અમદાવાદ : ગુજરાતનાં 80 હજાર સ્કુલ વર્ધી વાહનચાલકો પરેશાન છે જ્યારે અમદાવાદના 15 હજાર વાહન ચાલકો અન્ય ધંધાની શોધમાં છે. આ વચ્ચે સ્કુલ વર્ધી વાન સંગઠન દ્રારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે કે સરકાર તેમની માટે બજેટ ફાળવી આપે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નારોલ, નરોડા, રિંગરોડ, સીટીએમ અને સોનીની ચાલીના રોડ પર જોવા મળતી શટલ વાનમાંથી એકાદ બે વાન એવી જોવા મળશે જેમાં સ્કૂલ વાન લખ્યું હશે. આ વાન વાસ્તવમાં શટલ વાન છે, જેઓ અમદાવાદ બહાર કપડવંજ, નડિયાદ, ખેડા સહિતનાં 100 કિલોમીટરના વિસ્તારમાં પેસેન્જરને વાહન વ્યવહારની સુવિધા આપે છે. જોકે આ જ કહાનીનો બીજો પહેલું છે બેકાર બનેલાં સ્કુલ વર્ધીના વાહનચાલકો. જેમણે આખી જિંદગી સ્કૂલ વાન ચલાવવામાં ઘસી નાંખી છે પણ હવે સમય આવ્યો છે ત્યારે સરકારે મોંઢુ ફેરવી લીધું છે.
ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતાં વાન ચાલકે કહ્યું કે મેં મારી વાન સ્કૂલ વાનમાં બંધ કરીને હવે બેંક અને કોરોનાના કામ માટે તંત્રને સોંપી છે. હું કારનો માલિક છું અને હપ્તો ભરાય એ માટે મેં પ્રયત્ન કર્યો છે કે જીવના જોખમે ભલે મને કોરોના થતો પણ હું મારી ગાડીને બેંકને પાછી નહીં ખેંચાવા દઉ. જેને કામ મળ્યું તે ઉગરી ગયા પણ જેને ના મળ્યું તે દેવાદાર બની ગયા છે. હપ્તા ના ભરાતા કેટલાંય લોકોની વાન 31 માર્ચનાં એન્ડિંગ ટાર્ગેટ પુરા કરવા માટે બેંકોએ પાછી ખેંચી લીધી છે.
બીજી તરફ દિલ્હી અને મુંબઈની જેમ અમદાવાદમાં વાન ચાલી શકે તે માટે એસોસિએશને સરકારને અપીલ પણ કરી હતી પરંતુ સરકારે અન્ય ધંધો કરવા માટે ધસીને ના પાડી દીધી છે. આ અંગે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટની માંગ છે કે સરકારને તેમણે પત્ર લખ્યો હતો કે અમારી વાનને તમે સિટી રાઈડ કરવા દો. અમે રિક્ષા જેટલાં જ ભાવ લઈશું પણ 23 ફેબ્રુઆરીનાં રોજ સરકારનો જવાબ મળ્યો કે સ્કૂલ વાનનો અન્ય કોઈ ધંધો કરી શકાશે નહીં. જે બાદ અમે નારાજ બન્યા છીએ.
હાલ અમદાવાદમાં સ્કુલ વર્ધી માટે બાળકોને લઈ જતાં લાવતાં ચાલકોની હાલત કફોડી બની છે. દેવાદાર બનીને સ્કૂલ વર્ધી વાહનચાલકે વાન પાછી આપી રિક્ષા ચલાવવાનું પસંદ કર્યુ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર