Home /News /madhya-gujarat /અમદાવાદ : GTUએ પરીક્ષામાં માસ કોપી ઝડપી, જાણો 2 કોલેજ અને 215 વિદ્યાર્થીઓ સામે શું થઈ કાર્યવાહી

અમદાવાદ : GTUએ પરીક્ષામાં માસ કોપી ઝડપી, જાણો 2 કોલેજ અને 215 વિદ્યાર્થીઓ સામે શું થઈ કાર્યવાહી

GTU Exam - ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ગત BE સેમેસ્ટર 3 અને 5ની યોજવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિમાં પકડાયેલા વિદ્યાર્થીઓ સામે આકરા પગલાં અને જુદાં–જુદાં લેવલની સજા કરવામાં આવી

અમદાવાદ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (Gujarat Technological University)દ્વારા બેચલર ઓફ એન્જીનિયરીંગની (Engineering)પરીક્ષામાં (Exam)ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે છેલ્લા કેટલાક દિવસથી GTUમાં વિદ્યાર્થીઓને હિયરિંગ માટે બોલાવવામાં આવી રહ્યા હતા. આખરે આ મામલે તપાસ પૂર્ણ થતાં પંચમહાલની (Panchmahal)બે કોલેજ ઓમ ઇન્સ્ટિયુટ અને એન્જીનિયરીંગ કોલેજ ટુવા અને માસ કોપી કેસમાં સંકળાયેલા 215 વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ગત BE સેમેસ્ટર 3 અને 5ની યોજવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિમાં પકડાયેલા વિદ્યાર્થીઓ સામે આકરા પગલાં અને જુદાં–જુદાં લેવલની સજા કરવામાં આવી છે. કુલ 233 વિદ્યાર્થીઓને યુએફએમ (અનફેરમીન્સ) અંતર્ગત તાજેતરમાં જીટીયુ ખાતે હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાંથી 18 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નિકલ ક્ષેત્રના ઉચ્ચ શિક્ષણવિદો દ્વારા જીટીયુની યુએફએમ કમિટીનું ગઠન કરવામાં આવેલું છે. વિદ્યાર્થીને પૂરતી તક આપીને નિષ્પક્ષ તપાસ કરીને કમિટી દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Covid-19 Guidelines in Gujarat: ધોરણ 1 થી 9ની સ્કૂલોમાં 31 જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ

પરીક્ષામાં ગેરરીતિ અને માસ કોપી જેવી ગંભીર બાબતો સામે જીટીયુ દ્વારા ભૂતકાળમાં પણ કડક પગલાં ભરવામાં આવ્યા છે. તેમજ કોઈ પણ કોલેજ ફરીથી આ પ્રકારની ગેરરીતિ કરતાં ઝડપાશે તો એફિલેશન રદ કરવા સુધીની કડક સજા કરવામાં આવશે. આ અંતર્ગત 1 વિદ્યાર્થીને લેવલ -2ની સજા ફરમાવવામાં આવી છે. જેમાં ચાલુ સેમેસ્ટર દરમિયાન વિદ્યાર્થી દ્વારા આપેલ તમામ પરીક્ષા રદ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો - ગુજરાતમાં હજી 48 કલાક રહેશે માવઠાનો માર, જાણો ક્યારથી ફરીથી પડશે કાતિલ ઠંડી

213 વિદ્યાર્થીઓને લેવલ-3ની સજા કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ આગામી 1 વર્ષ સુધી કોઈ પણ પરીક્ષા આપી નહીં શકે. જ્યારે 1 વિદ્યાર્થીને લેવલ –4ની સજા ફરમાવવામાં આવેલ છે. જેને આગામી 3 વર્ષ માટે પરીક્ષા આપવા નહી મળે. વધુમાં જીટીયુએ માસ કોપીમાં દોષી પુરવાર થયેલ કોલેજો સામે પણ કાર્યવાહી કરતાં આગામી 2 પરીક્ષાઓ માટે તેમનું સેન્ટર રદ કરીને રૂપિયા 1 લાખનો દંડ ભરવાની સજા ફરમાવી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Exams, GTU Exam, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन