GST: વન નેશન વન ટેક્સથી શું મોંઘું થશે? શું સસ્તું થશે? જાણો

Haresh Suthar | News18 Gujarati
Updated: March 30, 2017, 9:56 AM IST
GST: વન નેશન વન ટેક્સથી શું મોંઘું થશે? શું સસ્તું થશે? જાણો
લોકસભામાં લાંબી ચર્ચા બાદ છેવટે જીએસટી બિલ પાસ થઇ ગયું છે, પરંતુ વિપક્ષ આ બિલમાં થયેલા સુધારા બાદ પણ હજુ નાખુશ છે. વિપક્ષનો આરોપ છે કે સરકારે એમના દ્વારા રજુ કરેલા સુધારાઓને અવગણ્યા છે.

લોકસભામાં લાંબી ચર્ચા બાદ છેવટે જીએસટી બિલ પાસ થઇ ગયું છે, પરંતુ વિપક્ષ આ બિલમાં થયેલા સુધારા બાદ પણ હજુ નાખુશ છે. વિપક્ષનો આરોપ છે કે સરકારે એમના દ્વારા રજુ કરેલા સુધારાઓને અવગણ્યા છે.

  • Share this:
નવી દિલ્હી #લોકસભામાં લાંબી ચર્ચા બાદ છેવટે જીએસટી બિલ પાસ થઇ ગયું છે, પરંતુ વિપક્ષ આ બિલમાં થયેલા સુધારા બાદ પણ હજુ નાખુશ છે. વિપક્ષનો આરોપ છે કે સરકારે એમના દ્વારા રજુ કરેલા સુધારાઓને અવગણ્યા છે.

અહીં નોંધનિય છે કે, સરકારે જીએસટી વિધેયક 2017માં પાંચ સંશોધન સાથે પાસ કર્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જીએસટીનો અમલ શરૂ થયા બાદ અલગ અલગ ટેક્સ બધા એકમાં ફેરવાઇ જશે અને દેશમાં એક જ પ્રકારના ટેક્સનું માળખું બનશે. આવો જાણીએ કે જીએસટી આવ્યા પછી કઇ વસ્તુ મોંઘી બનશે અને કઇ વસ્તુઓ સસ્તી થશે.

એક દેશ એક કર

લોકસભામાં બિલ રજુ કરતાં નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, જીએસટીથી દેશમાં ટેક્સ ટેરરિઝમનો ખાત્મો થશે. લોકસભામાં જીએસટી બિલ પર ચર્ચા કરતાં નાણામંત્રીએ કહ્યું કે જીએસટીના ચાર દર રહેશે અને એની વધુ સીમા 28 ટકા રહેશે. એટલું જ નહીં લક્ઝરી સામાન પર અલગ અલગ સેસ લાગશે. જીએસટી મલ્ટીપલ ટેક્સેશન સ્લેબ રખાયા છે. ખાવા પાવીની ચીજ વસ્તુઓ 0 ટકાના સ્લેબમાં આવશે. બીજો ટેક્સ સ્લેબ 5 ટકાનો રહેશે અને ત્રીજો ટેક્સ 12-18 ટકાનો રહેશે જ્યારે ચોથો સ્લેબ 28 ટકાનો રહેશે.

લક્ઝરી સ્લેબમાં તંબાકુ, મોંઘી ગાડીઓ આવશે. લક્ઝરી સ્લેબના 2 ભાગ રહેશે. સેસ પ્લસ ટેક્સ, લક્ઝરી, તમાકું ઉત્પાદનો પર 28 ટકા ટેક્સ લાગશે.

દેશમાં કોઇ પણ ચીજ વસ્તુની એક જ કિંમત લાગશે. એક રાજ્યથી બીજા રાજ્યમાં તસ્કરી અટકશે અને જીએસટીથી ઉત્પાદનની કિંમતમાં ઘટાડો આવશે. જીએસટીથી ટેક્સ માળખું સરળ બનશે અને સરકારની ટેક્સ કમાણી વધશે, જીએસટીથી ટેક્સ ચોરી પણ અટકશે.જીએસટીથી દ્વિચક્રીય વાહન, નાની કાર, પંખા, વોટર હીટર, કુલર અને ફિલ્મો જોવી સસ્તુ થશે. જોકે જીએસટીથી ફોન બિલ, હોટલ, હવાઇ ટિકિટ, રેલવે ટિકિટ, ટ્રક અને ટેમ્પો મોંઘા બનશે.
First published: March 30, 2017
વધુ વાંચો
अगली ख़बर