અમદાવાદ: જીટીયુની (GTU) એન્જીનીયરીંગની વિવિધ સેમેસ્ટરની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા આશરે 100થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રડારમાં આવ્યા છે. જે માટે GTU દ્વારા અનફેર મિન્સ કમિટિ બનાવવામાં આવી છે. જે વિધાર્થીઓને રૂબરૂ સુનાવણી માટે બોલાવશે. જે મામલે મે મહિનામાં સજા નિર્ધારિત કરાશે. ઈજનેરી , ફાર્મસી સહિતની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે સત્તાવાળાએ નિયત ધારાધોરણ મુજબ કોપીકેસ (copy case) કર્યા હતા.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિ કરતાં ઝડપાયેલા 105 વિદ્યાર્થીઓની સજા નક્કી કરવા માટે આગામી 5મી મેના રોજ પરીક્ષા સમિતિના બેઠક બોલાવવામાં આવી છે. હાલમાં આ વિદ્યાર્થીઓ કેટલી સજા કરવી તેની દરખાસ્ત કરી દેવામાં આવી છે. ફાઇનલ સજા આ બેઠકમાં જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ડિગ્રી ડિપ્લોમા ઇજનેરી સહિતની તમામ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં 105 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતાં ઝડપાયા હતા.
જીટીયુના પરીક્ષા વિભાગના ઉપક્રમે આયોજિત પરીક્ષા અંતર્ગત આ વિદ્યાર્થીઓએ હાથે લખેલી કાપલીથી , હાથ પરના લખાણથી , ફૂટપટ્ટી પરના લખાણથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો . ઈજનેરી , ફાર્મસી સહિતની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે સત્તાવાળાએ નિયત ધારાધોરણ મુજબ કોપીકેસ કર્યા હતા. યુનિવર્સિટીના નિયમ પ્રમાણે ગેરરીતિમાં ઝડપાયેલા રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવતાં હોય છે. યુનિવર્સિટીએ આ તમામ વિદ્યાર્થીઓને 5મી મેના રોજ હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે.
હાલમાં વિદ્યાર્થીઓ પાસેથી મળેલું સાહિત્ય પણ જમા લેવામાં આવ્યું છે. આ સાહિત્યને જે તે સમયે સમિતિ દ્વારા વિદ્યાર્થી સમક્ષ રજૂ કરીને સુનાવણી કરવામાં આવશે. હાલમાં અંદાજે 3 વિદ્યાર્થીઓને લેવલ-4 એટલે કે સૌથી વધુ સજાની દરખાસ્ત કરવામાં આવી છે. મહત્વનુ છે કે. અગાઉ એપ્રિલ મહિનામાં સજા સંભળાવવાનો કરાયો હતો નિર્ણય, જો કે ટેકનિકલ કારણોસર એપ્રિલના બદલે મે મહિનામાં સજા નક્કી કરવાનો નિર્ણય લેવાયો છે.
સંજય ટાંક
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર