કોરોનાના સંકટમાં લોકોની માનસિક શાંતિ માટે GTUનો શાસ્ત્રીય સંગીતનો નવતર પ્રયોગ

News18 Gujarati
Updated: April 10, 2020, 6:19 PM IST
કોરોનાના સંકટમાં લોકોની માનસિક શાંતિ માટે GTUનો શાસ્ત્રીય સંગીતનો નવતર પ્રયોગ
કોરોનાના સંકટમાં લોકોની માનસિક શાંતિ માટે GTUનો શાસ્ત્રીય સંગીતનો નવતર પ્રયોગ

નવોદિત કલાકારો ઓનલાઈન શાસ્ત્રીય સંગીત પીરસશે

  • Share this:
અમદાવાદ : કોરોનાના વધતા કેસોને પગલે અને લોકડાઉનની સ્થિતિને કારણે લોકોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોની માનસિક શાંતિ માટે હવે GTUએ શાસ્ત્રીય સંગીતનો પ્રયોગ અપનાવ્યો છે. આગામી 6 દિવસ માટે નવોદિત કલાકારો ઓનલાઈન શાસ્ત્રીય સંગીત પીરસશે.
કોરોનાનું સંકટ દિન પ્રતિદિન ઘેરું બની રહ્યું છે. વધી રહેલા પોઝિટિવ કેસને પગલે લોકો ચિંતાતુર બન્યા છે. જેની સીધી અસર લોકોના માનસ પર પડી રહી છે ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ સંગીત થેરપીનો પ્રયોગ અપનાવ્યો છે.

આગામી 6 દિવસ સુધી એટલે કે 11 એપ્રિલથી 16 એપ્રિલ સુધી રાત્રે 8 વાગે શાસ્ત્રીય સંગીત રજૂ કરશે. આ સમગ્ર કાર્યક્રમ ફેસબુક પેજ પર લાઈવ પ્રસ્તુત કરવામાં આવશે. જેનાથી લોકો ઘરે રહીને શાસ્ત્રીય સંગીત સાંભળી શકશે. આ અંગે GTUના વાઇસ ચાન્સેલર પ્રો ડો. નવિન શેઠે જણાવ્યું હતું કે લોકડાઉનના આ સમયમાં ચિંતામુક્ત થવા અને માનસિક શાંતિ મેળવવા માટે શાસ્ત્રીય સંગીત એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેથી આ શાસ્ત્રીય સંગીતમાં ચોપાસેની , નાના સાહેબ પાનસે , મઈહાર , દિલ્હી અને અજરાડા ઘરાનાના સંગીતજ્ઞો દ્વારા વાંસળી, પખાવજ, સિતાર, સારંગી અને તબલાવાદનની રજૂઆત કરાશે. જીટીયુ ઓનલાઈન શાસ્ત્રીય સંગીત માધ્યમથી નવોદિત કલાકારોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે આ અને સંગીતથી લોકોને માનસિક શાંતિ મળી રહેશે.

આ પણ વાંચો - Lockdown ખતમ થતા જ વુહાનમાં લગ્નની હોડ, મેટ્રીમોનિયલ વેબસાઇટ ક્રેશ

શાસ્ત્રીય સંગીતના કલાકારોમાં સુમિત ભટ્ટ રાગ હંસધ્વનીમાં વાંસળીવાદન, અભિષેક દેવતી તાલ ચૌતાલમાં પખાવજવાદન , પૂજા પરમાર રાગ યમનમાં સિતાર વાદન, અર્પિત માંડવિયા રાગ બિહાગમાં સારંગીવાદન, જયદિપ લાકુમ તાલ તિનતાલમાં તબલાવાદન અને પાર્થ પંચોલી રાગ યમનમાં વાંસળી વાદનની પ્રસ્તુતિ રજૂ કરશે. આ તમામ સંગીતજ્ઞો દ્વારા ચોપાસેની , નાના સાહેબ પાનસે , મઈહાર , દિલ્હી અને અજરાડા ઘરાનાની ધરાનેદાર રચનાઓ રજૂ કરવામાં આવશે. સમગ્ર મહોત્સવનું સંચાલન સ્પૉટ્સ ઑફિસર ડો. આકાશ ગોહિલ તથા મીડિયા ઓફિસર મિલન પાઠક દ્વારા કરવામાં આવશે.

મહત્વનું છે કે આ અગાઉ GTU દ્વારા લોકોના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઓનલાઈન ફિટનેસ ક્લાસની અનોખી પહેલ કરી હતી.
First published: April 10, 2020, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading