Home /News /madhya-gujarat /

ગુજરાત, MP, ઝારખંડ, બંગાળમાં રામનવમીના દિવસે કોમી અથડામણ, બીજેપીએ વિપક્ષ પર લગાવ્યો આરોપ!

ગુજરાત, MP, ઝારખંડ, બંગાળમાં રામનવમીના દિવસે કોમી અથડામણ, બીજેપીએ વિપક્ષ પર લગાવ્યો આરોપ!

હિંમતગરની કોમી અથડામણની બાદની તસવીર (PTI Photo)

'રામનવમી પર શોભાયાત્રાઓ દરમિયાન પથ્થરમારો કે હુમલાના બનાવો મધ્ય પ્રદેશ, ઝારખંડ, ગુજરાત, રાજસ્થાન, બંગાળ અને અંતે જેએનયુમાં એક પછી એક જગ્યાએ ક્રમશઃ બનતા જોયા છે'

    અમદાવાદ : રવિવારે રામનવમીના અવસર (Ram Navami) પર ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ (Incidents of communal violence in India) સામે આવી હતી. કર્ણાટકના કોલાર જિલ્લાના મુલબાગલમાં તણાવ (tensions in Mulbagal) અને રાજસ્થાનના કરૌલીમાં સાંપ્રદાયિક અથડામણો (communal clashes in Karauli) જેવી હિંસાની તાજી ઘટનાઓ સામે આવી છે.

    મધ્ય પ્રદેશના ખરગોનના ત્રણ વિસ્તારોમાં કર્ફ્યુ

    મધ્યપ્રદેશના ખરગોન શહેરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સાથે આગ ચાંપવાની ઘટનાઓ બની હતી. જેમાં કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. જેના પગલે સત્તાવાળાઓએ સમગ્ર શહેરમાં ત્રણ વિસ્તારોમાં કર્ફ્યુ અને સીઆરપીસીની કલમ 144 લાગૂ કરી દીધી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ પથ્થરમારામાં કેટલાક લોકો સાથે ખરગોનના પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ ચૌધરી અને બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.

    આ ઘટના બાબતે ખારગોનના જિલ્લા કલેક્ટર અનુગ્રહ પીએ જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં સીઆરપીસીની કલમ 144 (ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ) લાદવામાં આવી છે. તેમણે વધુ જણાવ્યું હતું કે, શહેરના તલાબ ચોક અને તવડી સહિત ત્રણ વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પથ્થરમારો થયા બાદ આગ લગાડવાની સામાન્ય ઘટનાઓ બની હતી.

    રામનવમીની શોભાયાત્રા જિલ્લા મથક નજીક તલાબ ચોક વિસ્તારમાંથી શરૂ થઈ રહી હતી ત્યારે લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેના પગલે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ખરગોનના એડિશનલ કલેક્ટર સુમેરસિંહ મુજલદેએ જણાવ્યું હતું કે, કેટલાક પોલીસકર્મીઓ અને લોકો ઘાયલ થયા છે.

    ગુજરાતના બે શહેરોમાં કોમી અથડામણો

    પોલીસે જણાવ્યા અનુસાર, ગુજરાતના ખંભાત શહેરમાં રવિવારે રામનવમી નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન થયેલી કોમી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો, જ્યારે રાજ્યના હિંમતનગર શહેરમાં પણ આવા જ એક કાર્યક્રમ દરમિયાન બે સમુદાયના સભ્યો વચ્ચે હિંસા જોવા મળી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, અથડામણમાં બંને સ્થળોએ પથ્થરમારો અને આગચંપી કરી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

    આ પણ વાંચો - હિંમતનગરમાં 600 લોકોના ટોળા સામે ગુનો દાખલ, ખંભાતમાં ત્રણ મૌલવી સહિત આઠની અટકાયત

    પોલીસ અધિક્ષક અજિત રાજ્યને જણાવ્યું હતું કે, ખંભાતમાં સ્થળ પરથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જેની ઉંમર આશરે 65 વર્ષની આસપાસ છે. રામનવમીના દિવસે મોડી બપોરે રામનવમીના શોભાયાત્રા દરમિયાન તેમની વચ્ચે અથડામણ થયા બાદ બે જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના દરમિયાન તોફાનીઓ દ્વારા અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી અને કેટલીક દુકાનની કેબિનોને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાદમાં ટીયરગેસ શેલનો ઉપયોગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. આ અથડામણ દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જણાય છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે.

    હિંમતનગરમાં પણ આવી જ અથડામણની ઘટના સામે આવી હતી અને હિંસક ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસને ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. બનાવમાં કેટલાક વાહનો અને દુકાનોને નુકસાન થયું હતું.

    ઝારખંડમાં શોભયાત્રા પર પથ્થરમારો

    ઝારખંડના લોહરદગા જિલ્લામાં હિરાહી-હેન્ડલાસો ગામમાં રવિવારે રામનવમીના મેળા દરમિયાન પથ્થરમારા અને આગ ચંપીની ઘટનાઓ બાદ માહોલ તણાવ ભર્યો થઇ ગયો હતો. જાણકારી મુજબ આ વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક લોકોએ ભીડ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેને પગલે ભાગદોડ મચી ગઈ હતી અને અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.

    બાદમાં બંને પક્ષના લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. તણાવ વધતાં મેળામાં એક ડઝનથી વધુ મોટરસાયકલો અને પીકઅપ વાનને આગ ચાંપી દેવામાં આવી હતી. ભોગતા ગાર્ડન પાસે બે મકાનોને પણ આગ ચાંપી દેવામાં આવી છે. પથ્થરમારાની ઘટનાઓમાં અડધો ડઝન લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આમાંથી બે લોકો મનોહર સાહુ અને ભોલા સિંહને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, સ્થિતિ કાબુમાં આવી ગઈ છે.

    આ પણ વાંચો - દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિસ્ફોટ થતા છ કામદારના મોત

    જેએનયુ- મેસમાં નોન-વેજ પીરસવા પર મારમારી

    બીજી તરફ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની કાવેરી છાત્રાલયમાં રવિવારે રામનવમી પર મેસમાં માંસાહારી ભોજન પીરસવાના આરોપસર વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં છ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જોકે, બંને જૂથોએ દાવો કર્યો હતો કે, બંને તરફથી 60થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

    ડાબેરી અંકુશિત જેએનયુ વિદ્યાર્થી સંઘ (JNUSU) અને RSS સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એકબીજા પર પથ્થરમારો કરવાનો અને તેમના સભ્યોને ઘાયલ કરવાનો આરોપ લગાવ્યો હતો. ડાબેરી સંગઠનોએ દાવો કર્યો હતો કે તેમના લગભગ 50 સભ્યો ઘાયલ થયા છે, જ્યારે એબીવીપીએ કહ્યું હતું કે, તેમના 10-12 કાર્યકરોને ઇજા પહોંચી છે.

    સોશિયલ મીડિયા પર આ હિંસાના કેટલાક કથિત વીડિયો સામે આવ્યા હતા, જેમાંથી એકમાં સમાજશાસ્ત્રના એમએના બીજા વર્ષની વિદ્યાર્થીની અખ્તરિસ્તા અંસારીને માથામાંથી લોહી નીકળતું બતાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ વીડિયોની પ્રામાણિકતાની પુષ્ટિ કરી નથી.

    આ પણ વાંચો - કચ્છમાં બે દિવસ છે યલો એલર્ટ, અમદાવાદમાં 41 ડિગ્રી આસપાસ ગરમી રહેવાની સંભાવના

    પશ્ચિમ બંગાળમાં પોલીસનો શોભાયાત્રા પર હુમલો!

    ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે, હાવડામાં રામ નવમી પર એક સરઘસ પર પોલીસે હુમલો કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે પોલીસની કાર્યવાહીમાં ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં રામભક્તો સુરક્ષિત નથી. હાવડા પોલીસ કમિશનરેટના જવાનોએ શિબપુર ખાતે રામ નવમી શોભાયાત્રામાં ભાગ લેનારાઓને માર માર્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, ઘણા ઘાયલ થયા છે. શું સનાતની ભક્તો આ રાજ્યમાં તેમના ધર્મનું પાલન સુરક્ષિત રીતે ન કરી શકે?".

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ પોલીસની કાર્યવાહી બાદ શોભાયાત્રામાં ભાગ લેનારા ઘણા લોકો ઘાયલ થયા હતા. રાજ્યમાં ભક્તોને તેમનો ધર્મ પાળવાની મંજૂરી નથી.

    ભાજપનો વિપક્ષ પર આરોપ

    ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ સવાલ ઉઠાવ્યો છે કે, શું રાજ્યોમાં રામ નવમી યાત્રાઓ પર હુમલો અને જેએનયુમાં અથડામણ એ કો-ઇન્સિડન્સ અથવા કાવતરું હતું? રામ નવમી યાત્રાઓ પર અકારણ હુમલાઓ રાજસ્થાનથી શરૂ થયા હતા અને ગુજરાત, ઝારખંડ, બંગાળ, મધ્ય પ્રદેશ અને અંતે જેએનયુની અંદર જોવા મળ્યા હતા. કો-ઇન્સિડન્સ કે કાવતરું? તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, ગીતો અને ધ્વજ ઉશ્કેરણીજનક /નોનવેજ હોવાનું કહીને હુમલાઓને ન્યાયી ઠેરવવામાં આવતા અટકાવી દેવામાં આવ્યા હતા !! ખરેખર?"

    ભાજપ નેતાઓ એક વોઇસ મેસેજમાં જણાવ્યું કે, રાજસ્થાનના કરૌલીમાં જે શરૂ થયું હતું તે હવે રોગચાળો બની ગયો છે. કારણ કે, રામનવમી પર શોભાયાત્રાઓ દરમિયાન પથ્થરમારો કે હુમલાના બનાવો મધ્ય પ્રદેશ, ઝારખંડ, ગુજરાત, રાજસ્થાન, બંગાળ અને અંતે જેએનયુમાં એક પછી એક જગ્યાએ ક્રમશઃ બનતા જોયા છે. આવું વોટબેંકના રાજકારણના નામે આ હિન્દુ નફરતને દેશના રાજકારણમાં ફેલાવતા લોકો દ્વારા કરવામાં આવે છે
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, દેશવિદેશ, પથ્થરમારો

    આગામી સમાચાર