Home /News /madhya-gujarat /ગુજરાતીઓ દિવાળીમાં ફરવા ઝડપથી ટિકિટ બુક કરાવી લો, ટ્રેનમાં વેટિંગ લિસ્ટ વધી રહ્યું છે

ગુજરાતીઓ દિવાળીમાં ફરવા ઝડપથી ટિકિટ બુક કરાવી લો, ટ્રેનમાં વેટિંગ લિસ્ટ વધી રહ્યું છે

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, અને દિવાળી વેકેશનમાં લોકોએ ટ્રેનનુ બુકિંગ ખુલતાની સાથે બુકીંગ કરાવી રહ્યા છે. જેના કારણે ટ્રેનોમાં વેટીંગ લીસ્ટ લાંબુ થઈ રહ્યુ છે.

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, અને દિવાળી વેકેશનમાં લોકોએ ટ્રેનનુ બુકિંગ ખુલતાની સાથે બુકીંગ કરાવી રહ્યા છે. જેના કારણે ટ્રેનોમાં વેટીંગ લીસ્ટ લાંબુ થઈ રહ્યુ છે.

    વિભુ પટેલ - અમદાવાદ

    દિવાળીના વેકેશન પહેલા જ ફરવાના શોખીન લોકોએ ટિકિટ બુક કરાવી લિધી હશે. અને જો ન કરાવી હોય તો ઝડપથી બુક કરાવી લે જો કારણ કે ગુજરાતથી ઉતરભારત તરફ જતી ટ્રેનમા લાબુ વેટિંગ લિસ્ટ થયુ છે, અને તહેવારો નજીક આવતા હોટલોમાં પણ નો રૂમના પાટિયા લાગી જશે.

    દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, અને દિવાળી વેકેશનમાં લોકોએ ટ્રેનનુ બુકિંગ ખુલતાની સાથે બુકીંગ કરાવી રહ્યા છે. જેના કારણે ટ્રેનોમાં વેટીંગ લીસ્ટ લાંબુ થઈ રહ્યુ છે. જોકે, રેલવે દ્વારા પણ લાબુ વેટીંગ જે ટ્રેનમાં થાય છે, અને કઈં તરફની ટ્રેનોમાં વેટીંગ વધુ છે. જેના પર ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે, અને પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવે તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે સાથે જે ટ્રેનમાં લાબુ વેટીંગ છે તે ટ્રેનમાં વધારાના કોચ જોડવામાં આવશે. જો કે વિશેષ ટ્રેનનુ ભાડુ પણ વિશેષ રહેશે.

    તો એક નજર કરીએ ટ્રેનોના લાબા વેટીંગ લીસ્ટ પર.

    જ્યારે આ સમાચાર લખવામાં આવી રહ્યા છે, ત્યારે હરિદ્વાર મેલમાં - 260, ગુજરાત સંપર્કક્રાંતિમાં - 304, આશ્રમ એક્સપ્રેસમાં - 232, કામાખ્યા એક્સપ્રેસમાં - 296, અઝિમાબાદ એક્સપ્રેસમાં - 355, ગુવાહટી એક્સપ્રેસમાં - 228 અને સાબરમતી એક્સપ્રેસમાં - 265નું વેટિંગ છે.

    અમદાવાદ રેલવે ડિવિઝિન પીઆરઓ પ્રદિપ શર્માએ જણાવ્યું કે, દિવાળી વેકેશનને લઈ પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેનોમાં વેટિંગ લીસ્ટ લાબુ છે. જેના પર નજર રાખી રહ્યા છીએ. વિશેષ ટ્રેન ચલવવામાં આવશે, અને અત્યારે વિશેષ 3 ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ થી ઉપડતી અને અમદાવાદ થઈને નિકળતી 8 જોડી ટ્રેનમાં વધારાના એસી કોચની વ્યવસ્થા કરી છે. કારણ કે ટ્રેનોમાં યાત્રીઓનો ધસારો વધુ છે.

    વેકેશમાં સ્ટેશનો પર ભારે ભીડની સાથે સાથે એજન્ટો સક્રિય થઈ જાય છે. પ્રવાસીઓને ટ્રેન ઉપડવાની છેલ્લી ઘડીએ ટિકીટ મળતી નથી, અને જેનો ફાયદો લઈને એજન્ટો બ્લેકમાં ટિકિટ વેચતા હોય છે, પરંતુ રેલવે વિભાગ દ્વારા આરપીએફના જવાનોને સુચના આપવામાં આવી છે કે, સતત ડાઈવ કરે અને એજન્ટોની ગતીવિધીઓ પર ધ્યાન રાખે, અને કોઈ બ્લેકમાં ટિકિટ વેચતા ઝડપાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

    અમદાવાદ રેલવે ડિવિઝિન પીઆરઓ પ્રદિપ શર્માએ જણાવ્યું કે, એજન્ટો રેલવે તરફની નોમીનેટ કોઈ નથી. યાત્રીઓને અપીલ છે કે ટિકિટ કાઉન્ટ પરથી ટિકિટ લે અથવા તો પોતાના આઈ ડી પરથી ટિકિટ નિકાળે અને કોઈ ફરિયાદ મળશે તો, હેલ્પલાઈન પર ફોન કરે. આરપીએફને સુચના છે કે, એજન્ટોની ગતીવિધી પર ધ્યાન રાખે.

    દિવાળી વેકેશનમાં તમારે પણ ફરવા જવાનુ હોય તો વહેલુ પ્લાનીગ કરી લેજો, કારણ કે ટ્રેનમાં તો વેટીંગ વધી રહ્યુ છે, અને છેલ્લી ઘડી જવા વાળા લોકોને તો ટિકિટ નહી મળે જેમ જેમ તહેવાર નજીક આવશે તેમ તેમ હોટલોમાં પણ નોરૂમના બોર્ડ લાગી જશે. જો કે પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની જરૂરિયાત પ્રમાણ વિશેષ ટ્રેન દોડાવશે, અને જરૂર પડશે તો ટ્રેનમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય કર્યો છે, પરંતુ વિશેષ ટ્રેનમાં જવુ મોંઘુ પડશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Guidelines, Trains

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन