Home /News /madhya-gujarat /

Ahmedabad: CM ભુપેન્દ્ર પટેલના 191 કરોડના પ્લેનને ઉંદરથી બચાવશે GTUના સ્ટાર્ટઅપનું આ ઇનોવેશન

Ahmedabad: CM ભુપેન્દ્ર પટેલના 191 કરોડના પ્લેનને ઉંદરથી બચાવશે GTUના સ્ટાર્ટઅપનું આ ઇનોવેશન

Gujarat News : ઉંદરોને ભગાડવા માટે જીટીયુના એન્જિનિયરે (GTU Student Startup Rat Protection Device ) બનાવ્યું ખાસ ડિવાઈસ, આ ડિવાઈસ સીએમ બંગ્લો પર પણ છે, જાણો શુ છે ખાસિયત

Gujarat News : ઉંદરોને ભગાડવા માટે જીટીયુના એન્જિનિયરે (GTU Student Startup Rat Protection Device ) બનાવ્યું ખાસ ડિવાઈસ, આ ડિવાઈસ સીએમ બંગ્લો પર પણ છે, જાણો શુ છે ખાસિયત

સંજય ટાંક: સામાન્ય રીતે આગ અકસ્માતની ઘટનાઓ બન્યા પછી તેનું કારણ શોધવા માટે તંત્ર કામે લાગતુ હોય છે પણ આપને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં 80 ટકા શોટસર્કિટ અને આગની ઘટના પાછળ ઉંદર (Rat Behind Accidents) જવાબદાર હોય છે તેવું એક સંશોધનમાં સામે આવ્યું છે. ત્યારે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના (GTU) કમ્પ્યૂટર એન્જીયરીગના સ્ટાર્ટ અપ તૈયાર કરાયેલા મશીન સીએમ બંગલે લગાવવામાં આવ્યું છે (GTU Startup Machine) અને  સાથે એરપોર્ટ પર સીએમના 191 કરોડના (Machine to Protect Gujarat CM Plane form Rats) પ્લેનની સુરક્ષા માટે પણ આ ઇનોવેશન મશીન લગાવવામાં આવ્યું હોવાનો દાવો સ્ટાર્ટઅપએ કર્યો છે.


જોકે સાથે સાથે આ મશીન કરવી રીતે કાર્ય કરે છે તે પણ જાણવું જરૂરી છે. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી ના કમ્પ્યૂટર એન્જીયરીગ ના વિદ્યાર્થીનું સ્ટાર્ટ અપ ભરત પરમાર નું ઉંદર ભગવવાનું મશીન હવે સીએમ ભુપેન્દ્ર પટેલના બંગલે લગાવવામાં આવ્યું છે.


આ ઉપરાંત એરપોર્ટ પર સીએમના 191 કરોડના પ્લેન માટે પણ ઉંદર ભગવવાનું મશીન લગાવવામાં આવશે. મશીન અંગે ભરત  પરમાર જણાવે છે કે આ એક એવું મશીન જેમાં ફિટ છે 300 પ્રકારના રસેલ વાઈપરની સાઉન્ડ ફ્રિકવનસી. આ ફ્રિકવનસી ઓટોમેટિક ચેન્જ થયા કરે છે તે માં ફિટ સાઉન્ડથી ઉંદર ઇરિટેટ થઈ જાય છે અને તે જગ્યાથી દૂર ભાગે છે.


તેઓનું એવું પણ કહેવું છે કે આ મશીન કારના માલિકો, હોટેલ્સ, એસટી બસ સ્ટેશન રેલવે સ્ટેશન, એરપોર્ટ, ઓફીસ, દુકાનો, ગોડાઉન, ફેક્ટરી તમામ જગ્યાએ જ્યાં ઉંદરોનો ત્રાસ છે ત્યાં કામ લાગે છે. વિશ્વમાં 80 ટકા શોટસર્કિટ અને આગની ઘટના પાછળ ઉંદર જવાબદાર હોય છે.



ઉંદરો લક્ઝુરિયસ કારમાં વાયર કાપી નાખે છે અને અનેકવાર કારમાં આગ લાગવાની ઘટનાઓ બને છે. આ મશીનમાં અલગ અલગ ફ્રિકવન્સીથી ઉંદરો દૂર ભાગે છે. ભરત ભાઈનું આ ઇનોવેશન અનેક સેલિબ્રિટીઓએ અપનાવ્યું છે. સચીન તેંડુલકર, અમિતાભ બચ્ચન, સુરતના ડાયમંડ કંપનીના માલિકો, ટેલિવિઝન સ્ટાર રશ્મિ દેસાઈ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના બંગલે પણ આ ઇનોવેશન લગાવામાં આવ્યું હોવાનો દાવો ભરત પરમારએ કર્યો છે.
Published by:Jay Mishra
First published:

Tags: CM Bhupendra Patel, અમદાવાદ, જીટીયુ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन