Home /News /madhya-gujarat /

Ahemdabad: GTU ગુજરાતનું ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોનું જોડાણ ગણાતું એક GTU કેમ્પસ

Ahemdabad: GTU ગુજરાતનું ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોનું જોડાણ ગણાતું એક GTU કેમ્પસ

GTU દ્વારા ડીપ્લોમા, ડિગ્રી અને માસ્ટર કોર્સનું જોડાણ

ગુજરાત યુનિવર્સિટી એ ગુજરાત રાજ્યની પ્રાઇમ યુનિવર્સિટી (Prime University) છે. જે ટેકનિકલ (Technical) કોલેજો સહિતની તમામ કોલેજોનું નેતૃત્વ કરતી હતી. ટેકનિકલ શિક્ષણને વધુ કાર્યક્ષમ અને વ્યવસ્થિત રીતે પ્રદાન કરવા માટે રાજ્ય સરકારે જીટીયુની રચના કરી છે.

વધુ જુઓ ...
    અમદાવાદ:  ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી) જેને સામાન્ય રીતે જીટીયુ (GTU) તરીકે ઓળખવામાં આવે છે. આ યુનિવર્સિટીનું (University) નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારતની ઘણી ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોનું જોડાણ કરેલ છે અને તે 16 મે, 2007ના રોજ અસ્તિત્વમાં આવી હતી. એન્જિનિયરિંગ (Engineering) સંસ્થાઓ જેમ કે લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કૉલેજ અને ઘણી સરકારી એન્જિનિયરિંગ કૉલેજ (College) જીટીયુનો એક ભાગ છે.

    4,00,000 થી વધુ વિદ્યાર્થીઓ અને 486 જેટલી કોલેજો જોડાયેલી છે

    વાત કરીએ ગુજરાત યુનિવર્સિટી એ ગુજરાત રાજ્યની પ્રાઇમ યુનિવર્સિટી (Prime University) છે. જે ટેકનિકલ (Technical) કોલેજો સહિતની તમામ કોલેજોનું નેતૃત્વ કરતી હતી. ટેકનિકલ શિક્ષણને વધુ કાર્યક્ષમ અને વ્યવસ્થિત રીતે પ્રદાન કરવા માટે રાજ્ય સરકારે જીટીયુની રચના કરી છે. જીટીયુમાં શિયાળુ પરીક્ષા (Exam) ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી અને ઉનાળુ પરીક્ષા જૂનથી ઓગસ્ટ સુધીમાં જાહેર કરવામાં આવે છે. હાલમાં સમગ્ર ગુજરાતમાંથી 4,00,000 થી વધુ વિદ્યાર્થીઓ અને 486 જેટલી કોલેજો આ જીટીયુ સાથે જોડાયેલી છે.

    આ પણ વાંચો: બે સગા ભાઇ, માતા સહિત ત્રણેય પાડોશીને આજીવન કેદની સજા

    જીટીયુ દ્વારા ડીપ્લોમા, ડિગ્રી અને માસ્ટર કોર્સનું જોડાણ

    જીટીયુ (GTU) કોલેજોને ડીપ્લોમા, ડિગ્રી અને માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કોર્સ (Course) માટેનું જોડાણ (Connection) કરેલ છે. જેમાં પી.એચ.ડી., બેચલર અને માસ્ટર્સ, મેનેજમેન્ટ કોર્સ અને એમસીએ માટે ડોક્ટર પ્રોગ્રામ્સ અને ફાર્મસી અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. જીટીયુ એ વર્ષ 2013 માં ACPC બિલ્ડીંગ LD કેમ્પસ ખાતે 'જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ' ની સ્થાપના કરી હતી. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ જેને GIC તરીકે પણ ઓળખવામાં આવે છે. જીટીયુ ઇનોવેશન કાઉન્સિલનો ઉદ્દેશ્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડીને, વર્કશોપનું આયોજન કરીને, વિદ્યાર્થીઓને સંબંધિત માર્ગદર્શકો શોધવામાં મદદ કરીને અને અન્ય પ્રવૃત્તિઓ સાપ્તાહિક કરીને વિદ્યાર્થી સ્ટાર્ટઅપ્સને (Start-ups) સુવિધા આપવાનો છે.

    આ પણ વાંચો: રામનવમીએ પથ્થરમારો કરી હિંસા કરવાનું હતું કાવતરું

    GIC પ્રોફેસરોને તાલીમ આપવા, ફ્લેશ વેન્ચર્સ, સામાજિક સાહસિકતા બુટકેમ્પ, ડિઝાઈન થિંકીંગ અને આઈડિયેશન વર્કશોપનું પણ આયોજન કરે છે

    જીઆઈસી (GIC) પ્રોફેસરોને તાલીમ આપવા, ફ્લેશ વેન્ચર્સ, સામાજિક સાહસિકતા બુટકેમ્પ, ડિઝાઈન થિંકીંગ અને આઈડિયેશન વર્કશોપનું પણ આયોજન કરે છે. GIC એ IP ક્લિનિકની એક અલગ પાંખની (Wing) સ્થાપના કરી છે. જે વિદ્યાર્થીઓને તેમના નવીન વિચારો અને પ્રોજેક્ટને સરળતાથી પેટન્ટ કરવામાં મદદ કરે છે. GIC જીટીયુના UDP પ્રોગ્રામનું પણ ધ્યાન રાખે છે. જે ગુણવત્તા અને વાસ્તવિકતાના પરિપ્રેક્ષ્ય પર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને (Project) પ્રમાણિત અને સંબંધિત વિચારો આપે છે.


    લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ માટે નોંધણી કરવી


    ભારતમાં સ્વદેશી ક્રાઉડ-ફંડિંગ પ્લેટફોર્મ (Crowd Funding Platform), Start 51 સાથે જોડાણમાં ક્રાઉડ ફંડિંગ ઇનિશિયેટર પ્રોગ્રામ શરૂ કર્યો ત્યારે જીટીયુ ઇનોવેશન કાઉન્સિલે વેગ પકડ્યો. ક્રાઉડ ફંડિંગ ઇનિશિયેટર (CFI) નો હેતુ વિદ્યાર્થી સ્ટાર્ટઅપ્સને જરૂરી માર્ગદર્શન અને ભંડોળ સાથે મદદ કરવાનો છે. સમગ્ર ગુજરાતમાંથી લગભગ 70 જેટલા વિદ્યાર્થી (Student) સ્ટાર્ટઅપ્સે નોંધણી કરાવી હતી. જેમાંથી માત્ર થોડા જ પ્રોજેક્ટને એક મહિનાના બુટકેમ્પ (Boot camp) માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ બુટકેમ્પને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા: આઈડિયેશન, ઈન્સેન્ટિવ મોડલ, પિચ પ્રેઝન્ટેશન અને ફંડિંગ. બુટકેમ્પના અંત સુધીમાં ક્રાઉડ ફંડિંગ ઇનિશિયેટરે ફંડિંગ માટે સમર્પિત ક્રાઉડ ફંડિંગ પોર્ટલ (Portal) પર રહેવા માટે સફળતાપૂર્વક 8 પ્રોજેક્ટ્સ પણ લીધા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad News, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन