Home /News /madhya-gujarat /ગુજરાત આવેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓની વ્હારે આવી GTU, મદદ માટે ICCRને કરી રજૂઆત

ગુજરાત આવેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓની વ્હારે આવી GTU, મદદ માટે ICCRને કરી રજૂઆત

પેટા : વિદ્યાર્થીઓના વિઝા વધારવા અને આગળના અભ્યાસ માટે મંજૂરી આપવા ICCR ને રજૂઆત કરી

પેટા : વિદ્યાર્થીઓના વિઝા વધારવા અને આગળના અભ્યાસ માટે મંજૂરી આપવા ICCR ને રજૂઆત કરી

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી અફઘાનિસ્તાન (Afghanistan crisis) પર કબ્જો મેળવી સ્થપાયેલ તાલિબાનરાજ  (Taliban) આખા વિશ્વમાં ચર્ચામાં છે. તેવામાં ગુજરાતમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓનું (Afghanistan styudents in Ahmedabad) શુ થશે તે વિગતો પણ સામે આવી હતી. કારણ કે, ઘણા વિદ્યાર્થીઓના વિઝાની અવધિ પુરી થતી હોઈ આવા વિદ્યાર્થીઓએ અફઘાનિસ્તાન નહિ જવા માંગ કરી હતી. ત્યારે આવા અફઘાનિસ્તાનના 36 વિદ્યાર્થીઓની વ્હારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી આવી છે. આ 36 વિદ્યાર્થીઓના વિઝા પૂર્ણ થતાં હોય GTUએ વિદ્યાર્થીઓએ વિઝા વધારી વધુ અભ્યાસ માટે પરવાનગી આપે તેવી ICCR (Indian Council for Cultural Relations) પાસે માંગણી કરી છે.

હાલમાં અફઘાનિસ્તાનમાં રહેતા અફઘાનીઓ તો ચિંતામાં  છે. સાથે ગુજરાતમાં અભ્યાસ માટે આવેલા અફઘાની વિદ્યાર્થીઓ પણ ચિંતામાં છે.  કારણ કે GTU માં 58 અફઘાની વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે જે પૈકી 36 વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થવા આવ્યો છે અને ટુંક સમયમાં વિઝાની અવધિ પણ પૂર્ણ થશે. પરિસ્થિતિમાં આ વિદ્યાર્થીઓએ અફઘાનિસ્તાન પરત જવું મુશ્કેલ હોવાથી GTUએ વિદ્યાર્થીઓએ વિઝા વધારી વધુ અભ્યાસ માટે પરવાનગી આપે તેવી ICCR પાસે રજુઆત કરી છે. GTUમાં  48 દેશના 350થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.  જેમાંથી 58 વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનના છે તેમાંય 36 વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થયો છે સાથે જ વિદ્યાર્થીઓના વિઝા પણ પૂર્ણ થયા છે.

આ પણ વાંચો- અમદાવાદ: ડ્રેનેજ લાઇનની સફાઇમાં એક જ પરિવારનાં 3 ભાઇઓ ગટરમાં ફસાયા, બેનાં મોત

જેના પગલે  ICCR દ્વારા તેમને પરત મોકલવામાં આવશે. અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ ખૂબ ખરાબ છે જેને લઇને GTU દ્વારા વિદ્યાર્થીઓની સંપર્ક કરવામાં આવ્યો હતો.  તેમના પરિવાર સાથે પણ વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા GTUમાં આગળના અભ્યાસ અને વિઝા વધારવા મદદ માંગી છે. જેથી GTUએ ICCR પાસે આ મામલે વિઝા વધારવા રજૂઆત કરી છે.

આ પણ વાંચો- ડાંગના ગામડાઓની મુશ્કેલી! ચોમાસામાં અડધા સળગેલા મૃતદેહો પણ નદીમાં વહી જાય છે

આ અંગે GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, 36 અફઘાની વિદ્યાર્થીઓના વિઝાની સમય મર્યાદા પૂર્ણ થાય છે. જેથી તેઓને તેમના દેશ પરત જવું પડશે.  પરંતુ હાલ સ્થિતિ ખરાબ હોવાને કારણે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી છે.  જેથી વિદ્યાર્થીઓ માટે ICCR ને રજૂઆત કરી છે કે, વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ અને વિઝા વધારવામાં આવે જેથી વધુ સમય અફઘાની વિદ્યાર્થીઓ અહીંયા રહીને અભ્યાસ કરી શકે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અફઘાનિસ્તાન, અમદાવાદ, જીટીયુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन