અમદાવાદ : GTUની નવા શૈક્ષણિક સત્રની ઓફલાઇન પરીક્ષાની તારીખો જાહેર

અમદાવાદ : GTUની નવા શૈક્ષણિક સત્રની ઓફલાઇન પરીક્ષાની તારીખો જાહેર
GTUની નવા શૈક્ષણિક સત્રની ઓફલાઇન પરીક્ષાની તારીખો જાહેર

4 લાખ વિદ્યાર્થીઓ માટે તાલુકા કક્ષાએ સેન્ટર રખાશે

  • Share this:
અમદાવાદ : કોરોનાના સંક્રમણ વચ્ચે ફરી એકવાર GTUએ ઓફલાઇન પરીક્ષાની કવાયત હાથ ધરી છે. આગામી 1 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી નવા સત્રની ઓફલાઇન પરીક્ષા લેવા તૈયારીઓ શરૂ કરાઇ છે. જે માટે તમામ તાલુકા મથકે સેન્ટર ગોઠવવાનું નક્કી કરાયું છે.

કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આ પરીક્ષા યોજાશે. કોરોના મહામારીના વધતા સંક્રમણને કારણે ચાલુ વર્ષે પરીક્ષાઓ મોડી યોજાઈ હતી. જેની સીધી અસર નવા શૈક્ષણિક સત્ર પર પણ જોવા મળી છે ત્યારે હવે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સેમિસ્ટર 5 અને 7 સેમિસ્ટરની પરીક્ષા 1 ડીસેમ્બરથી 14 ડીસેમ્બર દરમિયાન ઓફલાઈન મોડમાં લેવાની જાહેરાત કરાઈ છે.આ અંગે GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે સેમિસ્ટર 5 અને 7 ના અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓની ઓફલાઈન મોડમાં 1 ડિસેમ્બરથી રાજ્યભરમાં GTU દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જેના માટે તમામ તાલુકા કક્ષાએ પરીક્ષા સેન્ટરો રાખીને કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષાનું આયોજન કરાશે. એન્જીનિયરીંગના સેમિસ્ટર 3ના અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા જાન્યુઆરી મહિનામાં યોજાશે. અગાઉ પરીક્ષાની જાહેરાતની સાથે જ એન્જીનિયરીંગની સેમિસ્ટર 3ની પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણય કરાયો હતો પણ વિવાદ સર્જાતા સેમિસ્ટર 3ની પરીક્ષાઓ મોકૂફ રાખી જાન્યુઆરીમાં યોજવા નિર્ણય GTU દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - વૈજ્ઞાનિકોએ કોરોનાની ‘સુપર વેક્સીન’બનાવવાનો દાવો કર્યો, હવે નહીં બચે વાયરસ

હાલ ડીપ્લોમાંથી ડિગ્રી એન્જીનિયરીંગમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જીનિયરીંગના સેમિસ્ટર 3માં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલી રહી છે અને આ પ્રક્રિયા દરમિયાન પરીક્ષા યોજવાના નિર્ણયને લઈ કેટલાક સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે એન્જીનિયરીંગ સેમિસ્ટર 3ની પરીક્ષા ડિસેમ્બર મહિનાના બદલે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જાન્યુઆરીમાં લેવાનો નિર્ણય GTU દ્વારા કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ડીપ્લોમા એન્જીનિયરીંગના છેલ્લા વર્ષની પરીક્ષા પાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ જો ડીગ્રી એન્જીનિયરીંગમાં પ્રવેશ લેવા ઈચ્છે તો તેમને ડિગ્રી એન્જીનિયરીંગના 3 સેમિસ્ટરથી સીધો પ્રવેશ આપવામાં આવે છે .જેની પ્રવેશ પ્રક્રિયા હાલ ચાલી રહી હોવાથી સેમિસ્ટર 3ના વિદ્યાર્થીઓની પરીક્ષા ડીસેમ્બર મહિનામાં શક્ય નથી. જોકે વિરોધ બાદ આ બાબત GTUના ધ્યાને આવતા પરીક્ષા જાન્યુઆરીમાં લેવા અંગેની જાહેરાત કરાઈ છે.
Published by:Ashish Goyal
First published:November 04, 2020, 18:18 pm