન્ય ઘર્ષણ ન થાય તે માટે સ્ટેજ અને જાહેર સભા છોડી હતી. આ ઘટના પગલે હું અપમાનીત થયો હોવાની લાગણી અનુભવું છું. હિંમતસિહના આ વ્યવહારથી એક કાર્યકર્તા તરીકે મને આઘાત લાગ્યો છે . મારા અપમાન પગલે મારા ટેકેદારોમાં નારાજગી ઉભી થઇ છે. જેથી મે આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી હિમંતસિહ પટેલ વિરૂદ્દ કાર્યવાહી કરવાની માંગ કરી છે.ભાવુક થયેલા અમિત નાયકે જણાવ્યુ હતુ કે, અપમાનનો ઘુટ પીને પણ હું મારા કૉંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કરીશ. પંરતુ આવુ અપમાન અન્ય કાર્યકર્તા સાથે ન થાય તે માટે એક દાખલો બેસાડવો જોઇએ.

આ અંગે ધારાસભ્ય હિંમતસિહં પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ હિમંતસિહ પટેલ દ્વારા ટેલિફોનમાં જણાવાયુ હતુ કે, હાલ હું ઉમેદવારોના પ્રચાર માટે કામ કરી રહ્યો છું. મે કોઇ કાર્યકર્તાનું અપમાન કર્યું નથી. રજૂઆત કરવાનો સૌ કોઇને હક છે.
Published by:Kaushal Pancholi
First published:February 13, 2021, 14:35 pm

ટૉપ ન્યૂઝ