અમદાવાદ : AMTSની ટક્કરે મહિલાનું મોત, બસ ડ્રાઇવર, કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા

News18 Gujarati
Updated: October 24, 2020, 3:35 PM IST
અમદાવાદ : AMTSની ટક્કરે મહિલાનું મોત, બસ ડ્રાઇવર, કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા
એએમટીએસ બસ

  • Share this:
અમદાવાદમાં આજે સવારે ન્યુકોટન ચાર રસ્તા, મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે એએમટીએસની ટક્કર વાગતા અજાણી મહિલાનું મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ એએમટીએસ બસ મુકીને ડ્રાઇવર અને કન્ડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ ગમખ્વર અકસ્માત બાદ લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, એક મહિલા પોતાના વાહન પર ન્યૂ કોટન ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે તેને એએમટીએસની ટક્કર વાગતા આ અકસ્માત સર્જાયો હતો.

આ મૃતક મહિલાનું નામ ગીતાબેન દેવીપૂજક છે અને તેઓ 55 વર્ષનાં હતા.

એએમટીએસ બસ


હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આ મૃતક મહિલા કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: Kaushal Pancholi
First published: October 24, 2020, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading